જાણો કેમ રોહિત શર્માના જીવનમાં આજનો દિવસ છે મહત્વનો?

Published: 13th November, 2020 17:21 IST | Shilpa Bhanushali
 • શ્રીલંકા વિરુદ્ધ સીરીઝના ચોથા વન-ડેમાં મુંબઇના બૅટ્સમેને 173 બૉલ્સમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગા મારીને 264 રન્સ બનાવ્યા હતા. ખૂબ જ ઓછા લોકોનું ધ્યાન હશે કે રોહિતની આ રેકૉર્ડ બેટિંગમાં નૉન સ્ટ્રાઇક એન્ડ પર સામે રૉબિન ઉથપ્પાની મહત્વની ભૂમિકા હતી.

  શ્રીલંકા વિરુદ્ધ સીરીઝના ચોથા વન-ડેમાં મુંબઇના બૅટ્સમેને 173 બૉલ્સમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગા મારીને 264 રન્સ બનાવ્યા હતા. ખૂબ જ ઓછા લોકોનું ધ્યાન હશે કે રોહિતની આ રેકૉર્ડ બેટિંગમાં નૉન સ્ટ્રાઇક એન્ડ પર સામે રૉબિન ઉથપ્પાની મહત્વની ભૂમિકા હતી.

  1/6
 • હકીકતે, છેલ્લી ઓવર્સમાં રૉબિને મોટો નિર્ણય લીધો, જેને કારણે રોહિત વર્લ્ડ રેકૉર્ડ બનાવી શક્યો. ઉથપ્પા જ્યારે ક્રીઝ પર રોહિતની સામે પાર્ટનર તરીકે આવ્યા ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 40.2 ઓવરમાં ચાર વિકેટ પર 276 રન્સ હતો. ભારતીય ઓપનર ત્યારે 150 રન્સનો આંકડો પાર કરી ચૂક્યો હતો. આગામી 58 બૉલની રમતમાં રોહિત શર્માએ 100થી વધારે રન્સ બનાવીને ઇતિહાસ રચ્યો.

  હકીકતે, છેલ્લી ઓવર્સમાં રૉબિને મોટો નિર્ણય લીધો, જેને કારણે રોહિત વર્લ્ડ રેકૉર્ડ બનાવી શક્યો. ઉથપ્પા જ્યારે ક્રીઝ પર રોહિતની સામે પાર્ટનર તરીકે આવ્યા ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 40.2 ઓવરમાં ચાર વિકેટ પર 276 રન્સ હતો. ભારતીય ઓપનર ત્યારે 150 રન્સનો આંકડો પાર કરી ચૂક્યો હતો. આગામી 58 બૉલની રમતમાં રોહિત શર્માએ 100થી વધારે રન્સ બનાવીને ઇતિહાસ રચ્યો.

  2/6
 • ઉથપ્પા જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે તેની પાસે મોટી ઇનિંગ રમીને ટીમમાં પોતાની જગ્યા બનાવવાની સારી તક હતી. શ્રીલંકાની બૉલિંગનો લેવલ હાય નહોતો, પણ રૉબિન ઉથપ્પાએ પોતાની જગ્યા ફિક્સ કરવાને બદલે ટીમ માટે રમવાનો મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની હાફ સેન્ચુરી બનાવવા વિશે ન વિચારતા હિટમેનને સ્ટ્રાઇક આપવાનું નક્કી કર્યું.

  ઉથપ્પા જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે તેની પાસે મોટી ઇનિંગ રમીને ટીમમાં પોતાની જગ્યા બનાવવાની સારી તક હતી. શ્રીલંકાની બૉલિંગનો લેવલ હાય નહોતો, પણ રૉબિન ઉથપ્પાએ પોતાની જગ્યા ફિક્સ કરવાને બદલે ટીમ માટે રમવાનો મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની હાફ સેન્ચુરી બનાવવા વિશે ન વિચારતા હિટમેનને સ્ટ્રાઇક આપવાનું નક્કી કર્યું.

  3/6
 • આ જ કારણ હતું કે રોહિત શર્મા 264 જેટલો મોટો સ્કોર બનાવી શક્યો અને સામે રૉબિન ઉથપ્પા 16 બૉલમાં 16 રન્સનો સ્કોર ખૂબ જ ઓછો દેખાયો. રોહિત અને ઉથપ્પાએ 58 બૉલ્સમાં 128 રન્સની પાર્ટનરશિપ કરી, જેમાં ઉથપ્પાનું યોગદાન 12.5 ટકા રહ્યો. આ ટકાવારી ખૂબ જ ઓછી દેખાય છે, પણ ટીમ અને બૅટિંગ પાર્ટનરશિપ પ્રમાણે આ સ્કોર સૌથી મોટો છે.

  આ જ કારણ હતું કે રોહિત શર્મા 264 જેટલો મોટો સ્કોર બનાવી શક્યો અને સામે રૉબિન ઉથપ્પા 16 બૉલમાં 16 રન્સનો સ્કોર ખૂબ જ ઓછો દેખાયો. રોહિત અને ઉથપ્પાએ 58 બૉલ્સમાં 128 રન્સની પાર્ટનરશિપ કરી, જેમાં ઉથપ્પાનું યોગદાન 12.5 ટકા રહ્યો. આ ટકાવારી ખૂબ જ ઓછી દેખાય છે, પણ ટીમ અને બૅટિંગ પાર્ટનરશિપ પ્રમાણે આ સ્કોર સૌથી મોટો છે.

  4/6
 • ઉથપ્પાએ જે 16 રન્સ બનાવ્યા તેમાંથી 12 સિંગલ હતા. ત્યાર પછી ઉથપ્પા ભારત તરફથી જુલાઇ 2015 સુધી અને 6 વધુ આંતરરાષ્ટ્રીય મેચ 4 વન-ડે અને 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો. ત્યારથી આ ખેલાડી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નહીં. આઇપીએલની 13મી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી પણ તે નિરંતર પ્રદર્શન ન કરી શક્યો.

  ઉથપ્પાએ જે 16 રન્સ બનાવ્યા તેમાંથી 12 સિંગલ હતા. ત્યાર પછી ઉથપ્પા ભારત તરફથી જુલાઇ 2015 સુધી અને 6 વધુ આંતરરાષ્ટ્રીય મેચ 4 વન-ડે અને 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો. ત્યારથી આ ખેલાડી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નહીં. આઇપીએલની 13મી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી પણ તે નિરંતર પ્રદર્શન ન કરી શક્યો.

  5/6
 • રોહિતે આ મેચમાં પહેલા 50 રન 72 બૉલ્સમાં કર્યા હતા. પછી 100 બૉલમાં 100 રન્સ, 125 બૉલ્સમાં 150 રન્સ, 151 બૉલમાં 200 રન્સ અને 166 બૉલમાં 250 રન્સ કર્યા હતા. બૅટિંગના છેલ્લા બૉલમાં તે નુવાન કુલસેકરા દ્વારા આઉટ થયો હતો. રોહિતની ધમાકેદાર બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાએ પહેલા બૅટિંહ કરતા પાંચ વિકેટ પર 404 રન્સ બનાવ્યા હતા.

  રોહિતે આ મેચમાં પહેલા 50 રન 72 બૉલ્સમાં કર્યા હતા. પછી 100 બૉલમાં 100 રન્સ, 125 બૉલ્સમાં 150 રન્સ, 151 બૉલમાં 200 રન્સ અને 166 બૉલમાં 250 રન્સ કર્યા હતા. બૅટિંગના છેલ્લા બૉલમાં તે નુવાન કુલસેકરા દ્વારા આઉટ થયો હતો. રોહિતની ધમાકેદાર બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાએ પહેલા બૅટિંહ કરતા પાંચ વિકેટ પર 404 રન્સ બનાવ્યા હતા.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસે જ રોહિત શર્માએ એકદિવસીય ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. છ વર્ષ પહેલા બનાવેલો હિટમેનનો આ રેકૉર્ડ આજ સુધી કોઇ તોડી શક્યો નથી. દિવાળીના રોમાંચ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રોહિતે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK