વિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. લગભગ આખું વર્ષ આપણાં ખેલાડીઓ ઘરગથ્થું અને વિદેશી પ્રવાસ પર હોય છે. આ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટની સાથે સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. એવામાં ઇન્જરૂનું જોખમ પહેલા કરતા વધી ગયું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં 13થી વધુ ભારતીય ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરિણામે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ત્રીજી હરોળના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વારો આવ્યો છે. (તસવીર સૌજન્ય જાગરણ)