સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Apr 05, 2019, 19:56 IST | Vikas Kalal
 • ગૂગલમાં જાહેરાતો આપવાના મામલે ભાજપે તમામ રાજનૈતિક પક્ષોને પાછળ છોડી દાધાં છે. જ્યારે જાહેરાતો પર ખર્ચ કરવાની બાબતે કોંગ્રેસ છઠ્ઠા નંબર પર છે. ‘ભારતીય પારદર્શિતા રર્પિોટ’ અનુસાર રાજનેતિક પાર્ટીઓ દ્વારા જાહેરાત આપવામાં ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ૩.૭૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાતો પર ૧.૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવાની સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગૂગલ પરની કુલ જાહેરાતમાં એલા ભાજપની ૩૨ ટકા જાહેરાતો છે.

  ગૂગલમાં જાહેરાતો આપવાના મામલે ભાજપે તમામ રાજનૈતિક પક્ષોને પાછળ છોડી દાધાં છે. જ્યારે જાહેરાતો પર ખર્ચ કરવાની બાબતે કોંગ્રેસ છઠ્ઠા નંબર પર છે. ‘ભારતીય પારદર્શિતા રર્પિોટ’ અનુસાર રાજનેતિક પાર્ટીઓ દ્વારા જાહેરાત આપવામાં ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ૩.૭૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાતો પર ૧.૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવાની સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગૂગલ પરની કુલ જાહેરાતમાં એલા ભાજપની ૩૨ ટકા જાહેરાતો છે.

  1/10
 • 14 માર્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સાથે જોડાયેલા હિમાલય ફુટઓવર બ્રિજનો સ્લૅબ તૂટી ગયો હતો જેમાં 6 લોકોનાં મૃત્યુ અને 36 લોકો ઈજા પામ્યા હતા. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના એક-એક પરિવારને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા તેમ જ તેમના હૉસ્પિટલના સારવારના ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકારની આ જાહેરાતને આચારસંહિતાનું ગ્રહણ નડ્યું હોવાની માહિતી ગઈ કાલે પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનાના મરનાર અને ઈજાગ્રસ્તોના પરિવારોને 27 મે પછી ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાંથી વળતર ચૂકવવામાં આવશે.

  14 માર્ચે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સાથે જોડાયેલા હિમાલય ફુટઓવર બ્રિજનો સ્લૅબ તૂટી ગયો હતો જેમાં 6 લોકોનાં મૃત્યુ અને 36 લોકો ઈજા પામ્યા હતા. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના એક-એક પરિવારને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા તેમ જ તેમના હૉસ્પિટલના સારવારના ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકારની આ જાહેરાતને આચારસંહિતાનું ગ્રહણ નડ્યું હોવાની માહિતી ગઈ કાલે પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનાના મરનાર અને ઈજાગ્રસ્તોના પરિવારોને 27 મે પછી ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાંથી વળતર ચૂકવવામાં આવશે.

  2/10
 • ભાજપ દ્વારા ગુજરાતમાં 26 સીટો માટે ચૂંટણી માટે ચૂંટણી પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં 20 એપ્રિલ સુધી ચૂંટણીનો પ્રચાર કરશે. આ યાદીમાં રાજનાથ સિંહ, નિર્મલા સીતારામણ, નીતિન ગડકરી, આદિત્યનાથ. અરુણ જેટલી જેવા હાઈ કમાન્ડના નેતા સામેલ રહેશે. સાથે સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ રહેશે

  ભાજપ દ્વારા ગુજરાતમાં 26 સીટો માટે ચૂંટણી માટે ચૂંટણી પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં 20 એપ્રિલ સુધી ચૂંટણીનો પ્રચાર કરશે. આ યાદીમાં રાજનાથ સિંહ, નિર્મલા સીતારામણ, નીતિન ગડકરી, આદિત્યનાથ. અરુણ જેટલી જેવા હાઈ કમાન્ડના નેતા સામેલ રહેશે. સાથે સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ રહેશે

  3/10
 • શનિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. ત્યારે આ સમયમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે તેને પગલે અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. આ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

  શનિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. ત્યારે આ સમયમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે તેને પગલે અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. આ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

  4/10
 • લોકસભા ચુંટણી માટે ગાંધીનગરથી પોતાનું ફોર્મ ભર્યા બાદ અમિત શાહ પહેલાવાર અમદાવાદમાં રોડ શો કરશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મોડી રાતે અમદાવાદ આવશે. આવતી કાલે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી કાર્યકર્તાઓ સાથે તેની ઉજવણી કરશે. અમદાવાદના વેજલપુર અને સાબરમતીમાં રોડ-શો પણ કરશે.

  લોકસભા ચુંટણી માટે ગાંધીનગરથી પોતાનું ફોર્મ ભર્યા બાદ અમિત શાહ પહેલાવાર અમદાવાદમાં રોડ શો કરશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મોડી રાતે અમદાવાદ આવશે. આવતી કાલે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી કાર્યકર્તાઓ સાથે તેની ઉજવણી કરશે. અમદાવાદના વેજલપુર અને સાબરમતીમાં રોડ-શો પણ કરશે.

