HBD Jaydev Unadkat: બહેનના સપોર્ટથી પોરબંદરનો આ ખેલાડી બન્યો ફાસ્ટ બોલર

Published: 18th October, 2020 14:47 IST | Keval Trivedi
  • જયદેવ ઉનદકટ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી છે અને ડોમેસ્ટીક ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમ અને આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમે છે. ફોટોઃ જયદેવની બહેન ધીરા અને અન્ય કઝીન્સ.

    જયદેવ ઉનદકટ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી છે અને ડોમેસ્ટીક ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમ અને આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમે છે. ફોટોઃ જયદેવની બહેન ધીરા અને અન્ય કઝીન્સ.

    1/20
  • જયદેવ ઉનદકટનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો અને મોટો પણ ત્યાં જ થયો હતો. પોરબંદરની સેન્ટ. મેરી’સ સ્કૂલમાં તે ભણ્યો હતો. ફોટોઃ જયદેવ ઉનદકટ તેની બહેન ધીરા ઉનદકટ સાથે.

    જયદેવ ઉનદકટનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો અને મોટો પણ ત્યાં જ થયો હતો. પોરબંદરની સેન્ટ. મેરી’સ સ્કૂલમાં તે ભણ્યો હતો. ફોટોઃ જયદેવ ઉનદકટ તેની બહેન ધીરા ઉનદકટ સાથે.

    2/20
  • આઈપીએલની છઠ્ઠી સીઝનના ઑક્શનમાં જયદેવ ઉનદકટની પસંદગી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5.25 લાખ ડૉલરમાં કરી હતી.

    આઈપીએલની છઠ્ઠી સીઝનના ઑક્શનમાં જયદેવ ઉનદકટની પસંદગી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5.25 લાખ ડૉલરમાં કરી હતી.

    3/20
  • જયદેવના શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે આઈપીએલ 2014 દરમિયાન થયેલા ઑક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સ (અત્યારે દિલ્હી કૅપિટલ્સ)એ રૂ.2.8 કરોડમાં પસંદગી કરી હતી. ફોટોઃ જયદેવની બહેન ધીરાના લગ્ન વખતની તસવીર.

    જયદેવના શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે આઈપીએલ 2014 દરમિયાન થયેલા ઑક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સ (અત્યારે દિલ્હી કૅપિટલ્સ)એ રૂ.2.8 કરોડમાં પસંદગી કરી હતી. ફોટોઃ જયદેવની બહેન ધીરાના લગ્ન વખતની તસવીર.

    4/20
  • ફેબ્રુઆરી 2016માં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે જયદેવ ઉનદકટની પસંદગી રૂ.1.6 કરોડમાં કરી હતી. ફોટોઃ રક્ષાબંધન વખતે લીધેલી આ તસવીરમાં જયદેવ, તેની બહેન ધીરા અને તેનો પતિ જોવા મળે છે.

    ફેબ્રુઆરી 2016માં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે જયદેવ ઉનદકટની પસંદગી રૂ.1.6 કરોડમાં કરી હતી. ફોટોઃ રક્ષાબંધન વખતે લીધેલી આ તસવીરમાં જયદેવ, તેની બહેન ધીરા અને તેનો પતિ જોવા મળે છે.

    5/20
  • ફેબ્રુઆરી 2017માં આઈપીએલની રાઈઝીંગ પુણે સુપરજાયન્ટે જયદેવની પસંદગી ફક્ત રૂ.30 લાખમાં કરી હતી. તસવીરઃ જયદેવ અને તેની બહેન ધીરાનો બાળપણનો સુંદર ફોટો.

    ફેબ્રુઆરી 2017માં આઈપીએલની રાઈઝીંગ પુણે સુપરજાયન્ટે જયદેવની પસંદગી ફક્ત રૂ.30 લાખમાં કરી હતી. તસવીરઃ જયદેવ અને તેની બહેન ધીરાનો બાળપણનો સુંદર ફોટો.

    6/20
  • ફેબ્રુઆરી 2018માં રાજસ્થાન રૉયલ્સે જયદેવ ઉનદકટને રૂ.11.5 કરોડમાં આઈપીએલ ઑક્શનના માધ્યમે ટીમમાં સમાવેશ કર્યો હતો. 

    ફેબ્રુઆરી 2018માં રાજસ્થાન રૉયલ્સે જયદેવ ઉનદકટને રૂ.11.5 કરોડમાં આઈપીએલ ઑક્શનના માધ્યમે ટીમમાં સમાવેશ કર્યો હતો. 

    7/20
  • જયદેવે 11 ફેબ્રુઆરી, 2020ના રોજ આ તસવીર શૅર કરતા એક ઈમોશનલ પૉસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, હું જે રમત રમું છું તેને અબજો લોકો પ્રેમ કરે છે, આજે હું જ્યાં પણ છું એનાથી લાખો લોકો ખુશ છે પરંતુ ફક્ત એક જ વ્યક્તિ હતી જે મને  કોઈ પણ શંકા વિના સપોર્ટ કરતી હતી. આઠ વર્ષની ઉંમરે મે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયુ હતું. મારો પહેલો પ્રેમ ક્રિકેટ હતું. 22 યાર્ડની આસપાસ બેઠેલા લોકો ‘ઈન્ડિયા ઈન્ડિયા’ ચેન્ટ કરે તે જોવુ મારા માટે એક જાદુ હતું અને મારા હાથમાં જે બોલ છે તેનાથી મારે જાદુગર બનવુ હતું. મારા કુટુંબનું માનવું હતું કે ભણતર પણ જરૂરી છે. હું ક્રિકેટ અને ભણવામાં સારો હતો પરંતુ બંનેને બેલેન્સ કરવુ ભારે પડતુ હતું. પરિક્ષા સમયે મારી બહેન મને મદદ કરતી. મને આજે પણ યાદ છે જ્યારે મારી પસંદગી ઈન્ડિયા અંડર-19માં થઈ હતી. ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમે રવાના થવાનું હતું. મારા વાલી અને બહેન મને જોવા માટે એરપોર્ટમાં આવ્યા હતા. તે વખતે મારી બહેને મને કહ્યું કે, ભાઈ અમારો હિરો છે. મારો હિરો છે. હુ માનું છું કે તને આ ખબર છે. સિરીઝમાં જે પણ થાય પરંતુ તે જે સિદ્ધિઓ મેળવી છે તેનાથી અમે ખુશ છીએ. તેથી મેદાનમાં જઈને તારુ બેસ્ટ આપ અને પ્રોસેસને એન્જોય કર.’ આ ઘડીએ મને થયું કે મારા સ્વપ્ન ફક્ત મારા જ નહીં પરંતુ મારી બહેનના પણ હતા. 

    જયદેવે 11 ફેબ્રુઆરી, 2020ના રોજ આ તસવીર શૅર કરતા એક ઈમોશનલ પૉસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, હું જે રમત રમું છું તેને અબજો લોકો પ્રેમ કરે છે, આજે હું જ્યાં પણ છું એનાથી લાખો લોકો ખુશ છે પરંતુ ફક્ત એક જ વ્યક્તિ હતી જે મને  કોઈ પણ શંકા વિના સપોર્ટ કરતી હતી. આઠ વર્ષની ઉંમરે મે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયુ હતું. મારો પહેલો પ્રેમ ક્રિકેટ હતું. 22 યાર્ડની આસપાસ બેઠેલા લોકો ‘ઈન્ડિયા ઈન્ડિયા’ ચેન્ટ કરે તે જોવુ મારા માટે એક જાદુ હતું અને મારા હાથમાં જે બોલ છે તેનાથી મારે જાદુગર બનવુ હતું. મારા કુટુંબનું માનવું હતું કે ભણતર પણ જરૂરી છે. હું ક્રિકેટ અને ભણવામાં સારો હતો પરંતુ બંનેને બેલેન્સ કરવુ ભારે પડતુ હતું. પરિક્ષા સમયે મારી બહેન મને મદદ કરતી. મને આજે પણ યાદ છે જ્યારે મારી પસંદગી ઈન્ડિયા અંડર-19માં થઈ હતી. ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમે રવાના થવાનું હતું. મારા વાલી અને બહેન મને જોવા માટે એરપોર્ટમાં આવ્યા હતા. તે વખતે મારી બહેને મને કહ્યું કે, ભાઈ અમારો હિરો છે. મારો હિરો છે. હુ માનું છું કે તને આ ખબર છે. સિરીઝમાં જે પણ થાય પરંતુ તે જે સિદ્ધિઓ મેળવી છે તેનાથી અમે ખુશ છીએ. તેથી મેદાનમાં જઈને તારુ બેસ્ટ આપ અને પ્રોસેસને એન્જોય કર.’ આ ઘડીએ મને થયું કે મારા સ્વપ્ન ફક્ત મારા જ નહીં પરંતુ મારી બહેનના પણ હતા. 

    8/20
  • ઑક્ટોબર 2019માં ધારાના જન્મદિવસે જયદેવે આ સેલ્ફી લઈને તેને અભિનંદન આપ્યા હતા.

    ઑક્ટોબર 2019માં ધારાના જન્મદિવસે જયદેવે આ સેલ્ફી લઈને તેને અભિનંદન આપ્યા હતા.

    9/20
  • રક્ષાબંધન વખતે પણ જયદેવ ઉનદકટે તેની બહેન ધીરા સાથેનો આ ફોટો શૅર કરીને એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી.

    રક્ષાબંધન વખતે પણ જયદેવ ઉનદકટે તેની બહેન ધીરા સાથેનો આ ફોટો શૅર કરીને એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી.

    10/20
  • આ ફોટો શૅર કરતા જયદેવે કહ્યું કે, જીવનમાં ઘણીવાર હું સંવેદનશીલતાનો અનુભવ કરતો હોવ છું પરંતુ ક્યારે પણ હું એકલો  કે હેલ્પલેસ થઈ જાઉ એવો અનુભવ થયો નથી કારણ કે મારી સાથે આ વ્યક્તિ છે. થેન્ક્યુ એ દરેક વસ્તુ માટે જે તે નિસ્વાર્થ ભાવે મારા માટે કરી છે.

    આ ફોટો શૅર કરતા જયદેવે કહ્યું કે, જીવનમાં ઘણીવાર હું સંવેદનશીલતાનો અનુભવ કરતો હોવ છું પરંતુ ક્યારે પણ હું એકલો  કે હેલ્પલેસ થઈ જાઉ એવો અનુભવ થયો નથી કારણ કે મારી સાથે આ વ્યક્તિ છે. થેન્ક્યુ એ દરેક વસ્તુ માટે જે તે નિસ્વાર્થ ભાવે મારા માટે કરી છે.

    11/20
  • આઈપીએલ 2019ના ઑક્શનમાં રાજસ્થાન રૉયલ્સે જયદેવને ટીમમાં રાખ્યો નહી પરંતુ ફરી રૂ.8.4 કરોડમાં લીધો હતો. 

    આઈપીએલ 2019ના ઑક્શનમાં રાજસ્થાન રૉયલ્સે જયદેવને ટીમમાં રાખ્યો નહી પરંતુ ફરી રૂ.8.4 કરોડમાં લીધો હતો. 

    12/20
  • જયદેવ ઉનદકટ તેની બહેન અને અમૂક મિત્રો સાથે જૈસલમેરની ટ્રીપમાં.

    જયદેવ ઉનદકટ તેની બહેન અને અમૂક મિત્રો સાથે જૈસલમેરની ટ્રીપમાં.

    13/20
  • જયદેવ તેના મમ્મી, પપ્પા અને બહેન સાથે કેરળમાં વેકેશન એન્જોય કરતા દેખાય છે.

    જયદેવ તેના મમ્મી, પપ્પા અને બહેન સાથે કેરળમાં વેકેશન એન્જોય કરતા દેખાય છે.

    14/20
  • મધર્સ ડેના દિવસે જયદેવ ઉનદકટે તેની મમ્મી સાથેનો આ સુંદર ફોટો શૅર કરીને શુભેચ્છા આપી હતી.

    મધર્સ ડેના દિવસે જયદેવ ઉનદકટે તેની મમ્મી સાથેનો આ સુંદર ફોટો શૅર કરીને શુભેચ્છા આપી હતી.

    15/20
  • ડિસેમ્બર 2010માં જયદેવ એક ટેસ્ટ મેચ રમ્યો હતો, પરંતુ તેમાં પ્રભાવ પાડી શક્યો નહોતો.

    ડિસેમ્બર 2010માં જયદેવ એક ટેસ્ટ મેચ રમ્યો હતો, પરંતુ તેમાં પ્રભાવ પાડી શક્યો નહોતો.

    16/20
  • જુલાઈ 2013માં વનડેની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધીમાં સાત મેચ રમ્યો છે, જેમાં આઠ વિકેટ લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર ચાર વિકેટ લઈને 41 રન છે.

    જુલાઈ 2013માં વનડેની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધીમાં સાત મેચ રમ્યો છે, જેમાં આઠ વિકેટ લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર ચાર વિકેટ લઈને 41 રન છે.

    17/20
  • જયદેવ ઉનદકટ તેના નજીકના મિત્ર ચેતેશ્વર પુજારા સાથે.

    જયદેવ ઉનદકટ તેના નજીકના મિત્ર ચેતેશ્વર પુજારા સાથે.

    18/20
  • જયદેવ તેના અમૂક મિત્રો સાથે હિલ સ્ટેશનની વેધરમાં મજા માણતો દેખાય છે.

    જયદેવ તેના અમૂક મિત્રો સાથે હિલ સ્ટેશનની વેધરમાં મજા માણતો દેખાય છે.

    19/20
  • હેપ્પી બર્થ ડે જયદેવ ઉનદકટ!

    હેપ્પી બર્થ ડે જયદેવ ઉનદકટ!

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની ટીમ રાજસ્થાન રૉયલ્સ (RR)ના ફાસ્ટ બોલર જયદેવ ઉનદકટનો આજે 29મો જન્મદિવસ છે. આજે આ ખાસ દિવસે મેદાનની બહાર ઉનદકટના જીવન વિશે જાણીએ. જયદેવ ઉનદકટના જીવનમાં સૌથી મહત્વની વ્યક્તિ તેની બહેન છે. (ફોટોઃ જયદેવ ઉનદકટનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK