'કોફી વિથ કરન'ના શૉમાં સ્ત્રીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને સસ્પેન્ડ થયેલો હાર્દિક પંડ્યા આજે 4 મહિના પછી જ્યારે ફીલ્ડ પર પરત ફર્યો તો તેણે તેનો જલવો ફરી એકવાર બતાવ્યો. પંડ્યાએ ઇનિંગની 17મી ઓવરમાં મિડ વિકેટ એરિયામાં હવામાં ઉડીને એક હાથથી વિલિયમસનનો એવો કેચ પકડ્યો કે ફરી આખું મેદાન પંડ્યાની પ્રશંસામાં ઉછળી પડ્યું. પંડ્યાએ વિરોધી ટીમ પર દબાણ ઊભું કરવાની પણ સારી કોશિશ કરી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાની ત્રીજી વનડેની તસવીરો.