  5/10
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેની સહયોગી કંપની રિલાયન્સ જિયો ડિજિટલ સર્વિસિસ લિમિટેડે હેપ્ટિક ઇન્ફોટેક પ્રા. લિ. (હેપ્ટિક) સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ સોદાની રકમ વૃદ્ધિ અને વિસ્તરણ સહિત કુલ ૭૦૦ કરોડ રૂપિયા છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેની સહયોગી કંપની રિલાયન્સ જિયો ડિજિટલ સર્વિસિસ લિમિટેડે હેપ્ટિક ઇન્ફોટેક પ્રા. લિ. (હેપ્ટિક) સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ સોદાની રકમ વૃદ્ધિ અને વિસ્તરણ સહિત કુલ ૭૦૦ કરોડ રૂપિયા છે.

  6/10
 • જેટ એરવેઝને નડી વધુ એક મુશ્કેલી, બાકી દેણા ચૂકવાતા  ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા જેટ એરવેઝને સપ્લાય કરાતા ફ્યૂલ પર રોક લગાવ્યો છે અને નાણાની ચુકવણી બાદ ફરીથી ઓઈલ સપ્લાય કરાશે તેવુ કહેવામાં આવી રહ્યું છે.

  જેટ એરવેઝને નડી વધુ એક મુશ્કેલી, બાકી દેણા ચૂકવાતા  ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા જેટ એરવેઝને સપ્લાય કરાતા ફ્યૂલ પર રોક લગાવ્યો છે અને નાણાની ચુકવણી બાદ ફરીથી ઓઈલ સપ્લાય કરાશે તેવુ કહેવામાં આવી રહ્યું છે.

  7/10
 • એક્ટર ઈરફાન ખાન છેલ્લા કેટલાક સમયથી કેંસરના ઈલાજ માટે લંડનમાં છે. હવે ઈલાજ પછી તે ભારત પરત ફર્યા છે અને પરત ફર્યા પછી તરત જ ઈરફાન ફરી એકવાર કામે લાગ્યો છે. ઈરફાને ફરી એકવાર ફિલ્મોમાં ફોક્સ કરી રહ્યો છે. ઈરફાન ખાને સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમ પછી તેની સિક્વલ અંગ્રેજી મીડિયમની શૂટિંગ શરુ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરમાં શરુ થઈ ગઈ છે.

  એક્ટર ઈરફાન ખાન છેલ્લા કેટલાક સમયથી કેંસરના ઈલાજ માટે લંડનમાં છે. હવે ઈલાજ પછી તે ભારત પરત ફર્યા છે અને પરત ફર્યા પછી તરત જ ઈરફાન ફરી એકવાર કામે લાગ્યો છે. ઈરફાને ફરી એકવાર ફિલ્મોમાં ફોક્સ કરી રહ્યો છે. ઈરફાન ખાને સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમ પછી તેની સિક્વલ અંગ્રેજી મીડિયમની શૂટિંગ શરુ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરમાં શરુ થઈ ગઈ છે.

  8/10
 • સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસથી તેની આગામી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. પહેલી એપ્રિલથી તેની મહેશ્વર, મધ્યપ્રદેશમાં શૂટિંગ શરૂ કરી છે. સલમાન ખાને પોતે આ બાબતે માહિતી આપી છે કે આ ફિલ્મના ગીત હુડ હુડ દબંગની શૂટિંગ પૂરી કરી લીધી છે. સલમાને સોશિયલ મીડિયા પર ફિલ્મના આ સોન્ગથી જોડાયેલ સીન શેર કરતાં લખ્યું છે કે, "દબંગ 3 માટે હુડ હુડ દબંગ પૂરું થઈ ગયું છે."

  સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસથી તેની આગામી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. પહેલી એપ્રિલથી તેની મહેશ્વર, મધ્યપ્રદેશમાં શૂટિંગ શરૂ કરી છે. સલમાન ખાને પોતે આ બાબતે માહિતી આપી છે કે આ ફિલ્મના ગીત હુડ હુડ દબંગની શૂટિંગ પૂરી કરી લીધી છે. સલમાને સોશિયલ મીડિયા પર ફિલ્મના આ સોન્ગથી જોડાયેલ સીન શેર કરતાં લખ્યું છે કે, "દબંગ 3 માટે હુડ હુડ દબંગ પૂરું થઈ ગયું છે."

  9/10
 • આજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. બૅન્ગલોરમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે આજે વિરાટ ઍન્ડ કંપની હારની હારમાળાને રોકીને જીતનું ખાતું ખોલવાના દૃઢ નર્ધિાર સાથે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન અને વર્લ્ડ નંબર વન બૅટ્સમૅન વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમે બારમી સીઝનની ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

  આજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. બૅન્ગલોરમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે આજે વિરાટ ઍન્ડ કંપની હારની હારમાળાને રોકીને જીતનું ખાતું ખોલવાના દૃઢ નર્ધિાર સાથે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન અને વર્લ્ડ નંબર વન બૅટ્સમૅન વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમે બારમી સીઝનની ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK