હાર્દિક પંડયા: આ ગુજરાતી ક્રિકેટર ઉધારીના પૈસે ક્રિકેટ શીખ્યો હતો, હવે ઈન્ડિયન ટીમનો સુપરસ્ટાર

Updated: 17th October, 2020 15:01 IST | Rachana Joshi
 • હાર્દિક પંડયાનો જન્મ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં 11 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. આજે તેનો 27મો જન્મદિવસ છે.

  હાર્દિક પંડયાનો જન્મ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં 11 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. આજે તેનો 27મો જન્મદિવસ છે.

  1/21
 • આ ગુજરાતી ક્રિકેટરે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને જીવનમાં આટલી સફળતા હાંસલ કરી છે.

  આ ગુજરાતી ક્રિકેટરે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને જીવનમાં આટલી સફળતા હાંસલ કરી છે.

  2/21
 • હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં કાર ફાઈનાન્સનો વ્યાપાર કરતા હતા. 1993માં ધંધો બંધ કરીને તેઓ વડોદરા શિફ્ટ થઈ ગયા હતા.

  હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં કાર ફાઈનાન્સનો વ્યાપાર કરતા હતા. 1993માં ધંધો બંધ કરીને તેઓ વડોદરા શિફ્ટ થઈ ગયા હતા.

  3/21
 • હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા ક્રિકેટના બહુ મોટા પ્રશંસક હતા. તેઓ બન્ને દીકરાઓ હાર્દિક અને કુણાલને મેચ જોવા લઈ જતા. અહીંથી જ હાર્દિકને ક્રિકેટર બનવાની પ્રેરણા મળી હતી. હોવા છતાં હિમાંશુએ તેમના પુત્રોને વડોદરાની કિરણ મોર એકેડેમીમાં મોકલ્યા અને ત્યાંથી જ હાર્દિકની ક્રિકેટર બનવાની યાત્રા શરૂ થઈ.

  હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા ક્રિકેટના બહુ મોટા પ્રશંસક હતા. તેઓ બન્ને દીકરાઓ હાર્દિક અને કુણાલને મેચ જોવા લઈ જતા. અહીંથી જ હાર્દિકને ક્રિકેટર બનવાની પ્રેરણા મળી હતી. હોવા છતાં હિમાંશુએ તેમના પુત્રોને વડોદરાની કિરણ મોર એકેડેમીમાં મોકલ્યા અને ત્યાંથી જ હાર્દિકની ક્રિકેટર બનવાની યાત્રા શરૂ થઈ.

  4/21
 • ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હાર્દિક પંડયાએ ભણવાનું છોડી દીધું હતું. તે નવમા ધરણ સુધી એમકે હાઈસ્કુલમાં ભણ્યો હતો.

  ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હાર્દિક પંડયાએ ભણવાનું છોડી દીધું હતું. તે નવમા ધરણ સુધી એમકે હાઈસ્કુલમાં ભણ્યો હતો.

  5/21
 • પિતાને બિઝનેસમાં બહુ નુકસાન થવા છતા તેમણે હાર્દિક પંડયાની ક્રિકેટ ટ્રેનિંગ પર કોઈ આંચ આવવા નહોતી દેતી. પંડયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારી પાસે કાર તો હતી પણ તેમા પેટ્રોલ ભરાવવા માટે પૈસા નહોતા. એટલે અમે બસમાં લટકીને મેચ રમવા જતા હતા.

  પિતાને બિઝનેસમાં બહુ નુકસાન થવા છતા તેમણે હાર્દિક પંડયાની ક્રિકેટ ટ્રેનિંગ પર કોઈ આંચ આવવા નહોતી દેતી. પંડયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારી પાસે કાર તો હતી પણ તેમા પેટ્રોલ ભરાવવા માટે પૈસા નહોતા. એટલે અમે બસમાં લટકીને મેચ રમવા જતા હતા.

  6/21
 • હાર્દિક પંડયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે હું એવા પણ સમયમાંથી પસાર થયો છું જ્યારે મારે નાશ્તા અને ડિનરમાં મેગી ખાઈને સમય વિતાવવો પડતો હતો.

  હાર્દિક પંડયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે હું એવા પણ સમયમાંથી પસાર થયો છું જ્યારે મારે નાશ્તા અને ડિનરમાં મેગી ખાઈને સમય વિતાવવો પડતો હતો.

  7/21
 • ફક્ત ખાવા માટે જ હાર્દિક પંડયાને સંઘર્ષ કરવો પડયો હોય તેવું નથી. તેની પાસે ક્રિકેટ કિટ લેવા માટે પણ પૈસા નહોતા. પ્રેક્ટિસ મેચમાં તે મિત્રો પાસેથી કિટ ઉધાર માંગીને રમતો હતો.

  ફક્ત ખાવા માટે જ હાર્દિક પંડયાને સંઘર્ષ કરવો પડયો હોય તેવું નથી. તેની પાસે ક્રિકેટ કિટ લેવા માટે પણ પૈસા નહોતા. પ્રેક્ટિસ મેચમાં તે મિત્રો પાસેથી કિટ ઉધાર માંગીને રમતો હતો.

  8/21
 • વર્ષ 2010માં હાર્દિકના પિતાને હાર્ટ એટેક આવતા તેમના ઘરમાં આવક બંધ થઈ ગઈ હતી. પછી આવક માટે ઘરનું ગુજરાત ચલાવવા માટે હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બાજુના ગામડામાં ક્રિકેટ રમવા જતા હતા. ત્યારે તેમને પ્રત્યેક મેચના 400-500 રૂપિયા મળતા હતા.

  વર્ષ 2010માં હાર્દિકના પિતાને હાર્ટ એટેક આવતા તેમના ઘરમાં આવક બંધ થઈ ગઈ હતી. પછી આવક માટે ઘરનું ગુજરાત ચલાવવા માટે હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બાજુના ગામડામાં ક્રિકેટ રમવા જતા હતા. ત્યારે તેમને પ્રત્યેક મેચના 400-500 રૂપિયા મળતા હતા.

  9/21
 • પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ તેમની એકેડમીમાં હાર્દિક પંડયાને ત્રણ વર્ષ ફ્રીમાં ટ્રેનિંગ આપી હતી. શરૂઆતમાં તે લેગ સ્પિનર હતો. પણ કિરણ મોરેની સલાહથી તે ફાસ્ટ બૉલર બન્યો હતો. ઘરેલૂ ક્રિકેટમાં બન્ને ભાઈઓ વડોદરાની ટીમમાંથી રમતા હતા.

  પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ તેમની એકેડમીમાં હાર્દિક પંડયાને ત્રણ વર્ષ ફ્રીમાં ટ્રેનિંગ આપી હતી. શરૂઆતમાં તે લેગ સ્પિનર હતો. પણ કિરણ મોરેની સલાહથી તે ફાસ્ટ બૉલર બન્યો હતો. ઘરેલૂ ક્રિકેટમાં બન્ને ભાઈઓ વડોદરાની ટીમમાંથી રમતા હતા.

  10/21
 • હાર્દિક પંડયા જ્યારે તેના કોચની અંડર રમતા હતા તયારે તેમણે હાર્દિકને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં બૉલ બૉય માટે ફોર્મ ભરવાનું કહ્યું હતું. પણ હાર્દિકે તે સાંભળ્યું નહોતું. જ્યારે કુણાલે ફોર્મ ભરી દીધું હતું. આ કારણસર કોચ નારાજ થઈ ગયા અને તેમની નારાજગીને લીધે હાર્દિકને બે વર્ષ અંડર-16 ક્રિકેટથી દુર રહેવું પડયું હતું.

  હાર્દિક પંડયા જ્યારે તેના કોચની અંડર રમતા હતા તયારે તેમણે હાર્દિકને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં બૉલ બૉય માટે ફોર્મ ભરવાનું કહ્યું હતું. પણ હાર્દિકે તે સાંભળ્યું નહોતું. જ્યારે કુણાલે ફોર્મ ભરી દીધું હતું. આ કારણસર કોચ નારાજ થઈ ગયા અને તેમની નારાજગીને લીધે હાર્દિકને બે વર્ષ અંડર-16 ક્રિકેટથી દુર રહેવું પડયું હતું.

  11/21
 • અંડર-19ના છેલ્લા વર્ષમાં પણ હાર્દિક પંડયા ડ્રોપ થવાની અણીએ હતો. પરંતુ અસિસટન્ટ કોચ અને અન્ય ત્રણ સિનિયર પ્લેયર્સને કારણે તેને તક મળી હતી.

  અંડર-19ના છેલ્લા વર્ષમાં પણ હાર્દિક પંડયા ડ્રોપ થવાની અણીએ હતો. પરંતુ અસિસટન્ટ કોચ અને અન્ય ત્રણ સિનિયર પ્લેયર્સને કારણે તેને તક મળી હતી.

  12/21
 • વર્ષ 2015ની ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની સિઝન હાર્દિક પંડયાના જીવન માટે ગેમ ચેન્જર સાબિત થઈ હતી. આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે તેને 10 લાખ રૂપિયા બેઝ પ્રાઈઝમાં ખરીદયો હતો. ત્યાંથી તેના ટીમ ઈન્ડિયાના દરવાજા પણ ખુલ્યા હતા.

  વર્ષ 2015ની ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની સિઝન હાર્દિક પંડયાના જીવન માટે ગેમ ચેન્જર સાબિત થઈ હતી. આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે તેને 10 લાખ રૂપિયા બેઝ પ્રાઈઝમાં ખરીદયો હતો. ત્યાંથી તેના ટીમ ઈન્ડિયાના દરવાજા પણ ખુલ્યા હતા.

  13/21
 • હાર્દિક પંડયાએ 2016માં તેનું વન-ડે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તે 45 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમા તેણે 29.24ની સરેરાશથી 757 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 83 છે. પંડ્યાના નામે 45 વિકેટ પણ છે.

  હાર્દિક પંડયાએ 2016માં તેનું વન-ડે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તે 45 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. જેમા તેણે 29.24ની સરેરાશથી 757 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 83 છે. પંડ્યાના નામે 45 વિકેટ પણ છે.

  14/21
 • હાર્દિક પંડ્યાએ જુલાઈ 2017 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પંડ્યાએ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 36.80ની સરેરાશથી 532 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 108 છે. પંડયાએ 17 વિકેટ ઝડપી છે.

  હાર્દિક પંડ્યાએ જુલાઈ 2017 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પંડ્યાએ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 36.80ની સરેરાશથી 532 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 108 છે. પંડયાએ 17 વિકેટ ઝડપી છે.

  15/21
 • જાન્યુઆરી 2016માં હાર્દિક પંડયાએ ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે 38 મેચમાં 16.44ની સરેરાશથી 296 રન બનાવ્યા છે અને 36 વિકેટ લીધી છે.

  જાન્યુઆરી 2016માં હાર્દિક પંડયાએ ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે 38 મેચમાં 16.44ની સરેરાશથી 296 રન બનાવ્યા છે અને 36 વિકેટ લીધી છે.

  16/21
 • હાર્દિક પંડયા IPLમાં શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે. આઈપીએલની કારકિર્દીમાં તેણે 73 મેચ રમી ચે. જેમાં 155.22નો સ્ટ્રાઇક રેટ અને 29.34ની સરેરાશથી 1,203 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેહ્ઠ સ્કોર છે 91 છે. તેમજ તેણે 42 વિકેટ પણ ઝડપી છે.

  હાર્દિક પંડયા IPLમાં શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે. આઈપીએલની કારકિર્દીમાં તેણે 73 મેચ રમી ચે. જેમાં 155.22નો સ્ટ્રાઇક રેટ અને 29.34ની સરેરાશથી 1,203 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેહ્ઠ સ્કોર છે 91 છે. તેમજ તેણે 42 વિકેટ પણ ઝડપી છે.

  17/21
 • 2020 શરૂ થયું તેની પુર્વ સંધ્યાએ હાર્દિક પંડયાએ સર્બિયન ડાન્સર નતાશા સ્ટેન્કોવિક સાથેની તસવીર શૅર કરી ત્યારે બન્ને એકબીજાને ડેટ કરતા હોવાની લોકોને જાણ થઈ હતી. પછી નવા વર્ષના પહેલા દિવસે હાર્દિક પંડયાએ નતાશા સાથે સગાઈ થઈ હોવાની જાહેરાત કરી હતી. દુબઈમાં બોટ પર હાર્દિક પંડયાએ નતાશાને પ્રપોઝ કર્યો હતો.

  2020 શરૂ થયું તેની પુર્વ સંધ્યાએ હાર્દિક પંડયાએ સર્બિયન ડાન્સર નતાશા સ્ટેન્કોવિક સાથેની તસવીર શૅર કરી ત્યારે બન્ને એકબીજાને ડેટ કરતા હોવાની લોકોને જાણ થઈ હતી. પછી નવા વર્ષના પહેલા દિવસે હાર્દિક પંડયાએ નતાશા સાથે સગાઈ થઈ હોવાની જાહેરાત કરી હતી. દુબઈમાં બોટ પર હાર્દિક પંડયાએ નતાશાને પ્રપોઝ કર્યો હતો.

  18/21
 • 31 મે 2020ના રોજ હાર્દિક પંડયા અને નતાશા સ્ટેન્કોવિકે માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી અને 30 જુલાઈએ તેઓ એક દીકરાના માતા-પિતા બન્યા હતા. તેનું નામ તેમણે અગસ્ત્ય રાખ્યું છે.

  31 મે 2020ના રોજ હાર્દિક પંડયા અને નતાશા સ્ટેન્કોવિકે માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી અને 30 જુલાઈએ તેઓ એક દીકરાના માતા-પિતા બન્યા હતા. તેનું નામ તેમણે અગસ્ત્ય રાખ્યું છે.

  19/21
 • હાર્દિક પંડયા ક્રિકેટ અને પર્સનલ લાઈફ બન્નેમાં બેલેન્સ ધરાવે છે અને અત્યારે મજાની લાઈફ જીવી રહ્યો છે. સાથે જ દરક ગુજરાતીઓને ગર્વ થાય તેવું પ્રદર્શન મેદાન પર પણ કરી રહ્યો છે.

  હાર્દિક પંડયા ક્રિકેટ અને પર્સનલ લાઈફ બન્નેમાં બેલેન્સ ધરાવે છે અને અત્યારે મજાની લાઈફ જીવી રહ્યો છે. સાથે જ દરક ગુજરાતીઓને ગર્વ થાય તેવું પ્રદર્શન મેદાન પર પણ કરી રહ્યો છે.

  20/21
 • ફિટનેસ, ફેશન અને ક્રિકેટના સુપરમેન હાર્દિક પંડયાને જન્મસદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  ફિટનેસ, ફેશન અને ક્રિકેટના સુપરમેન હાર્દિક પંડયાને જન્મસદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટીમનો ઓલ રાઉન્ડર અને ટીમનો કપિલ દેવ કહેવાતા ગુજરાતી યુવા ક્રિકેટર હાર્દિક પંડયા (Hardik Pandya)નો આજે એટલે કે 3 ઓક્ટોબર 2020ના રોજ 27મો જન્મદિવસ છે. વન ડે, ટી-20 અથવા ટેસ્ટ આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની ઉપયોગિતા સાબિત કરનાર હાર્દિક પંડયાએ ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તેના જન્મદિવસે અમે તેની સંધર્ષ ગાથા અને જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

(તસવીર સૌજન્ય: હાર્દિક પંડયા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 11th October, 2020 15:52 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK