Raksha Bandhan 2020: ભાઈ-બહેનના પર્વની સ્પોર્ટસ સ્ટારે આ રીતે કરી ઉજવણી

Updated: Aug 04, 2020, 18:19 IST | Rachana Joshi
  • સચિન તેન્ડુલકરે બહેનો સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, આ વર્ષનું રક્ષાબંધન દર વર્ષ કરતાં થોડુક જુદુ છે. અત્યારે ભલે અંતર છે પણ મારી બહેનો સાથે જે પ્રેમનું બંધન છે તે પહેલાં કરતા પણ મજબુત છે.

    સચિન તેન્ડુલકરે બહેનો સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, આ વર્ષનું રક્ષાબંધન દર વર્ષ કરતાં થોડુક જુદુ છે. અત્યારે ભલે અંતર છે પણ મારી બહેનો સાથે જે પ્રેમનું બંધન છે તે પહેલાં કરતા પણ મજબુત છે.

    1/18
  • ક્રિકેટર યુવરાજ સિંહે ભાઈ-બહેનો સાથેની જુની અને બાળપણની તસવીરો શૅર કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

    ક્રિકેટર યુવરાજ સિંહે ભાઈ-બહેનો સાથેની જુની અને બાળપણની તસવીરો શૅર કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

    2/18
  • યાદો તાજા કરતા યુવરાજ સિંહે ભાઈ-બહેન સાથે વિતાવેલા અદ્ભુત સમયને યાદ કર્યો હતો.

    યાદો તાજા કરતા યુવરાજ સિંહે ભાઈ-બહેન સાથે વિતાવેલા અદ્ભુત સમયને યાદ કર્યો હતો.

    3/18
  • યુવરાજ સિંહે લખ્યું હતું કે, આપણે નાના હતા ત્યારે એકબીજાને જેટલુ વારંવાર મળતાં હતા એટલા વારંવાર હવે નથી મળતાં છતા આપણી વચ્ચેનું બોન્ડ સમય સાથે મજબુત બન્યું છે. 

    યુવરાજ સિંહે લખ્યું હતું કે, આપણે નાના હતા ત્યારે એકબીજાને જેટલુ વારંવાર મળતાં હતા એટલા વારંવાર હવે નથી મળતાં છતા આપણી વચ્ચેનું બોન્ડ સમય સાથે મજબુત બન્યું છે. 

    4/18
  • સાથે જ ક્રિકેટરે બધી બહેનોને રક્ષાબંધનની શુભેચ્છા આપી હતી.

    સાથે જ ક્રિકેટરે બધી બહેનોને રક્ષાબંધનની શુભેચ્છા આપી હતી.

    5/18
  • એટલું જ નહીં, ક્રિકેટરે આરોગ્ય કર્મચારી તરીકે કામ કરતી બધી બહેનોનો પણ રક્ષાબંધનના અવસરે આભાર માન્યો હતો.

    એટલું જ નહીં, ક્રિકેટરે આરોગ્ય કર્મચારી તરીકે કામ કરતી બધી બહેનોનો પણ રક્ષાબંધનના અવસરે આભાર માન્યો હતો.

    6/18
  • રિષભ પંતે બહેન સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, આજનો દિવસ છે જ્યારે તમારે તમારા સિબિલિંગ સાથે સારો વ્યવહાર કરવાનો છે. ચુગલી કરવાને લીધે જુદા થયેલા પણ પ્રેમને લીધે એક થયેલા. ભાઈ.

    રિષભ પંતે બહેન સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, આજનો દિવસ છે જ્યારે તમારે તમારા સિબિલિંગ સાથે સારો વ્યવહાર કરવાનો છે. ચુગલી કરવાને લીધે જુદા થયેલા પણ પ્રેમને લીધે એક થયેલા. ભાઈ.

    7/18
  • ભારતીય ક્રિકેટરે શુભમન ગિલે બહેન શહેનીલ અને સિમરન સાથેની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું કે, મારા જેવો ભાઈ મળ્યો છે એટલે તમે બહુ લકી છો, જસ્ટ કિડિંગ. લવ યુ.

    ભારતીય ક્રિકેટરે શુભમન ગિલે બહેન શહેનીલ અને સિમરન સાથેની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું કે, મારા જેવો ભાઈ મળ્યો છે એટલે તમે બહુ લકી છો, જસ્ટ કિડિંગ. લવ યુ.

    8/18
  • કુલદિપ યાદવે ભાઈ-બહેનના સંબંધને સૌથી વિશેષ બોન્ડ ગણાવ્યો હતો અને હેપી રાખી કહ્યું હતું.

    કુલદિપ યાદવે ભાઈ-બહેનના સંબંધને સૌથી વિશેષ બોન્ડ ગણાવ્યો હતો અને હેપી રાખી કહ્યું હતું.

    9/18
  • કોરોના વાયરસ મહામારીને લીધે અનેક લોકો બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી નહોતા કરી શક્યા. એ જ રીતે પાર્થિવ પટેલ પણ બહેન સાથે તહેવાર નહોતો ઉજવી શક્યો એટલે ક્રિકેટરની દીકરીએ બહેનના બદલે તેને રાખડી બાંધી હતી.

    કોરોના વાયરસ મહામારીને લીધે અનેક લોકો બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી નહોતા કરી શક્યા. એ જ રીતે પાર્થિવ પટેલ પણ બહેન સાથે તહેવાર નહોતો ઉજવી શક્યો એટલે ક્રિકેટરની દીકરીએ બહેનના બદલે તેને રાખડી બાંધી હતી.

    10/18
  • બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તેની તસવીર શ્રેયસ અય્યરે પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

    બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તેની તસવીર શ્રેયસ અય્યરે પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

    11/18
  • જયદેવ ઉનડકટે બહેન સાથેની તસવીર શૅર કરીને બધા ભાઈ બહેનને રક્ષાબંધનની શુભેચ્છા આપી હતી.

    જયદેવ ઉનડકટે બહેન સાથેની તસવીર શૅર કરીને બધા ભાઈ બહેનને રક્ષાબંધનની શુભેચ્છા આપી હતી.

    12/18
  • અજિંક્ય રહાણેએ બહેન અપુર્વા અને ભાઈ શશાંક સાથેની બાળપણની તસવીર શૅર કરી હતી અને મુંબઈમાં હતા ત્યારે રક્ષાબંધન કઈ રીતે ઉજવતા તે પણ યાદ કર્યું હતું.

    અજિંક્ય રહાણેએ બહેન અપુર્વા અને ભાઈ શશાંક સાથેની બાળપણની તસવીર શૅર કરી હતી અને મુંબઈમાં હતા ત્યારે રક્ષાબંધન કઈ રીતે ઉજવતા તે પણ યાદ કર્યું હતું.

    13/18
  • સુરેશ રૈનાએ બહેનને તેની પ્રિય સાથી કહી હતી અને પ્રેમના બંધનની ઉજવણી કરી હતી.

    સુરેશ રૈનાએ બહેનને તેની પ્રિય સાથી કહી હતી અને પ્રેમના બંધનની ઉજવણી કરી હતી.

    14/18
  • ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ભાઈ સાથે ક્રિકેટ પ્રેક્ટિસની તસવીર શૅર કરીને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી હતી.

    ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ભાઈ સાથે ક્રિકેટ પ્રેક્ટિસની તસવીર શૅર કરીને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી હતી.

    15/18
  • ભારતીય મહિલા રેસલર રીતુ ફોગાટે રક્ષાબંધનની ઉજવણીની ભાઈઓ સાથેની તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, મને મારા દેશ પ્રત્યે પ્રેમ છે. હું મારા ભાઈઓને પ્રેમ કરું છું, મને રક્ષાબંધન ગમે છે.

    ભારતીય મહિલા રેસલર રીતુ ફોગાટે રક્ષાબંધનની ઉજવણીની ભાઈઓ સાથેની તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, મને મારા દેશ પ્રત્યે પ્રેમ છે. હું મારા ભાઈઓને પ્રેમ કરું છું, મને રક્ષાબંધન ગમે છે.

    16/18
  • ભારતીય શૂટર અંજલી ભાગવતે ભાઈ સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

    ભારતીય શૂટર અંજલી ભાગવતે ભાઈ સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

    17/18
  • ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનમે સોશ્યલ મીડિયા પર સાનિયા સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, આવી બહેન હોય તો ભાઈની જરૂર અનુભવાતી જ નથી.

    ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનમે સોશ્યલ મીડિયા પર સાનિયા સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, આવી બહેન હોય તો ભાઈની જરૂર અનુભવાતી જ નથી.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

સોમવારે સમગ્ર ભારતમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. ભારતીય સ્પોર્ટસ સ્ટારે પણ ભાઈ-બહેનના આ પર્વની ઉજવણી કરી હતી. કોરોના વાયરસ મહામારીને લીધે કેટલાક સ્પોર્ટસ સ્ટારે વર્ચ્યુલી સેલિબ્રેશન કર્યું હતું તો કેટલાક ર્સ્ટાસે ભાઈ-બહેનની સાથે ઉજવણી કરી હતી. આવો જોઈએ સ્પોર્ટસ સ્ટારે તેમના ભાઈ-બહેન સાથે શૅર કરેલી તસવીરો...

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK