HBD રિષભ પંત: પિતાના મૃત્યુ સમયે પણ રમતો હતો મેચ, આવી છે સંઘર્ષ ગાથા

Updated: 4th October, 2020 16:43 IST | Rachana Joshi
 • રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂડકીના ઉત્તરાખંડમાં થયો છે. આજે તેનો 23મો જન્મદિવસ છે.

  રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂડકીના ઉત્તરાખંડમાં થયો છે. આજે તેનો 23મો જન્મદિવસ છે.

  1/21
 • તોફાની બેટિંગ માટે જાણીતા રિષભ પંતે નાની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણેય ફોર્મેટમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

  તોફાની બેટિંગ માટે જાણીતા રિષભ પંતે નાની ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણેય ફોર્મેટમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

  2/21
 • 12 વર્ષની ઉંમરમાં રિષભ પંત દિલ્હી પોતાની માતા સાથે પહોંચ્યો હતો. ઉત્તરાખંડમાં ક્રિકેટનું માહોલ ન હોવાને લીધે રિષભ પંત દિલ્હી ગયો હતો.

  12 વર્ષની ઉંમરમાં રિષભ પંત દિલ્હી પોતાની માતા સાથે પહોંચ્યો હતો. ઉત્તરાખંડમાં ક્રિકેટનું માહોલ ન હોવાને લીધે રિષભ પંત દિલ્હી ગયો હતો.

  3/21
 • દિલ્હીમાં તેને શિખર ધવન, આકાશ ચોપડા, આશિષ નેહરા, અતુલ વાસન, અજય શર્મા અને અંજુમ ચોપરા જેવા ક્રિકેટરોના માર્ગદર્શક તારક સિન્હાએ તેને ટ્રેનિંગ આપી હતી.

  દિલ્હીમાં તેને શિખર ધવન, આકાશ ચોપડા, આશિષ નેહરા, અતુલ વાસન, અજય શર્મા અને અંજુમ ચોપરા જેવા ક્રિકેટરોના માર્ગદર્શક તારક સિન્હાએ તેને ટ્રેનિંગ આપી હતી.

  4/21
 • દિલ્હીમાં રિષભ પંતના કોઈ જ સગા નહોતા. રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી. આખરે તેને મોતીબાગની ગુરુદ્વારામાં રહેવા માટે સ્થાન મળ્યું. ત્યાં જ લંગરમાંથી જમવાનું પણ મળી રહેતું. ગુરુદ્વારામાં રિષભ પંતની માતા સેવા કરતી અને તે ક્રિકેટ પ્રેક્ટિસ.

  દિલ્હીમાં રિષભ પંતના કોઈ જ સગા નહોતા. રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી. આખરે તેને મોતીબાગની ગુરુદ્વારામાં રહેવા માટે સ્થાન મળ્યું. ત્યાં જ લંગરમાંથી જમવાનું પણ મળી રહેતું. ગુરુદ્વારામાં રિષભ પંતની માતા સેવા કરતી અને તે ક્રિકેટ પ્રેક્ટિસ.

  5/21
 • સૌપ્રથમ રિષભ પંતે 12 વર્ષની ઉંમરમાં તારક સિન્હાના ક્લબની ટેલેન્ટ હન્ટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ અન્ડર-12 ટુર્નામેન્ટમાં તેણે ત્રણ શતક ફટકાર્યા હતા અને 'મેન ઓફ ધ ટુર્નામેન્ટ' રહ્યો હતો.

  સૌપ્રથમ રિષભ પંતે 12 વર્ષની ઉંમરમાં તારક સિન્હાના ક્લબની ટેલેન્ટ હન્ટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ અન્ડર-12 ટુર્નામેન્ટમાં તેણે ત્રણ શતક ફટકાર્યા હતા અને 'મેન ઓફ ધ ટુર્નામેન્ટ' રહ્યો હતો.

  6/21
 • દિલ્હીમાં ઘરેલું ક્રિકેટ રમવા માટે ઘણી હરીફાઈ હતી. કોચ તારક સિન્હાએ રિષભ પંતને રાજસ્થાન તરફથી રમવા માટે સલાહ આપી હતી. એટલે તે રાજસ્થાન જઈને રાજ્ય માટે અંડર-14 અને અંડર-16 ટૂર્નામેન્ટમાં રમ્યો. પરંતુ બહારનો હોવાને લીધે તે થોડાક સમયમાં ટીમમાંથી બહાર થઈ ગયો.

  દિલ્હીમાં ઘરેલું ક્રિકેટ રમવા માટે ઘણી હરીફાઈ હતી. કોચ તારક સિન્હાએ રિષભ પંતને રાજસ્થાન તરફથી રમવા માટે સલાહ આપી હતી. એટલે તે રાજસ્થાન જઈને રાજ્ય માટે અંડર-14 અને અંડર-16 ટૂર્નામેન્ટમાં રમ્યો. પરંતુ બહારનો હોવાને લીધે તે થોડાક સમયમાં ટીમમાંથી બહાર થઈ ગયો.

  7/21
 • રાજસ્થાનથી હતાશ થયા પછી રિષભ પંત દિલ્હી પરત આવ્યો અને ઘરેલુ ક્રિકેટ રમવા લાગ્યો. આ દરમિયાન તેણે સતત સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. એટલે ભારતની અંડર-19 ટીમમાં તેનું સિલેક્શન થયું અને રાહુલ દ્રવિડ તેને કોચિંગ આપવા લાગ્યા હતા.

  રાજસ્થાનથી હતાશ થયા પછી રિષભ પંત દિલ્હી પરત આવ્યો અને ઘરેલુ ક્રિકેટ રમવા લાગ્યો. આ દરમિયાન તેણે સતત સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. એટલે ભારતની અંડર-19 ટીમમાં તેનું સિલેક્શન થયું અને રાહુલ દ્રવિડ તેને કોચિંગ આપવા લાગ્યા હતા.

  8/21
 • બાંગ્લાદેશમાં રમાયેલા 2016 અંડર-19 વર્લ્ડ કપમાં રિષભ પંતે તોફાની બેટ્સમેન તરીકેની ઓળખ બનાવી હતી. આ ટૂર્નામેન્ટમાં તેણે નેપાળ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પછી તેણે કદી પાછળ ફરીને જોયું નહીં. ભારત ભલે આ વર્લ્ડ કપ જીતી ન શક્યું પણ રિષભ પંતનું નામ પ્રખ્યાત થયું.

  બાંગ્લાદેશમાં રમાયેલા 2016 અંડર-19 વર્લ્ડ કપમાં રિષભ પંતે તોફાની બેટ્સમેન તરીકેની ઓળખ બનાવી હતી. આ ટૂર્નામેન્ટમાં તેણે નેપાળ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પછી તેણે કદી પાછળ ફરીને જોયું નહીં. ભારત ભલે આ વર્લ્ડ કપ જીતી ન શક્યું પણ રિષભ પંતનું નામ પ્રખ્યાત થયું.

  9/21
 • આમ તો રિષભ પંતે 2015થી રણજીમાં દિલ્હી તરફથી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ 2016-17ની સીઝન તેના જીવનમાં પરિવર્તન લાવનારી સાબિત થઈ હતી. આ સિઝનમાં તેણે 8 મેચમાં 81ની સરેરાશથી 972 રન બનાવ્યા હતા. આ જ સિઝનમાં તેણે મહારાષ્ટ્ર સામે ત્રિ-સદી ફટકારી હતી અને તે કરનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ઝારખંડ સામેની મેચમાં પણ તેણે માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી, જે રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી છે.

  આમ તો રિષભ પંતે 2015થી રણજીમાં દિલ્હી તરફથી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ 2016-17ની સીઝન તેના જીવનમાં પરિવર્તન લાવનારી સાબિત થઈ હતી. આ સિઝનમાં તેણે 8 મેચમાં 81ની સરેરાશથી 972 રન બનાવ્યા હતા. આ જ સિઝનમાં તેણે મહારાષ્ટ્ર સામે ત્રિ-સદી ફટકારી હતી અને તે કરનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ઝારખંડ સામેની મેચમાં પણ તેણે માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી, જે રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી છે.

  10/21
 • વર્ષ 2016ના અંડર-19 વર્લ્ડ કપના પર્ફોમન્સ પછી ઈન્ડિયન પ્રિમિયર લીગ 2016માં દિલ્હી કૅપિટલ્સ (દિલ્હી ડેયરડેવિલ્સ)ની ટીમે 10 લાખ બેસ પ્રાઈઝ વાળા રિષભ પંતને 1.9 કરોડમાં ખરીદ્યો. ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. પણ 2016ની આઈપીએલમાં રિષભ પંતનુ પર્ફોમન્સ સારું નહોતું રહ્યું.

  વર્ષ 2016ના અંડર-19 વર્લ્ડ કપના પર્ફોમન્સ પછી ઈન્ડિયન પ્રિમિયર લીગ 2016માં દિલ્હી કૅપિટલ્સ (દિલ્હી ડેયરડેવિલ્સ)ની ટીમે 10 લાખ બેસ પ્રાઈઝ વાળા રિષભ પંતને 1.9 કરોડમાં ખરીદ્યો. ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. પણ 2016ની આઈપીએલમાં રિષભ પંતનુ પર્ફોમન્સ સારું નહોતું રહ્યું.

  11/21
 • 2017ની આઈપીએલમાં રિષભ પંતે વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 14વમેચમાં 26.14ની સરેરાશ અને 165.61ના સ્ટાઈક રેટથી 366 રન બનાવ્યા હતા. જેમા તેણે બે અર્ધસદી ફટકારી હતી અને 97 રનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી હતી.

  2017ની આઈપીએલમાં રિષભ પંતે વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 14વમેચમાં 26.14ની સરેરાશ અને 165.61ના સ્ટાઈક રેટથી 366 રન બનાવ્યા હતા. જેમા તેણે બે અર્ધસદી ફટકારી હતી અને 97 રનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી હતી.

  12/21
 • રિષભ પંત જ્યારે 2017ની આઈપીએલ રમી રહ્યો હતો ત્યારે તેના પિતા રાજેન્દ્ર પંતનું હૃદય રોગનો હુમલો આવવાને લીધે અવસાન થયું હતું. ત્યારે તે ફક્ત એક જ દિવસ માટે પિતાની અંતિમવિધિ કરવા માટે ગામ ગયો હતો અને મુંબઈ પરત ફરીને બીજા દિવસે જ ટીમ સાથે જોડાઈ ગયો હતો. પછી રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર સામેની મેચમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 33 બોલમાં 57 રન બનાવ્યા હતા.

  રિષભ પંત જ્યારે 2017ની આઈપીએલ રમી રહ્યો હતો ત્યારે તેના પિતા રાજેન્દ્ર પંતનું હૃદય રોગનો હુમલો આવવાને લીધે અવસાન થયું હતું. ત્યારે તે ફક્ત એક જ દિવસ માટે પિતાની અંતિમવિધિ કરવા માટે ગામ ગયો હતો અને મુંબઈ પરત ફરીને બીજા દિવસે જ ટીમ સાથે જોડાઈ ગયો હતો. પછી રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર સામેની મેચમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 33 બોલમાં 57 રન બનાવ્યા હતા.

  13/21
 • વર્ષ 2018ની આઈપીએલમાં 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જ રાખ્યો હતો અને તેણે ટીમને નિરાશ પણ નહોતી કરી. પાંચ મેચમાં અડધી સદી અને 1 સદીની મદદથી 14 મેચોમાં 684 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન તેની સરેરાશ 52.61 અને સ્ટ્રાઇક રેટ 173.60 રહ્યો હતો. આ સિઝનમાં પંતે 128* રનની અણનમ સદી પણ રમી હતી.

  વર્ષ 2018ની આઈપીએલમાં 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જ રાખ્યો હતો અને તેણે ટીમને નિરાશ પણ નહોતી કરી. પાંચ મેચમાં અડધી સદી અને 1 સદીની મદદથી 14 મેચોમાં 684 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન તેની સરેરાશ 52.61 અને સ્ટ્રાઇક રેટ 173.60 રહ્યો હતો. આ સિઝનમાં પંતે 128* રનની અણનમ સદી પણ રમી હતી.

  14/21
 • રિષભ પંતે 2019ની આઈપીએલ સીઝનમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, 201 ની તુલનામાં તે એટલું સારું નહોતું. છતાં તેણે 16 મેચમાં 37.53ની સરેરાશથી 488 રન બનાવ્યા હતા. આ વર્ષે તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી અને સર્વોચ્ચ સ્કોર અણનમ 78 રનનો હતો.

  રિષભ પંતે 2019ની આઈપીએલ સીઝનમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, 201 ની તુલનામાં તે એટલું સારું નહોતું. છતાં તેણે 16 મેચમાં 37.53ની સરેરાશથી 488 રન બનાવ્યા હતા. આ વર્ષે તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી અને સર્વોચ્ચ સ્કોર અણનમ 78 રનનો હતો.

  15/21
 • રિષભ પંતે વર્ષ 2018માં નોટિંગહામમાં ઈંગલેન્ડ સામે રમીને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 13 ટેસ્ટમાં 38.76 ની સરેરાશથી 814 રન બનાવ્યા છે. સૌથી હાઈએસ્ટ સ્કોર અણનમ 159 રનનો છે. તેણે 11 ટેસ્ટમાં 51 કેચ અને બે સ્ટમ્પ સાથે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો હતો. ધોનીએ 15 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારથી કહેવાતું હતું કે, રિષભ પંત ધોનીનો યોગ્ય અનુગામી છે.

  રિષભ પંતે વર્ષ 2018માં નોટિંગહામમાં ઈંગલેન્ડ સામે રમીને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 13 ટેસ્ટમાં 38.76 ની સરેરાશથી 814 રન બનાવ્યા છે. સૌથી હાઈએસ્ટ સ્કોર અણનમ 159 રનનો છે. તેણે 11 ટેસ્ટમાં 51 કેચ અને બે સ્ટમ્પ સાથે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો હતો. ધોનીએ 15 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારથી કહેવાતું હતું કે, રિષભ પંત ધોનીનો યોગ્ય અનુગામી છે.

  16/21
 • યુવા ક્રિકેટર રિષભ પંતે 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. પંતે અત્યાર સુધીમાં 16 વનડેમાં 26.71ની સરેરાશથી 374 રન બનાવ્યા છે. વનડેમાં તેનો મહત્તમ સ્કોર 71 રન છે.

  યુવા ક્રિકેટર રિષભ પંતે 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. પંતે અત્યાર સુધીમાં 16 વનડેમાં 26.71ની સરેરાશથી 374 રન બનાવ્યા છે. વનડેમાં તેનો મહત્તમ સ્કોર 71 રન છે.

  17/21
 • રિષભ પંતે વર્ષ 2017માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પંતે 20 મેચમાં 20.50ની સરેરાશથી 410 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન તેનો મહત્તમ સ્કોર અણનમ 65 છે.

  રિષભ પંતે વર્ષ 2017માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પંતે 20 મેચમાં 20.50ની સરેરાશથી 410 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન તેનો મહત્તમ સ્કોર અણનમ 65 છે.

  18/21
 • અલબત્ત, રિષભ પંત હાલમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન કાયમ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ બધા અનુભવી અને પીઢ ક્રિકેટરો તેને સંભવિત ક્રિકેટર તરીકે જુએ છે. આઈપીએલ 2020માં પંતને ફરી એક વખત તેની આક્રમકતા અને સંયમ દર્શાવીને ટીમ ઇન્ડિયામાં પોતાના માટે દરવાજા ખોલવાની તક મળી છે. હવે એ જોવાનું કે તે કેટલી યોગ્ય સાબિત થાય છે.

  અલબત્ત, રિષભ પંત હાલમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન કાયમ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ બધા અનુભવી અને પીઢ ક્રિકેટરો તેને સંભવિત ક્રિકેટર તરીકે જુએ છે. આઈપીએલ 2020માં પંતને ફરી એક વખત તેની આક્રમકતા અને સંયમ દર્શાવીને ટીમ ઇન્ડિયામાં પોતાના માટે દરવાજા ખોલવાની તક મળી છે. હવે એ જોવાનું કે તે કેટલી યોગ્ય સાબિત થાય છે.

  19/21
 • રિષભ પંત તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે, તેમ જ તેની સ્ટાયલ અને ફૅશનના પણ અનેક ચાહકો છે.

  રિષભ પંત તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે, તેમ જ તેની સ્ટાયલ અને ફૅશનના પણ અનેક ચાહકો છે.

  20/21
 • સ્ટાયલિશ અને તોફાની બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય જે યુવા ક્રિકેટરના હાથમાં છે તેવા રિષભ પંતને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  સ્ટાયલિશ અને તોફાની બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય જે યુવા ક્રિકેટરના હાથમાં છે તેવા રિષભ પંતને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)નો આજે એટલે કે 4 ઓક્ટોબરના રોજ 23મો જન્મદિવસ છે. આ યુવા ક્રિકેટરે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. ક્યારેક ગુરુદ્વારામાં રહીને દિવસો વિતાવ્યા છે તો પિતાના મૃત્યુ સમયે પણ ક્રિકેટ રમવાનું છોડયું નહોતું. આ યુવા ક્રિકેટરના જીવનની સંઘર્ષ ગાથા આજે અમે તમને જણાવીશું.

(તસવીર સૌજન્ય: રિષભ પંતનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 4th October, 2020 16:28 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK