કૅપ્ટન કુલ થયો દુ:ખી, ગુરુ દેવલ સહાયનું નિધન

Published: 24th November, 2020 15:31 IST | Rachana Joshi
  • દેવલ સહાય 73 વર્ષના હતા. તે રમતગમતની દુનિયાના મોટી વ્યક્તિ હતા. સપ્ટેમ્બર મહિનાથી તેઓ રાંચીની હૉસ્પિટલમાં દાખલ હતા. હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને 40 દિવસે રજા આપવામાં આવી હતી. પછી તેઓ ઘરે ગયા હતા અને આજે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે. આજે સવારે ત્રણ વાગે તેમનું અવસાન થયું હોવાના અહેવાલ છે.

    દેવલ સહાય 73 વર્ષના હતા. તે રમતગમતની દુનિયાના મોટી વ્યક્તિ હતા. સપ્ટેમ્બર મહિનાથી તેઓ રાંચીની હૉસ્પિટલમાં દાખલ હતા. હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને 40 દિવસે રજા આપવામાં આવી હતી. પછી તેઓ ઘરે ગયા હતા અને આજે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે. આજે સવારે ત્રણ વાગે તેમનું અવસાન થયું હોવાના અહેવાલ છે.

    1/5
  • દેવલ સહાય ક્રિકેટ અને ફૂટબોલના મહાન ખેલાડી રહ્યાં છે. તેઓ જેએસસીએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ મેકોન, સીસીએલ અને સીએમપીડીઆઈમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત રહ્યાં છે.

    દેવલ સહાય ક્રિકેટ અને ફૂટબોલના મહાન ખેલાડી રહ્યાં છે. તેઓ જેએસસીએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ મેકોન, સીસીએલ અને સીએમપીડીઆઈમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત રહ્યાં છે.

    2/5
  • ક્રિકેટ જગતમાં દેવલ દાના નામે જાણીતા દેવલ સહાયે ઝારખંડના ઘણા ક્રિકેટ ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમને રાંચીમાં ક્રિકેટના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ડઝનેક ક્રિકેટરોએ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ મહત્વનું છે. મૂળ ઈલેક્ટ્રિક્લ એન્જિનિયર રહેલા દેવલ સહાયને રાંચીમાં ટર્ફ પિચ લાવવાનો શ્રેય જાય છે.

    ક્રિકેટ જગતમાં દેવલ દાના નામે જાણીતા દેવલ સહાયે ઝારખંડના ઘણા ક્રિકેટ ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમને રાંચીમાં ક્રિકેટના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ડઝનેક ક્રિકેટરોએ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ મહત્વનું છે. મૂળ ઈલેક્ટ્રિક્લ એન્જિનિયર રહેલા દેવલ સહાયને રાંચીમાં ટર્ફ પિચ લાવવાનો શ્રેય જાય છે.

    3/5
  • દેવલ સહાયે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (સીસીએલ) ના ડિરેક્ટર તરીકે યુવાન ધોનીને 1997-98માં સ્ટાઈપન પર રાખ્યો હતો. એમએસ ધોનીની બાયોપિકમાં પણ દેવલ સહાયનો ઉલ્લેખ કરાયો છે. શીશમહલ ટુર્નામેન્ટની મેચોમાં જ્યારે પણ ધોનીએ સિક્સર ફટકારી ત્યારે દેવલ સહાયે માહીને 50 રૂપિયાની ભેટ આપી હતી. દેવલ સહાય ધોનીના સમર્પણ અને ક્રિકેટિંગ કુશળતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને બિહારની ટીમમાં જોડાવાની પ્રેરણા આપી હતી. ધોનીની કારર્કિદીમાં તેમનો ફાળો મહત્વનો છે.

    દેવલ સહાયે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (સીસીએલ) ના ડિરેક્ટર તરીકે યુવાન ધોનીને 1997-98માં સ્ટાઈપન પર રાખ્યો હતો. એમએસ ધોનીની બાયોપિકમાં પણ દેવલ સહાયનો ઉલ્લેખ કરાયો છે. શીશમહલ ટુર્નામેન્ટની મેચોમાં જ્યારે પણ ધોનીએ સિક્સર ફટકારી ત્યારે દેવલ સહાયે માહીને 50 રૂપિયાની ભેટ આપી હતી. દેવલ સહાય ધોનીના સમર્પણ અને ક્રિકેટિંગ કુશળતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને બિહારની ટીમમાં જોડાવાની પ્રેરણા આપી હતી. ધોનીની કારર્કિદીમાં તેમનો ફાળો મહત્વનો છે.

    4/5
  • દેવલ સહાય તેમની પાછળ સંપૂર્ણ કુટુંબને છોડી ગયા છે. તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર સહિત આખું ઝારખંડ ખેલ જગત તેમના નિધનની દુ:ખી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેમના નિધનના સમાચારથી દુ;ખી છે.

    દેવલ સહાય તેમની પાછળ સંપૂર્ણ કુટુંબને છોડી ગયા છે. તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર સહિત આખું ઝારખંડ ખેલ જગત તેમના નિધનની દુ:ખી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેમના નિધનના સમાચારથી દુ;ખી છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

‘કૅપ્ટન કુલ’ના નામે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) માટે મંગળવારની સવાર એક ખરાબ સમાચાર લઈને આવી છે. તેના બાળપણના ગુરુ દેવલ સહાય (Deval Sahay)નું 73 વર્ષની વયે નિધન થયું છે. લાંબો સમયથી તેઓ બીમારી સામે લડતા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK