જાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે

Updated: 23rd January, 2021 08:22 IST | Shilpa Bhanushali
 • કિરણ મોરે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બૅટ્સમેન રહી ચૂક્યા છે. તેની સાથે જ તેમણે કોમેન્ટેટર તરીકે પણ કામગીરી બજાવી છે, એટલું જ નહીં તેમણે ક્રિકેટ પ્રત્યે એનાલિટિકલ પ્રતિભાવો પણ આપ્યા છે. તેઓ બીસીસીઆઇમાં સિલેક્શન કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે ભારતની અભૂતપૂર્વ જીત બાદ દેશને ગર્વ અપાવનારા ક્રિકેટર્સ માટે કહ્યું છે કે, "પાંચેય પ્લેયર્સે ભારતનું નામ આખા વિશ્વમાં ગજાવ્યું છે. ભારતને ગર્વ અપાવ્યો છે."

  કિરણ મોરે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બૅટ્સમેન રહી ચૂક્યા છે. તેની સાથે જ તેમણે કોમેન્ટેટર તરીકે પણ કામગીરી બજાવી છે, એટલું જ નહીં તેમણે ક્રિકેટ પ્રત્યે એનાલિટિકલ પ્રતિભાવો પણ આપ્યા છે. તેઓ બીસીસીઆઇમાં સિલેક્શન કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે ભારતની અભૂતપૂર્વ જીત બાદ દેશને ગર્વ અપાવનારા ક્રિકેટર્સ માટે કહ્યું છે કે, "પાંચેય પ્લેયર્સે ભારતનું નામ આખા વિશ્વમાં ગજાવ્યું છે. ભારતને ગર્વ અપાવ્યો છે."

  1/11
 • વૉશિંગ્ટન સુંદર ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇન્નિંગમાં 369 રન્સની સામે પહેલી ઇન્નિંગમાં ભારતીય ટીમે ફક્ત 186 રન્સ કર્યા અને 6 વિકેટ ગુમાવી દીધી. એવામાં ઑસ્ટ્રેલિયન ટીમે મોટું ટારગેટ સેટ કરી લીધું હતું. વૉશિંગ્ટન સુંદરે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એવું જબરજસ્ત પ્રદર્શન કર્યું જેમાં તેણે મેચમાં ઇન્ડિયન ટીમનું કમબૅક કરાવ્યું. 144 બૉલમાં 62 રન્સ કરી ટીમ માટે શાર્દુલ સાથે 123 રન્સની ભાગીદારી કરી ભારતને 336 રન્સ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. સુંદરે પહેલી ઇન્નિંગમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ્સ પણ લીધી.

  વૉશિંગ્ટન સુંદર
  ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇન્નિંગમાં 369 રન્સની સામે પહેલી ઇન્નિંગમાં ભારતીય ટીમે ફક્ત 186 રન્સ કર્યા અને 6 વિકેટ ગુમાવી દીધી. એવામાં ઑસ્ટ્રેલિયન ટીમે મોટું ટારગેટ સેટ કરી લીધું હતું. વૉશિંગ્ટન સુંદરે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એવું જબરજસ્ત પ્રદર્શન કર્યું જેમાં તેણે મેચમાં ઇન્ડિયન ટીમનું કમબૅક કરાવ્યું. 144 બૉલમાં 62 રન્સ કરી ટીમ માટે શાર્દુલ સાથે 123 રન્સની ભાગીદારી કરી ભારતને 336 રન્સ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. સુંદરે પહેલી ઇન્નિંગમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ્સ પણ લીધી.

  2/11
 • ફૉર્મર ઇન્ડિયન ક્રિકેટર કિરણ મોરેએ વૉશિંગ્ટન સુંદર વિશે કહે છે કે, "વૉશિંગ્ટન સુંદર 16 વર્ષના હતા ત્યારથી તેમને જોતાં આવ્યા છે ટેસ્ટ મેચ રમવી T20 અને વનડે કરતાં ખૂબ જ જુદી હોય છે પણ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવો અને રમવું એ ખૂબ જ મોટી વાત છે. જો તમે માનસિક અને શારીરિક રીતે સ્ટ્રૉન્ગ નથી તો તમે ટેસ્ટ મેચ રમી શકો નહીં, તે ખૂબ જ મુશ્કેલ હોય છે. તે રમવું પોતાનામાં જ એક મોટી વાત છે એવામાં સુંદરે આ ટેસ્ટ રમ્યા જ નથી પણ તેને ડિસ્ટિંક્શન સાથે પાસ કરી છે."

  ફૉર્મર ઇન્ડિયન ક્રિકેટર કિરણ મોરેએ વૉશિંગ્ટન સુંદર વિશે કહે છે કે, "વૉશિંગ્ટન સુંદર 16 વર્ષના હતા ત્યારથી તેમને જોતાં આવ્યા છે ટેસ્ટ મેચ રમવી T20 અને વનડે કરતાં ખૂબ જ જુદી હોય છે પણ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવો અને રમવું એ ખૂબ જ મોટી વાત છે. જો તમે માનસિક અને શારીરિક રીતે સ્ટ્રૉન્ગ નથી તો તમે ટેસ્ટ મેચ રમી શકો નહીં, તે ખૂબ જ મુશ્કેલ હોય છે. તે રમવું પોતાનામાં જ એક મોટી વાત છે એવામાં સુંદરે આ ટેસ્ટ રમ્યા જ નથી પણ તેને ડિસ્ટિંક્શન સાથે પાસ કરી છે."

  3/11
 • શાર્દુલ ઠાકુર પહેલી ઇન્નિંગમાં શાર્દુલે સુંદરનો સાથ આપ્યો અને ઑસ્ટ્રેલિયાને પહેલી જ વારમાં મોટી લીડ લેતા અટકાવ્યા. પહેલી ઇન્નિંગમાં તે ખેલાડીએ 115 બૉલ પર 67 રન્સ કર્યા. આ ઇન્નિંગ થકી ભારતે 336 રન્સનું સ્કોર બનાવવામાં સફળતા મેળવી. આ ઇન્નિંગ બાદ શાર્દુલે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ઇન્નિંગમાં ચાર મહત્વની વિકેટ્સ લેતા ટીમની જાણે કમર જ તોડી દીધી. જબરજસ્ત બૅટિંગને કારણે જ ભારતે ઑસ્ટ્રેલિયાને 300 રન્સની અંદર જ અટકાવી દીધા.

  શાર્દુલ ઠાકુર
  પહેલી ઇન્નિંગમાં શાર્દુલે સુંદરનો સાથ આપ્યો અને ઑસ્ટ્રેલિયાને પહેલી જ વારમાં મોટી લીડ લેતા અટકાવ્યા. પહેલી ઇન્નિંગમાં તે ખેલાડીએ 115 બૉલ પર 67 રન્સ કર્યા. આ ઇન્નિંગ થકી ભારતે 336 રન્સનું સ્કોર બનાવવામાં સફળતા મેળવી. આ ઇન્નિંગ બાદ શાર્દુલે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ઇન્નિંગમાં ચાર મહત્વની વિકેટ્સ લેતા ટીમની જાણે કમર જ તોડી દીધી. જબરજસ્ત બૅટિંગને કારણે જ ભારતે ઑસ્ટ્રેલિયાને 300 રન્સની અંદર જ અટકાવી દીધા.

  4/11
 • શાર્દૂલ ઠાકુરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેને "એક સારો મિત્ર દેખાય છે, જે ક્યારેય ગિવઅપ નથી કરતો, તે ખરેખર ખૂબ જ મહેનતું છે અને મહેનત હંમેશાં ફળ આપે છે. શાર્દૂલને તક ઘણી મોડી મળી પણ તેને જ્યારે તક મળી ત્યારે તેણે જાણે બન્ને હાથે એ તક ઝડપી લીધી. અને જે રીતે ઑફસ્પિનિંગ કરી અને મોટી માનવામાં આવતી એવી વિકેટ્સ પણ લીધી. ફિલ્ડ પર તેનું એક પ્રકારનું એગ્રેશન છે તે હંમેશાં વિકેટ લેવા માટે જ જાય છે પછી તે વનડે હોય, ટી20 હોય કે પછી ટેસ્ટ હોય. જ્યારે પણ શાર્દૂલને તક મળી છે તેણે કરી બતાવ્યું છે આશા છે કે તેને વધારે તક મળે. તેણે લોકોને બતાવ્યું હું કે હું પણ કરી શકું છું મને ભૂલી ન જાઓ..."

  શાર્દૂલ ઠાકુરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેને "એક સારો મિત્ર દેખાય છે, જે ક્યારેય ગિવઅપ નથી કરતો, તે ખરેખર ખૂબ જ મહેનતું છે અને મહેનત હંમેશાં ફળ આપે છે. શાર્દૂલને તક ઘણી મોડી મળી પણ તેને જ્યારે તક મળી ત્યારે તેણે જાણે બન્ને હાથે એ તક ઝડપી લીધી. અને જે રીતે ઑફસ્પિનિંગ કરી અને મોટી માનવામાં આવતી એવી વિકેટ્સ પણ લીધી. ફિલ્ડ પર તેનું એક પ્રકારનું એગ્રેશન છે તે હંમેશાં વિકેટ લેવા માટે જ જાય છે પછી તે વનડે હોય, ટી20 હોય કે પછી ટેસ્ટ હોય. જ્યારે પણ શાર્દૂલને તક મળી છે તેણે કરી બતાવ્યું છે આશા છે કે તેને વધારે તક મળે. તેણે લોકોને બતાવ્યું હું કે હું પણ કરી શકું છું મને ભૂલી ન જાઓ..."

  5/11
 • મોહમ્મદ સિરાજ ફક્ત બે ટેસ્ટના અનુભવ સાથે બ્રિસબેનમાં ભારતીય બૉલિંગની કમાન સંભાળનારા સિરાજે ઑસ્ટ્રેલિયાની અડધી ટીમને બીજી ઇન્નિંગમાં પવેલિયનનો રસ્તો બતાવ્યો. 72 રન્સ આપીને 5 વિકેટ મેળવી. આ બૉલરે ઑસ્ટ્રેલિયાને 294 રન્સના સ્કોર પર અટકાવી દીધા. ત્રીજા દિવસે મેચમાં એક ઇન્નિંગમાં પાંચ વિકેટ્સ લઈને સિરાજે સીરિઝમાં ભારતની જીતનો રસ્તો બનાવ્યો.

  મોહમ્મદ સિરાજ
  ફક્ત બે ટેસ્ટના અનુભવ સાથે બ્રિસબેનમાં ભારતીય બૉલિંગની કમાન સંભાળનારા સિરાજે ઑસ્ટ્રેલિયાની અડધી ટીમને બીજી ઇન્નિંગમાં પવેલિયનનો રસ્તો બતાવ્યો. 72 રન્સ આપીને 5 વિકેટ મેળવી. આ બૉલરે ઑસ્ટ્રેલિયાને 294 રન્સના સ્કોર પર અટકાવી દીધા. ત્રીજા દિવસે મેચમાં એક ઇન્નિંગમાં પાંચ વિકેટ્સ લઈને સિરાજે સીરિઝમાં ભારતની જીતનો રસ્તો બનાવ્યો.

  6/11
 • "સિરાજ એક ફાસ્ટ બૉલર છે અને ફાસ્ટ બૉલિંગ કરવી એટલી સરળ નથી હોતી, પણ સિરાજને જ્યારે તક મળી ત્યારે તેણે બન્ને હાથે ઝડપી લીધી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું. સિરાજે જે બૉલિંગ કરી છે એ પણ ટૉપ 5 બૉલર્સના સપોર્ટ વગર, તે પણ ખરેખર વખાણવાલાયક છે. આમ તે ટીમને મુખ્ય ફાસ્ટ બૉલર બન્યો જેના પર જવાબદારી હતી. મેદાનમાં સિરાજનું જે એગ્રેશન હતું તે ખૂબ જ જબરજસ્ત હતું અને તેણે જે વિકેટ્સ લીધી જે મોટા મોટા ટેસ્ટ પ્લેયર્સની તે જોવું ખૂબ જ સારું લાગે છે. દરમિયાન જ સિરાજના પિતાનું નિધન પણ થઈ ગયું એવે વખતે ખાલી વિચાર કરી જુઓ કે તેનું મનોબળ કેટલું મક્કમ હશે. ખરેખર સિરાજને સલામ છે કે તેણે એક ઉદાહરણ સેટ કર્યું છે. આ ખરેખર ખૂબ જ મોટી અચિવમેન્ટ છે." - કિરણ મોરે

  "સિરાજ એક ફાસ્ટ બૉલર છે અને ફાસ્ટ બૉલિંગ કરવી એટલી સરળ નથી હોતી, પણ સિરાજને જ્યારે તક મળી ત્યારે તેણે બન્ને હાથે ઝડપી લીધી અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું. સિરાજે જે બૉલિંગ કરી છે એ પણ ટૉપ 5 બૉલર્સના સપોર્ટ વગર, તે પણ ખરેખર વખાણવાલાયક છે. આમ તે ટીમને મુખ્ય ફાસ્ટ બૉલર બન્યો જેના પર જવાબદારી હતી. મેદાનમાં સિરાજનું જે એગ્રેશન હતું તે ખૂબ જ જબરજસ્ત હતું અને તેણે જે વિકેટ્સ લીધી જે મોટા મોટા ટેસ્ટ પ્લેયર્સની તે જોવું ખૂબ જ સારું લાગે છે. દરમિયાન જ સિરાજના પિતાનું નિધન પણ થઈ ગયું એવે વખતે ખાલી વિચાર કરી જુઓ કે તેનું મનોબળ કેટલું મક્કમ હશે. ખરેખર સિરાજને સલામ છે કે તેણે એક ઉદાહરણ સેટ કર્યું છે. આ ખરેખર ખૂબ જ મોટી અચિવમેન્ટ છે." - કિરણ મોરે

  7/11
 • શુભમન ગિલ ઑસ્ટ્રેલિયા પાસેથી મળેલો 328 રનનો ટારગેટ ફોલો કરવા મેદાનમાં ઉતરેલી ટીમના વિજયની આશા કોઇને નહોતી. છેલ્લા દિવસે રોહિત શર્માની વિકેટ ગયા પછી ભારત તરફથી ડ્રૉની આશા રાખવામાં આવી રહી હતી, પણ શુભમન ગિલે ઝડપી બૅટિંગ કરતા પહેલી હાફ સેન્ચુરી બનાવી અને પછી 91 રન્સનો સ્કોર બનાવ્યો. કરિયરની પહેલી સેન્ચુરી મારતા ગિલ 9 રન્સથી ચૂકી ગયો પણ 146 બૉલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા મારીને ભારતની જીતની આશા જગાડી.

  શુભમન ગિલ
  ઑસ્ટ્રેલિયા પાસેથી મળેલો 328 રનનો ટારગેટ ફોલો કરવા મેદાનમાં ઉતરેલી ટીમના વિજયની આશા કોઇને નહોતી. છેલ્લા દિવસે રોહિત શર્માની વિકેટ ગયા પછી ભારત તરફથી ડ્રૉની આશા રાખવામાં આવી રહી હતી, પણ શુભમન ગિલે ઝડપી બૅટિંગ કરતા પહેલી હાફ સેન્ચુરી બનાવી અને પછી 91 રન્સનો સ્કોર બનાવ્યો. કરિયરની પહેલી સેન્ચુરી મારતા ગિલ 9 રન્સથી ચૂકી ગયો પણ 146 બૉલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા મારીને ભારતની જીતની આશા જગાડી.

  8/11
 • શુભમન ગિલ વિશે વાત કરતા કિરણ મોરેએ જણાવ્યું કે, "એવા કેટલાક ખેલાડી હોય છે જ્યારે તે 15-16 વર્ષના હોય છે ત્યારથી જુઓ છો અને તેમને જોતાં જ તમને ખ્યાલ આવી જાય છે આ ક્રિકેટર બનશે જ, શુભમન ગિલ એવા ખેલાડીઓમાંનો છે. શુભમન ગિલ એવો ખેલાડી છે જે ખૂબ જ ટેલેન્ટેડ છે. આઉટસ્ટેન્ડિંગ ક્રિકેટર છે. ટેલેન્ટ બધાંમાં હોય છે પણ કેવી રીતે વાપરવું તે શુભમન ગિલ ખૂબ જ સારી રીતે જાણે છે. તે ખૂબ જ મહેનતું છે, તેની બૅટિંગનો એક જુદો જ ક્લાસ છે. તે જે રીતે ટૉસ રમે છે, તેની પૉઝિશનિંગ છે અને ટેસ્ટ ક્રિકેટ માટે તો એમ કહી શકાય કે કેટલાક લોકોના ભગવાન ખાસ ઘાટ ઘડે છે અને શુભમન આ માટે જ ઘડાયો છે. શુભમનની આ રમત દર્શકોને હજી 10 વર્ષ, તેથી પણ વધુ સમય સુધી જોવા મળશે. શુભમન ગિલ ફ્યૂચર ઇન્ડિયાનો કૅપ્ટન છે."

  શુભમન ગિલ વિશે વાત કરતા કિરણ મોરેએ જણાવ્યું કે, "એવા કેટલાક ખેલાડી હોય છે જ્યારે તે 15-16 વર્ષના હોય છે ત્યારથી જુઓ છો અને તેમને જોતાં જ તમને ખ્યાલ આવી જાય છે આ ક્રિકેટર બનશે જ, શુભમન ગિલ એવા ખેલાડીઓમાંનો છે. શુભમન ગિલ એવો ખેલાડી છે જે ખૂબ જ ટેલેન્ટેડ છે. આઉટસ્ટેન્ડિંગ ક્રિકેટર છે. ટેલેન્ટ બધાંમાં હોય છે પણ કેવી રીતે વાપરવું તે શુભમન ગિલ ખૂબ જ સારી રીતે જાણે છે. તે ખૂબ જ મહેનતું છે, તેની બૅટિંગનો એક જુદો જ ક્લાસ છે. તે જે રીતે ટૉસ રમે છે, તેની પૉઝિશનિંગ છે અને ટેસ્ટ ક્રિકેટ માટે તો એમ કહી શકાય કે કેટલાક લોકોના ભગવાન ખાસ ઘાટ ઘડે છે અને શુભમન આ માટે જ ઘડાયો છે. શુભમનની આ રમત દર્શકોને હજી 10 વર્ષ, તેથી પણ વધુ સમય સુધી જોવા મળશે. શુભમન ગિલ ફ્યૂચર ઇન્ડિયાનો કૅપ્ટન છે."

  9/11
 • રિષભ પંત છેલ્લી મેચમાં 97 રન્સની ઇન્નિંગ રમીને ભારતની જીતનો વળાંક આપ્યા પછી આઉટ થનારા રિષભ પંતે આ મેચમાં પોતાનું કામ પૂરું કર્યું. 167 રન્સનો સ્કોર કૅપ્ટન આજિંક્ય રહાણેના આઉટ થયા પછી પંતે મેદાનમાં એન્ટ્રી લીધી અને મેચને ખતમ કર્યા પછી જ પાછો ફર્યો. પંતે શરૂઆતમાં સંભાળીને વિકેટ બચાવી અને પછી આક્રમક રીતે ભારતને જીત અપાવી. 138 બૉલ પર નોટઆઉટ 89 રન્સની ઇન્નિંગે ઇતિહાસ રચ્યો. ભારતે 328 રન્સને ફૉલો કરતા બ્રિસબેનમાં જીત મેળવી અને 32 વર્ષથી ઑસ્ટ્રેલિયાની જીતના રેકૉર્ડને તોડી નવો ઇતિહાસ રચ્યો.

  રિષભ પંત
  છેલ્લી મેચમાં 97 રન્સની ઇન્નિંગ રમીને ભારતની જીતનો વળાંક આપ્યા પછી આઉટ થનારા રિષભ પંતે આ મેચમાં પોતાનું કામ પૂરું કર્યું. 167 રન્સનો સ્કોર કૅપ્ટન આજિંક્ય રહાણેના આઉટ થયા પછી પંતે મેદાનમાં એન્ટ્રી લીધી અને મેચને ખતમ કર્યા પછી જ પાછો ફર્યો. પંતે શરૂઆતમાં સંભાળીને વિકેટ બચાવી અને પછી આક્રમક રીતે ભારતને જીત અપાવી. 138 બૉલ પર નોટઆઉટ 89 રન્સની ઇન્નિંગે ઇતિહાસ રચ્યો. ભારતે 328 રન્સને ફૉલો કરતા બ્રિસબેનમાં જીત મેળવી અને 32 વર્ષથી ઑસ્ટ્રેલિયાની જીતના રેકૉર્ડને તોડી નવો ઇતિહાસ રચ્યો.

  10/11
 • "રિષભ પંત એક એવો ખેલાડી છે જે મેચ વિનર છે તે ક્યારે પણ મેચ ફેરવી શકે છે. એક ખતરનાક પ્લેયર છે તેને તક મળી તેણે બૅટિંગ શરૂ કરી તો તે ક્યારે પણ મેચ અહીંથી ત્યાં કરી શકે એમ છે. તેનું જે એગ્રેશન છે, જનૂન છે, અને ટેલેન્ટેડ છે સાથે મહેનતું પણ એટલો જ છે. રિષભ પંત વિકેટકીપર બેટ્સમેન છે જે હંમેશાં ટીમમાં બેલેન્સ આપે છે. રિષભ પંત એક એવો ખેલાડી છે તે વનડે, ટી20 અને ટેસ્ટ બધા ફૉરમેટ માટે એક ચૅમ્પિયન ખેલાડી છે. મારી માટે બધાં જ, જેટલા પણ ખેલાડી છે તે બધાં જ એટલા જ મહત્વના છે આ જીત પાછળ ટીમ વર્ક છે. આજિંક્ય રહાણેએ પણ જે પ્રકારની કૅપ્ટનશિપ કરી, તે પણ વખાણવા જેવી છે. આમ આ જીત પાછળ બધાનો મહત્વનો ફાળો રહ્યો." કિરણ મોરે.

  "રિષભ પંત એક એવો ખેલાડી છે જે મેચ વિનર છે તે ક્યારે પણ મેચ ફેરવી શકે છે. એક ખતરનાક પ્લેયર છે તેને તક મળી તેણે બૅટિંગ શરૂ કરી તો તે ક્યારે પણ મેચ અહીંથી ત્યાં કરી શકે એમ છે. તેનું જે એગ્રેશન છે, જનૂન છે, અને ટેલેન્ટેડ છે સાથે મહેનતું પણ એટલો જ છે. રિષભ પંત વિકેટકીપર બેટ્સમેન છે જે હંમેશાં ટીમમાં બેલેન્સ આપે છે. રિષભ પંત એક એવો ખેલાડી છે તે વનડે, ટી20 અને ટેસ્ટ બધા ફૉરમેટ માટે એક ચૅમ્પિયન ખેલાડી છે. મારી માટે બધાં જ, જેટલા પણ ખેલાડી છે તે બધાં જ એટલા જ મહત્વના છે આ જીત પાછળ ટીમ વર્ક છે. આજિંક્ય રહાણેએ પણ જે પ્રકારની કૅપ્ટનશિપ કરી, તે પણ વખાણવા જેવી છે. આમ આ જીત પાછળ બધાનો મહત્વનો ફાળો રહ્યો." કિરણ મોરે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટીમે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1થી હરાવી દીધા છે. ઑસ્ટ્રેલિયન ટીમને સતત બીજી વાર તેમના જ હોમટાઉનમાં જઈને ટીમ ઇન્ડિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર વિજય મેળવ્યો. આ દરમિયાન અનેક અનુભવી બૉલરની ટીમે પણ જબરજસ્ત જીત હાંસલ કરી. મેચમાં ટીમના 5 એવા ખેલાડીઓ રહ્યા જેમણે પોતાના પ્રદર્શનથી મેચનું રિઝલ્ટ બદલી દીધું.

First Published: 23rd January, 2021 08:01 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK