IPL 2020: મુંબઈની હાર પર નિરાશ હતો આ પ્લેયર, પ્રેમિકાના આ મેસેજે દિલ જીતી લીધું

Updated: 1st October, 2020 08:52 IST | Sheetal Patel
  • ઈશાન કિશનનો જન્મ 18 જૂલાઈ 1998ના રોજ પટના, બિહારમાં થયો હતો.

    ઈશાન કિશનનો જન્મ 18 જૂલાઈ 1998ના રોજ પટના, બિહારમાં થયો હતો.

    1/23
  • ઈશાનના પિતાનું નામ પ્રણવ પાંડે છે અને તેઓ બિલ્ડર છે. 

    ઈશાનના પિતાનું નામ પ્રણવ પાંડે છે અને તેઓ બિલ્ડર છે. 

    2/23
  • ઈશાનના ભાઈ રાજે તેની કારકિર્દી તરીકે ક્રિકેટને આગળ વધારવામાં તેમને ટેકો આપ્યો છે, જેથી તે આગળ વધી શકે.

    ઈશાનના ભાઈ રાજે તેની કારકિર્દી તરીકે ક્રિકેટને આગળ વધારવામાં તેમને ટેકો આપ્યો છે, જેથી તે આગળ વધી શકે.

    3/23
  • ઈશાનને નાનપણથી ક્રિકેટમાં ઘણો રસ હતો, તેના ભાઈએ તેની પ્રતિભા જોઈ અને તેને ક્રિકેટ રમવા માટે સલાહ આપી હતી.

    ઈશાનને નાનપણથી ક્રિકેટમાં ઘણો રસ હતો, તેના ભાઈએ તેની પ્રતિભા જોઈ અને તેને ક્રિકેટ રમવા માટે સલાહ આપી હતી.

    4/23
  • ઈશાન તેના ભાઈની સલાહ પ્રમાણે ક્રિકેટ ક્લબમાં જોડાયો અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

    ઈશાન તેના ભાઈની સલાહ પ્રમાણે ક્રિકેટ ક્લબમાં જોડાયો અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

    5/23
  • ઈશાન કિશન વિકેટકીપર અને ડાબા હાથનો બેટ્સમેન છે, જે બન્નેમાં ખૂબ કુશળ છે. 

    ઈશાન કિશન વિકેટકીપર અને ડાબા હાથનો બેટ્સમેન છે, જે બન્નેમાં ખૂબ કુશળ છે. 

    6/23
  • ઈશાન કિશનના કોચ સંતોષ કુમારનું કહેવું છે કે, "ઈશાન કિશનની પ્રતિભા મહેન્દ્રસિંહ ધોની અને ઑસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટ જેવી છે."

    ઈશાન કિશનના કોચ સંતોષ કુમારનું કહેવું છે કે, "ઈશાન કિશનની પ્રતિભા મહેન્દ્રસિંહ ધોની અને ઑસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટ જેવી છે."

    7/23
  • તેના કોચ સંતોષ કુમારની પણ ઇશાનની કારર્કિદીમાં વિશેષ ભૂમિકા રહી છે કારણ કે જ્યારે બીસીસીઆઈએ કોઈ કારણસર બિહાર ક્રિકેટ એસોસિએશનની માન્યતા રદ કરી ત્યારે ઈશાનના કોચ એટલે કે સંતોષકુમારે તેમને બહાર કે અન્ય રાજ્યમાં જવાની સલાહ આપી હતી.

    તેના કોચ સંતોષ કુમારની પણ ઇશાનની કારર્કિદીમાં વિશેષ ભૂમિકા રહી છે કારણ કે જ્યારે બીસીસીઆઈએ કોઈ કારણસર બિહાર ક્રિકેટ એસોસિએશનની માન્યતા રદ કરી ત્યારે ઈશાનના કોચ એટલે કે સંતોષકુમારે તેમને બહાર કે અન્ય રાજ્યમાં જવાની સલાહ આપી હતી.

    8/23
  • ત્યાર બાદ ઈશાનના પિતા પણ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ક્રિકેટમાં કંઈક કરે, એટલે કે ઈશાન કિશનને રાંચી મોકલી દીધો હતો.

    ત્યાર બાદ ઈશાનના પિતા પણ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ક્રિકેટમાં કંઈક કરે, એટલે કે ઈશાન કિશનને રાંચી મોકલી દીધો હતો.

    9/23
  • રાંચી આવીને ઈશાને પોતાની નવી કારકિર્દી શરૂ કરી અને પોતાની પ્રતિભાને અકબંધ રાખીને આગળ વધ્યો હતો.

    રાંચી આવીને ઈશાને પોતાની નવી કારકિર્દી શરૂ કરી અને પોતાની પ્રતિભાને અકબંધ રાખીને આગળ વધ્યો હતો.

    10/23
  • ઈશાનની સખત મહેનત રંગ લાવી અને તે ઝારખંડની રણજી ટીમમાં સિલેક્ટ થયો.

    ઈશાનની સખત મહેનત રંગ લાવી અને તે ઝારખંડની રણજી ટીમમાં સિલેક્ટ થયો.

    11/23
  • રણજી ટ્રોફીની મેચમાં ઈશાન કિશને દિલ્હી સામે સર્વોચ્ચ 273 રન બનાવ્યા, જે ઝારખંડ માટે એક ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર હતો.

    રણજી ટ્રોફીની મેચમાં ઈશાન કિશને દિલ્હી સામે સર્વોચ્ચ 273 રન બનાવ્યા, જે ઝારખંડ માટે એક ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર હતો.

    12/23
  • 22 ડિસેમ્બર 2015 ના રોજ યોજાનારી અંડર -19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને કમાન એને આપવામાં આવી હતી.

    22 ડિસેમ્બર 2015 ના રોજ યોજાનારી અંડર -19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને કમાન એને આપવામાં આવી હતી.

    13/23
  • તે એક વિકેટકીપર અને બેટ્સમેન છે, તે તેની ટીમ માટે ઓપનિંગ કરે છે અને તે ટીમના સંજોગોને આધારે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે.

    તે એક વિકેટકીપર અને બેટ્સમેન છે, તે તેની ટીમ માટે ઓપનિંગ કરે છે અને તે ટીમના સંજોગોને આધારે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે.

    14/23
  • અંડર -19 વર્લ્ડ કપ ઈશાન કિશન માટે ખૂબ સારો સાબિત થયો અને આ વર્લ્ડ કપ પછી તરત જ તેને આઈપીએલ માટે ફોન આવ્યો.

    અંડર -19 વર્લ્ડ કપ ઈશાન કિશન માટે ખૂબ સારો સાબિત થયો અને આ વર્લ્ડ કપ પછી તરત જ તેને આઈપીએલ માટે ફોન આવ્યો.

    15/23
  • 2017ની આઈપીએલમાં ઈશાન કિશનને ગુજરાત લાયન્સની ટીમ સાથે રમવાની તક મળી હતી.

    2017ની આઈપીએલમાં ઈશાન કિશનને ગુજરાત લાયન્સની ટીમ સાથે રમવાની તક મળી હતી.

    16/23
  • ઈશાન કિશન પણ ગુજરાત લાયન્સ ટીમમાં પણ ઓપનિંગ બૅટ્સમેન હતો.

    ઈશાન કિશન પણ ગુજરાત લાયન્સ ટીમમાં પણ ઓપનિંગ બૅટ્સમેન હતો.

    17/23
  • તાજેતર ચાલી રહેલી આઈપીએલ મૅચમાં સોમવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોરની મૅચમાં કિશનના 58 બૉલમાં 99 રન ફટકાર્યા હતા છતાં મુંબઈ હારી ગઈ હતી, તેથી લાખો ચાહકોએ કિશનનાં વખાણ કરીને નિરાશ ન થવાની સલાહ પણ આપી હતી. જોકે એ બધા મેસેજિસમાં એક જણે બધાનું ખાસ ધ્યાન ખેંચ્ચું હતું અને એ હતી ‘આઇ ઍમ સો પ્રાઉડ ઑફ બેબી.’ 

    તાજેતર ચાલી રહેલી આઈપીએલ મૅચમાં સોમવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોરની મૅચમાં કિશનના 58 બૉલમાં 99 રન ફટકાર્યા હતા છતાં મુંબઈ હારી ગઈ હતી, તેથી લાખો ચાહકોએ કિશનનાં વખાણ કરીને નિરાશ ન થવાની સલાહ પણ આપી હતી. જોકે એ બધા મેસેજિસમાં એક જણે બધાનું ખાસ ધ્યાન ખેંચ્ચું હતું અને એ હતી ‘આઇ ઍમ સો પ્રાઉડ ઑફ બેબી.’ 

    18/23
  • આ મેસેજ કિશનની કહેવાતી ગર્લફ્રેન્ડ અદિતિ હુન્ડિયાનો હતો. અદિતિએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં 99 રન પર આઉટ થઈને પૅવિલિયનમાં પાછા ફરી રહેલા કિશનના ફોટો સાથે આ મેસેજ પોસ્ટ કર્યો હતો.

    આ મેસેજ કિશનની કહેવાતી ગર્લફ્રેન્ડ અદિતિ હુન્ડિયાનો હતો. અદિતિએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં 99 રન પર આઉટ થઈને પૅવિલિયનમાં પાછા ફરી રહેલા કિશનના ફોટો સાથે આ મેસેજ પોસ્ટ કર્યો હતો.

    19/23
  • ઘણા સમયથી કિશન અને 2017 મિસ ઇન્ડિયા ફાઈનલિસ્ટ અદિતિ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની વાતો થયા કરતી હતી, પણ હવે ‌અદિતિએ તેના મેસેજમાં બેબી શબ્દ લખતાં બધા તેમની વચ્ચે કંઈક છે એ કન્ફર્મ હોવાનું માનવા લાગ્યા છે. 

    ઘણા સમયથી કિશન અને 2017 મિસ ઇન્ડિયા ફાઈનલિસ્ટ અદિતિ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની વાતો થયા કરતી હતી, પણ હવે ‌અદિતિએ તેના મેસેજમાં બેબી શબ્દ લખતાં બધા તેમની વચ્ચે કંઈક છે એ કન્ફર્મ હોવાનું માનવા લાગ્યા છે. 

    20/23
  • ગયા વર્ષે પણ અદિતિ ચર્ચામાં આવી હતી અને મુંબઈની મૅચ વખતે અવારનવાર કૅમેરા તેના પર ફોકસ થતો જોવા મળ્યો હતો.

    ગયા વર્ષે પણ અદિતિ ચર્ચામાં આવી હતી અને મુંબઈની મૅચ વખતે અવારનવાર કૅમેરા તેના પર ફોકસ થતો જોવા મળ્યો હતો.

    21/23
  • ફાઇનલમાં પણ અદિતિ મુંબઈની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. 

    ફાઇનલમાં પણ અદિતિ મુંબઈની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. 

    22/23
  • ઈશાન-અદિતિ વિશે જાતજાતની વાતો સોશ્યલ મીડિયામાં ફરી રહી હોવા છતાં બન્નેમાંથી કોઈએ ક્યારેય કોઈ ખુલાસો નથી કર્યો.

    ઈશાન-અદિતિ વિશે જાતજાતની વાતો સોશ્યલ મીડિયામાં ફરી રહી હોવા છતાં બન્નેમાંથી કોઈએ ક્યારેય કોઈ ખુલાસો નથી કર્યો.

    23/23
  • loading...

ફોટોઝ વિશે

ઝારખંડનો યુવા વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશન એક રન માટે સદી ચૂકી ગયો હતો અને ટીમને જીતના દ્વાર સુધી લઈ આવ્યો હતો છતાં જીત ન અપાવી શકતાં નિરાશ થઈ ગયો હતો. કિશન પૅવિલિયનમાં જઈને માથું ઝુકાવીને હતાશ થઈને બેસી ગયો હતો એ દૃશ્ય વારંવાર ટીવી પર દેખાડવામાં આવતું હતું અને એ ક્ષણનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયો હતો. આજે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે મુંબઈ ઈન્ડિયન્સનો જોરદાર મુકાબલો થવાનો છે, ત્યારે આપણે આજે આ યુવા બૅટ્સમૅન ઈશાન કિશનની તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે..

તસવીર સૌજન્ય - ઈશાન કિશન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 1st October, 2020 08:42 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK