HBD કિરણ મોરે: ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરની ક્યારેય ન જોયેલી તસવીરો

Updated: Sep 04, 2020, 18:04 IST | Rachana Joshi
  • ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વિકેટકીપર કિરણ મોરે 1984 થી 1993 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમ્યો હતો. તસવીરમાં: વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે અયોગ્ય જાહેર કર્યા બાદ કિરણ મોરે, સચિન તેંડુલકર સાથે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બાંદ્રા કુર્લા સંકુલમાં

    ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વિકેટકીપર કિરણ મોરે 1984 થી 1993 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમ્યો હતો.

    તસવીરમાં: વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે અયોગ્ય જાહેર કર્યા બાદ કિરણ મોરે, સચિન તેંડુલકર સાથે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના બાંદ્રા કુર્લા સંકુલમાં

    1/18
  • 1970ના દાયકાના અંતમાં કિરણ મોરે ભારતની અંડર -19 ટીમનો ભાગ હતો. તે બોમ્બેમાં ટાઇમ્સ શિલ્ડમાં ટાટા સ્પોર્ટ્સ ક્લબ અને 1982માં ઉત્તર લેન્કેશાયર લીગમાં બેરો માટે રમ્યો હતો. તસવીરમાં: બાંદ્રા કુર્લા સંકુલમાં કિરણ મોરે, સચિન તેંડુલકર અને ડૉક્ટર અનંત જોશી.

    1970ના દાયકાના અંતમાં કિરણ મોરે ભારતની અંડર -19 ટીમનો ભાગ હતો. તે બોમ્બેમાં ટાઇમ્સ શિલ્ડમાં ટાટા સ્પોર્ટ્સ ક્લબ અને 1982માં ઉત્તર લેન્કેશાયર લીગમાં બેરો માટે રમ્યો હતો.

    તસવીરમાં: બાંદ્રા કુર્લા સંકુલમાં કિરણ મોરે, સચિન તેંડુલકર અને ડૉક્ટર અનંત જોશી.

    2/18
  • રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરતા, કિરણ મોરે 1983-84માં મહારાષ્ટ્ર સામે 153 નોટ આઉટ અને ઉત્તર પ્રદેશ સામે 181 નોટ આઉટ એમ બે મોટી ઇનિંગ્સ રમ્યા હતા.  તેણે વસુદેવ પટેલ સાથે છેલ્લી વિકેટ માટે 145 રનની ભાગીદારી કરી હતી જે લગભગ એક દાયકા સુધી રણજી રેકોર્ડ તરીકે રહ્યો હતો. દિલ્હી સામે હાર્યા પહેલા બરોડા સેમિફાઈનલ માટે ક્વૉલિફાય થઈ હતી. તસવીરમાં: બોમ્બે જીમખાના ખાતે સેલિબ્રિટી રગ્બી મેચ દરમિયાન કિરણ મોરે, પુલેલા ગોપીચંદ, સુરેશ કલમાડી, ધનરાજ પિલ્લે અને વિરેન રાસ્ક્વિન્હા

    રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરતા, કિરણ મોરે 1983-84માં મહારાષ્ટ્ર સામે 153 નોટ આઉટ અને ઉત્તર પ્રદેશ સામે 181 નોટ આઉટ એમ બે મોટી ઇનિંગ્સ રમ્યા હતા.  તેણે વસુદેવ પટેલ સાથે છેલ્લી વિકેટ માટે 145 રનની ભાગીદારી કરી હતી જે લગભગ એક દાયકા સુધી રણજી રેકોર્ડ તરીકે રહ્યો હતો. દિલ્હી સામે હાર્યા પહેલા બરોડા સેમિફાઈનલ માટે ક્વૉલિફાય થઈ હતી.

    તસવીરમાં: બોમ્બે જીમખાના ખાતે સેલિબ્રિટી રગ્બી મેચ દરમિયાન કિરણ મોરે, પુલેલા ગોપીચંદ, સુરેશ કલમાડી, ધનરાજ પિલ્લે અને વિરેન રાસ્ક્વિન્હા

    3/18
  • કિરણ મોરે 198-86માં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ટુર પર ગયો હતો. જ્યારે વર્લ્ડ સિરીઝ કપની શરૂઆતી મેચમાં સૈયદ કિરમાનીને ઈજા થતા તેની આંતરરાષ્ટ્રીય કારકીર્દિનો આભાસી અંત આવ્યો ત્યારે મોરે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં રમ્યો હતો. ત્યારબાદ 1993 સુધી, મોરે ભારત માટે ટેસ્ટમાં પ્રથમ પસંદગીના વિકેટકીપર હતા. પરંતુ વનડે મેચમાં વધુ સારા બેટ્સમેન હોવાને લીધે તેને તક નહોતી મળતી. તસવીરમાં: સચિન ટેન્ડુકરની કોલાબા સ્થિત રેસ્ટોરન્ટમાં માસ્ટ બ્લાસ્ટરે 35મી ટેસ્ટ સદીની ઉજવણીની પાર્ટી આપી હતી તે દરમિયાન કિરણ મોરે

    કિરણ મોરે 198-86માં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ટુર પર ગયો હતો. જ્યારે વર્લ્ડ સિરીઝ કપની શરૂઆતી મેચમાં સૈયદ કિરમાનીને ઈજા થતા તેની આંતરરાષ્ટ્રીય કારકીર્દિનો આભાસી અંત આવ્યો ત્યારે મોરે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં રમ્યો હતો. ત્યારબાદ 1993 સુધી, મોરે ભારત માટે ટેસ્ટમાં પ્રથમ પસંદગીના વિકેટકીપર હતા. પરંતુ વનડે મેચમાં વધુ સારા બેટ્સમેન હોવાને લીધે તેને તક નહોતી મળતી.

    તસવીરમાં: સચિન ટેન્ડુકરની કોલાબા સ્થિત રેસ્ટોરન્ટમાં માસ્ટ બ્લાસ્ટરે 35મી ટેસ્ટ સદીની ઉજવણીની પાર્ટી આપી હતી તે દરમિયાન કિરણ મોરે

    4/18
  • કિરણ મોરેએ 49 ટેસ્ટ મેચ રમી હતી અને 25.70ની સરેરાશથી 1,285 રન બનાવ્યા હતા. 73 સર્વોચ્ચ સ્કોર સાથે 7 અર્ધસદી ફટકારી હતી. તસવીરમાં: કિરણ મોરે અને બીસીસીઆઈના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ લલિત મોદી એક પ્રેસ કોન્ફરન્સમાં

    કિરણ મોરેએ 49 ટેસ્ટ મેચ રમી હતી અને 25.70ની સરેરાશથી 1,285 રન બનાવ્યા હતા. 73 સર્વોચ્ચ સ્કોર સાથે 7 અર્ધસદી ફટકારી હતી.

    તસવીરમાં: કિરણ મોરે અને બીસીસીઆઈના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ લલિત મોદી એક પ્રેસ કોન્ફરન્સમાં

    5/18
  • કિરણ મોરેએ 1984માં ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું અને તેને ટીમ માટે 94 મેચ રમી હતી. જોકે, કિરણ મોરે 13.09ની સરેરાશ અને 42ના ટોપ સ્કોર સાથે માત્ર 563 રન બનાવ્યા હતા. તસવીરમાં: કિરણ મોરે અને બીસીસીઆઈના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ લલિત મોદી ઓફિસમાં

    કિરણ મોરેએ 1984માં ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું અને તેને ટીમ માટે 94 મેચ રમી હતી. જોકે, કિરણ મોરે 13.09ની સરેરાશ અને 42ના ટોપ સ્કોર સાથે માત્ર 563 રન બનાવ્યા હતા.

    તસવીરમાં: કિરણ મોરે અને બીસીસીઆઈના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ લલિત મોદી ઓફિસમાં

    6/18
  • કિરણ મોરેએ કારકિર્દી દરમિયાન 151 મેચ રમી હતી અને 31.08ની સરેરાશથી 5,223 રન બનાવ્યા હતા. તેણે 181 નાબાદના ટોપ સ્કોર સાથે સાત સદી અને 29 અર્ધસદી ફટકારી હતી. તસવીરમાં: 1982-83માં યુવાન વયના કિરણ મોરે

    કિરણ મોરેએ કારકિર્દી દરમિયાન 151 મેચ રમી હતી અને 31.08ની સરેરાશથી 5,223 રન બનાવ્યા હતા. તેણે 181 નાબાદના ટોપ સ્કોર સાથે સાત સદી અને 29 અર્ધસદી ફટકારી હતી.

    તસવીરમાં: 1982-83માં યુવાન વયના કિરણ મોરે

    7/18
  • 2006માં બીસીસીઆઈની પસંદગી સમિતિના અધ્યક્ષ સ્થાને ભારતના પૂર્વ કેપ્ટન દિલીપ વેન્ગસરકર આવ્યા તે પહેલાં આ સ્થાન પર કિરણ મોરે બિરાજમાન હતા.

    2006માં બીસીસીઆઈની પસંદગી સમિતિના અધ્યક્ષ સ્થાને ભારતના પૂર્વ કેપ્ટન દિલીપ વેન્ગસરકર આવ્યા તે પહેલાં આ સ્થાન પર કિરણ મોરે બિરાજમાન હતા.

    8/18
  • કિરણ મોરેએ બૉલીવુડ ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં અને ટેલિવિઝન સિરિયલ 'તમન્ના'માં કામ કર્યું છે. તસવીરમાં: 2000ની શરૂઆતમાં કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પ્રથમ ભારત-પાક વન ડે આંતરરાષ્ટ્રીયના નેટ સેશન દરમિયાન કિરણ મોર સાથે ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી.

    કિરણ મોરેએ બૉલીવુડ ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં અને ટેલિવિઝન સિરિયલ 'તમન્ના'માં કામ કર્યું છે.

    તસવીરમાં: 2000ની શરૂઆતમાં કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પ્રથમ ભારત-પાક વન ડે આંતરરાષ્ટ્રીયના નેટ સેશન દરમિયાન કિરણ મોર સાથે ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી.

    9/18
  • કિરણ મોરેએ ઇંગ્લેન્ડ સામે 1984-85માં બે વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો હતો. તસવીરમાં: બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેલેન્જર્સ ટ્રોફી દરમિયાન રેસ્ટ ડેના દિવસે વિકેટકીપર અજય રાત્રા, નાયડુ અને પાર્થિવ પટેલને પ્રેક્ટિસ આપી રહેલા પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરે

    કિરણ મોરેએ ઇંગ્લેન્ડ સામે 1984-85માં બે વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો હતો.

    તસવીરમાં: બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેલેન્જર્સ ટ્રોફી દરમિયાન રેસ્ટ ડેના દિવસે વિકેટકીપર અજય રાત્રા, નાયડુ અને પાર્થિવ પટેલને પ્રેક્ટિસ આપી રહેલા પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરે

    10/18
  • 2006માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીએ)ના મોહાલી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના પહેલા દિવસ દરમિયાન ઈરફાન પઠાણ, ગ્રેગ ચેપલ, મુનાફ પટેલ અને કિરણ મોરે.

    2006માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીએ)ના મોહાલી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના પહેલા દિવસ દરમિયાન ઈરફાન પઠાણ, ગ્રેગ ચેપલ, મુનાફ પટેલ અને કિરણ મોરે.

    11/18
  • વાનખેડે સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં મુંબઈનો ઉત્તર પ્રદેશ સાથેનો મુકાબલો જોતા બીસીસીઆઈના પૂર્વ પસંદગીકારો કિરણ મોરે અને સંજય જગદાલે મિડ-ડેની આવૃત્તિમાં કંઈક જોઈને ખુશ થતા હોય તેવું લાગે છે

    વાનખેડે સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં મુંબઈનો ઉત્તર પ્રદેશ સાથેનો મુકાબલો જોતા બીસીસીઆઈના પૂર્વ પસંદગીકારો કિરણ મોરે અને સંજય જગદાલે મિડ-ડેની આવૃત્તિમાં કંઈક જોઈને ખુશ થતા હોય તેવું લાગે છે

    12/18
  • ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને કિરણ મોરે 2006માં ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે.

    ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને કિરણ મોરે 2006માં ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે.

    13/18
  • વાનખેડે સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં મુંબઈનો ઉત્તર પ્રદેશ સાથેનો મુકાબલો જોતા બીસીસીઆઈના પૂર્વ પસંદગીકારો કિરણ મોરે અને સંજય જગદાલે

    વાનખેડે સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં મુંબઈનો ઉત્તર પ્રદેશ સાથેનો મુકાબલો જોતા બીસીસીઆઈના પૂર્વ પસંદગીકારો કિરણ મોરે અને સંજય જગદાલે

    14/18
  • હિલટન ટાવર પર ભારતીય ક્રિકેટ લીગના એક્ઝિક્યુટિવ બોર્ડની ઘોષણા કરતા કપિલ દેવ, કિરણ મોરે અને રવિ પાર્થસારથી.

    હિલટન ટાવર પર ભારતીય ક્રિકેટ લીગના એક્ઝિક્યુટિવ બોર્ડની ઘોષણા કરતા કપિલ દેવ, કિરણ મોરે અને રવિ પાર્થસારથી.

    15/18
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ અને કેરળ એલીટ જૂથ વચ્ચે યોજાયેલી રણજી ટ્રોફી મેચના બીજા દિવસે કિરણ મોરે.

    મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ અને કેરળ એલીટ જૂથ વચ્ચે યોજાયેલી રણજી ટ્રોફી મેચના બીજા દિવસે કિરણ મોરે.

    16/18
  • વર્ષ 2006માં વાનખેડે સ્ટેડિયમના ગેરવારે ક્લબમાં શ્રીલંકા ત્રિ-રાષ્ટ્રની એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ માટે ભારતીય ટીમની પસંદગીની બેઠકમાં રાહુલ દ્રવિડ, નિરંજન શાહ અને કિરણ મોરે.

    વર્ષ 2006માં વાનખેડે સ્ટેડિયમના ગેરવારે ક્લબમાં શ્રીલંકા ત્રિ-રાષ્ટ્રની એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ માટે ભારતીય ટીમની પસંદગીની બેઠકમાં રાહુલ દ્રવિડ, નિરંજન શાહ અને કિરણ મોરે.

    17/18
  • સંદીપ પાટીલ અને ક્લેટોન મુર્ઝેલો લિખિત પુસ્તક 'Caught & Told'ના લોકાર્પણ સમયે ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલ, કિરણ મોરે અને બીસીસીઆઈના ભૂતપૂર્વ વડા રાજસિંહ ડુંગરપુર.

    સંદીપ પાટીલ અને ક્લેટોન મુર્ઝેલો લિખિત પુસ્તક 'Caught & Told'ના લોકાર્પણ સમયે ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલ, કિરણ મોરે અને બીસીસીઆઈના ભૂતપૂર્વ વડા રાજસિંહ ડુંગરપુર.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરે (Kiran More) આજે એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે આવો જોઈએ તેમની ક્યારેય ન જોઈ હોય તેવી તસવીરો અને સાથે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK