ભારતના એ ક્રિકેટર જેમને કહેવાયા આગામી સુનિલ ગાવસ્કર, આ કારણે કરિઅર થયું ખતમ

Updated: 13th July, 2020 12:17 IST | Shilpa Bhanushali
 • સંજય માંજરેકરને ક્રિકેટ વારસામાં મળી. પિતા વિજય માંજરેકર તે સમયના બૅટ્સમેન હતા, જ્યારે ભારતીય ક્રિકેટ પોતાના પગ જમાવી રહી હતી. સીનિયર માંજરેકરનું જ્યારે નિધન થયું ત્યારે સંજય માત્ર 18 વર્ષના હતા. તે સમયે તેમનું રણજી ડેબ્યૂ પણ નહોતું થયું. જો કે, પિતાને વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ ટીમ ઇન્ડિયા માટે જરૂર રમશે.

  સંજય માંજરેકરને ક્રિકેટ વારસામાં મળી. પિતા વિજય માંજરેકર તે સમયના બૅટ્સમેન હતા, જ્યારે ભારતીય ક્રિકેટ પોતાના પગ જમાવી રહી હતી. સીનિયર માંજરેકરનું જ્યારે નિધન થયું ત્યારે સંજય માત્ર 18 વર્ષના હતા. તે સમયે તેમનું રણજી ડેબ્યૂ પણ નહોતું થયું. જો કે, પિતાને વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ ટીમ ઇન્ડિયા માટે જરૂર રમશે.

  1/15
 • સીનિયર માંજરેકરનું જ્યારે નિધન થયું ત્યારે સંજય માત્ર 18 વર્ષના હતા. તે સમયે તેમનું રણજી ડેબ્યૂ પણ નહોતું થયું. જો કે, પિતાને વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ ટીમ ઇન્ડિયા માટે જરૂર રમશે.

  સીનિયર માંજરેકરનું જ્યારે નિધન થયું ત્યારે સંજય માત્ર 18 વર્ષના હતા. તે સમયે તેમનું રણજી ડેબ્યૂ પણ નહોતું થયું. જો કે, પિતાને વિશ્વાસ હતો કે દીકરો એક દિવસ ટીમ ઇન્ડિયા માટે જરૂર રમશે.

  2/15
 • 12 જુલાઇ 1965ના જન્મેલા સંજય માંજરેકને ક્યારેક સુનીલ ગાવસ્કરના ઉત્તરાધિકારી માનવામાં આવતાં હતા, પણ તે પોતાના કરિઅરમાં તે ઉંચાઇઓ મેળવી શક્યા નહીં, જેટલી તેમનાથી આશાઓ રાખવામાં આવી હતી.

  12 જુલાઇ 1965ના જન્મેલા સંજય માંજરેકને ક્યારેક સુનીલ ગાવસ્કરના ઉત્તરાધિકારી માનવામાં આવતાં હતા, પણ તે પોતાના કરિઅરમાં તે ઉંચાઇઓ મેળવી શક્યા નહીં, જેટલી તેમનાથી આશાઓ રાખવામાં આવી હતી.

  3/15
 • સંજય માંજરેકરે પોતે પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો હતો કે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને કારણે તેમનું કરિઅર જલ્દી ખતમ થઈ ગયું.

  સંજય માંજરેકરે પોતે પોતાની આત્મકથામાં ખુલાસો કર્યો હતો કે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને કારણે તેમનું કરિઅર જલ્દી ખતમ થઈ ગયું.

  4/15
 • સંન્યાસ લીધા પછી કોમેન્ટેટર તરીકે પોતાની આગવી ઓળખ બનાવનાર સંજય માંજરેકરે 2018માં પોતાની આત્મકથા 'ઇમ્પર્ફેક્ટ' લૉન્ચ કરી.

  સંન્યાસ લીધા પછી કોમેન્ટેટર તરીકે પોતાની આગવી ઓળખ બનાવનાર સંજય માંજરેકરે 2018માં પોતાની આત્મકથા 'ઇમ્પર્ફેક્ટ' લૉન્ચ કરી.

  5/15
 • પોતાની આત્મકથામાં તેમણે લખ્યું કે તેમણે જ્યારે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો ત્યારે તે ટીમના મહત્વપૂર્ણ બૅટ્સમેન હતા અને આઉટ ઑફ ફૉર્મ તો સહેજ પણ ન હતા, પણ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડની રમત જોઇને સમજી ગયા હતા કે હવે તેમને સમય પૂરો થઈ ગયો છે.

  પોતાની આત્મકથામાં તેમણે લખ્યું કે તેમણે જ્યારે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો ત્યારે તે ટીમના મહત્વપૂર્ણ બૅટ્સમેન હતા અને આઉટ ઑફ ફૉર્મ તો સહેજ પણ ન હતા, પણ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડની રમત જોઇને સમજી ગયા હતા કે હવે તેમને સમય પૂરો થઈ ગયો છે.

  6/15
 • માંજરેકરે લખ્યું કે 1996માં ઇન્ગ્લેન્ડ પ્રવાસ પર દ્રવિડ પાસેથી લોકોને આશા હતી કે તે સારું પ્રદર્શન કરશે, પણ સૌરવ ગાંગુલી માટે બધાં જ સરપ્રાઇઝ્ડ હતા.

  માંજરેકરે લખ્યું કે 1996માં ઇન્ગ્લેન્ડ પ્રવાસ પર દ્રવિડ પાસેથી લોકોને આશા હતી કે તે સારું પ્રદર્શન કરશે, પણ સૌરવ ગાંગુલી માટે બધાં જ સરપ્રાઇઝ્ડ હતા.

  7/15
 • સંજયે આગળ કહ્યું કે દ્રવિડને જોઇને લાગતું હતું કે તે ટીમ ઇન્ડિયા માટે જ બન્યા છે, પણ જ્યારે મેં તેમને રમતા જોયા અને જે રીતે તેમણે બૅટિંગ કરી, ત્યારે મને અંદાજો હતો કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે.

  સંજયે આગળ કહ્યું કે દ્રવિડને જોઇને લાગતું હતું કે તે ટીમ ઇન્ડિયા માટે જ બન્યા છે, પણ જ્યારે મેં તેમને રમતા જોયા અને જે રીતે તેમણે બૅટિંગ કરી, ત્યારે મને અંદાજો હતો કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે.

  8/15
 • સંજય માંજરેકર જ્યાં સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા ત્યાં સુધી તેમની ઓળખ એક ટેક્નિકલ રીતે સક્ષમ ખેલાડી તરીકેની રહી. 

  સંજય માંજરેકર જ્યાં સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા ત્યાં સુધી તેમની ઓળખ એક ટેક્નિકલ રીતે સક્ષમ ખેલાડી તરીકેની રહી. 

  9/15
 • સંજય માંજરેકરનો રેકૉર્ડ વિદેશી પિચ પર શાનદાર રહ્યો. તેમને તેમની ટેક્નિક માટે સાથી ખેલાડી ઘણી વાર મિ. પરફેક્ટ કહ્યા કરતાં હતા, પણ સચિને તેમને મિસ્ટર ડિફરેન્ટ એવું નામ આપ્યું હતું.

  સંજય માંજરેકરનો રેકૉર્ડ વિદેશી પિચ પર શાનદાર રહ્યો. તેમને તેમની ટેક્નિક માટે સાથી ખેલાડી ઘણી વાર મિ. પરફેક્ટ કહ્યા કરતાં હતા, પણ સચિને તેમને મિસ્ટર ડિફરેન્ટ એવું નામ આપ્યું હતું.

  10/15
 • આ સિવાય, મીઠા શબ્દોમાં સચિનની ટીકા કરતાં તેમણે કહ્યું કે સચિન જ્યારે પોતાના કરિઅરના અંતિમ પડાવમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઘણીવાર તેમના કારણે ટીમમાં અયોગ્ય બાબતો થઈ રહી હતી. આ એવો સમય હતો જ્યારે સચિન ખૂબ જ ખરાબ પરફૉર્મ કરી રહ્યા હતા.

  આ સિવાય, મીઠા શબ્દોમાં સચિનની ટીકા કરતાં તેમણે કહ્યું કે સચિન જ્યારે પોતાના કરિઅરના અંતિમ પડાવમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઘણીવાર તેમના કારણે ટીમમાં અયોગ્ય બાબતો થઈ રહી હતી. આ એવો સમય હતો જ્યારે સચિન ખૂબ જ ખરાબ પરફૉર્મ કરી રહ્યા હતા.

  11/15
 • માત્ર એક પ્રતિષ્ઠિત ખેલાડી હોવાને કારણે સચિનને કોઇ પ્લેઇંગ-11માંથી બહાર બેસાડવાની હિંમત કરતું નહોતું. ખહાબ પરફૉર્મ કરવા છતાં સતત ટીમમાં જળવાઇ રહેવું અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે અન્યાય હતો.

  માત્ર એક પ્રતિષ્ઠિત ખેલાડી હોવાને કારણે સચિનને કોઇ પ્લેઇંગ-11માંથી બહાર બેસાડવાની હિંમત કરતું નહોતું. ખહાબ પરફૉર્મ કરવા છતાં સતત ટીમમાં જળવાઇ રહેવું અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે અન્યાય હતો.

  12/15
 • સંજય માંજરેકરે કહ્યું હતું, 'જ્યારે પણ મારા મનમાં સચિનના રિટાયરમેન્ટનો વિચાર આવતો, તો હું હંમેશાં વિચારતો કે સચિન આગળ જઈને કોચિંગ, બિઝનેસ કે સોશિયલ એક્ટિવિટી દ્વારા કોઇક ને કોઇક રીતે ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે.

  સંજય માંજરેકરે કહ્યું હતું, 'જ્યારે પણ મારા મનમાં સચિનના રિટાયરમેન્ટનો વિચાર આવતો, તો હું હંમેશાં વિચારતો કે સચિન આગળ જઈને કોચિંગ, બિઝનેસ કે સોશિયલ એક્ટિવિટી દ્વારા કોઇક ને કોઇક રીતે ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે.

  13/15
 • વિશ્વકપ વિજેતા ખેલાડીએ ક્રિકેટ સાથે જોડાવાને બદલે રાજ્યસભાના સભ્ય બનવાને સારો વિકલ્પ ગણ્યો.- સંજય માંજરેકર

  વિશ્વકપ વિજેતા ખેલાડીએ ક્રિકેટ સાથે જોડાવાને બદલે રાજ્યસભાના સભ્ય બનવાને સારો વિકલ્પ ગણ્યો.- સંજય માંજરેકર

  14/15
 • પોતાના ટેસ્ટ કરિઅરમાં સંજય માંજરેકરે બધાં જ શતક વિદેશી ભૂમિ પર લગાવ્યા છે. ટેસ્ટમાં માંજરેકરે 4 શતક લગાવ્યા જેમાં બે શતક પાકિસ્તાન વિરુદ્ધ, વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ એક અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 1 શતક માર્યો હતો.

  પોતાના ટેસ્ટ કરિઅરમાં સંજય માંજરેકરે બધાં જ શતક વિદેશી ભૂમિ પર લગાવ્યા છે. ટેસ્ટમાં માંજરેકરે 4 શતક લગાવ્યા જેમાં બે શતક પાકિસ્તાન વિરુદ્ધ, વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ એક અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 1 શતક માર્યો હતો.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં જ્યારે પણ બહેતર ટેક્નિક અને પરફેક્શનની વાત આવશે ત્યારે સંજય માંજરેકરનું નામ અવશ્ય લેવામાં આવશે. સંજય માંજરેકર ભલે વધારે ન રમ્યા હોય પણ પોતાની બૅટિંગ દરમિયાન તેમની ટેક્નિકને કારણે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. 

First Published: 12th July, 2020 18:33 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK