IPL 2020: આ ગુજરાતી પ્લેયર્સ મચાવશે ધૂમ, જાણો તેમની ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ

Updated: 20th September, 2020 12:25 IST | Rachana Joshi
  • હાર્દિક પંડયા ટીમ: મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 11 કરોડ મેચ: 66 રન: 1,068 સ્ટ્રાઈક રેટ: 154.78 વિકેટ: 42

    હાર્દિક પંડયા

    ટીમ: મુંબઈ ઇન્ડિયન્સ

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 11 કરોડ

    મેચ: 66

    રન: 1,068

    સ્ટ્રાઈક રેટ: 154.78

    વિકેટ: 42

    1/14
  • હાર્દિક પંડયા યુવા કરિકેટરોમાં ગણાય છે. સેલ્ફ બિલીફ તેનો પૉઝિટિવ પોઈન્ટ છે. પંડ્યા ક્યારેય પ્રેશરને પોતાના ઉપર હાવી થવા દેતો નથી. પોતાની ડેબ્યુ IPL મેચમાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને હાર્દિકે તે સાબિત કર્યું હતું. ભારતીય ટીમના આધારસ્તંભ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને વારંવાર પીઠની ઇજા હેરાન કરતી આવી છે. જોકે, આ લાંબા બ્રેક પછી હાર્દિક એકદમ ફિટ છે અને આ સીઝનમાં હિટ થવા ઉત્સુક છે. આ વખતે હાર્દિક પંડયા મુંબઈ માટે મોટી ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. IPLમાં તેના ફોર્મ સાથે તેની ફિટનેસ ઉપર પણ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

    હાર્દિક પંડયા યુવા કરિકેટરોમાં ગણાય છે. સેલ્ફ બિલીફ તેનો પૉઝિટિવ પોઈન્ટ છે. પંડ્યા ક્યારેય પ્રેશરને પોતાના ઉપર હાવી થવા દેતો નથી. પોતાની ડેબ્યુ IPL મેચમાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને હાર્દિકે તે સાબિત કર્યું હતું. ભારતીય ટીમના આધારસ્તંભ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને વારંવાર પીઠની ઇજા હેરાન કરતી આવી છે. જોકે, આ લાંબા બ્રેક પછી હાર્દિક એકદમ ફિટ છે અને આ સીઝનમાં હિટ થવા ઉત્સુક છે. આ વખતે હાર્દિક પંડયા મુંબઈ માટે મોટી ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. IPLમાં તેના ફોર્મ સાથે તેની ફિટનેસ ઉપર પણ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

    2/14
  • કૃણાલ પંડયા ટીમ: મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 8.8 કરોડ મેચ: 55 રન: 1,128 સ્ટ્રાઈક રેટ: 146.06 વિકેટ: 40

    કૃણાલ પંડયા

    ટીમ: મુંબઈ ઇન્ડિયન્સ

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 8.8 કરોડ

    મેચ: 55

    રન: 1,128

    સ્ટ્રાઈક રેટ: 146.06

    વિકેટ: 40

    3/14
  • કૃણાલ પંડયા લૉકડાઉન પહેલા ક્રિકેટ એક્ટિવ હતું ત્યારે સતત ઇન્ડિયા-Aનો ભાગ હતો. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં તેની કોઈ દાવેદારી નહોતી અને IPLમાં સાધારણ દેખાવે તેનો કેસ આગળ વધવા દીધો નહોતો. તેણે ગયા વર્ષે મુંબઈ માટે 16 મેચમાં 183 રન કર્યા હતા અને 12 વિકેટ ઝડપી હતી. તેની બેટિંગ એવરેજ માત્ર 16.63ની હતી. જયારે બોલિંગથી 7.28ની ઈકોનોમીથી રન આપ્યા હતા. આમ 8.8 કરોડમાં વેચાયેલા કૃણાલ માટે સ્પિનને ફેવર કરતી પરિસ્થિતિમાં પરફોર્મ કરવું જરૂરી છે.

    કૃણાલ પંડયા લૉકડાઉન પહેલા ક્રિકેટ એક્ટિવ હતું ત્યારે સતત ઇન્ડિયા-Aનો ભાગ હતો. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં તેની કોઈ દાવેદારી નહોતી અને IPLમાં સાધારણ દેખાવે તેનો કેસ આગળ વધવા દીધો નહોતો. તેણે ગયા વર્ષે મુંબઈ માટે 16 મેચમાં 183 રન કર્યા હતા અને 12 વિકેટ ઝડપી હતી. તેની બેટિંગ એવરેજ માત્ર 16.63ની હતી. જયારે બોલિંગથી 7.28ની ઈકોનોમીથી રન આપ્યા હતા. આમ 8.8 કરોડમાં વેચાયેલા કૃણાલ માટે સ્પિનને ફેવર કરતી પરિસ્થિતિમાં પરફોર્મ કરવું જરૂરી છે.

    4/14
  • જસપ્રીત બુમરાહ ટીમ: મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 7 કરોડ મેચ: 77 વિકેટ: 82

    જસપ્રીત બુમરાહ

    ટીમ: મુંબઈ ઇન્ડિયન્સ

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 7 કરોડ

    મેચ: 77

    વિકેટ: 82

    5/14
  • બુમ બુમ બુમરાહને ડેથ ઓવર્સનો શ્રેષ્ઠ બોલર કહેવામાં આવે છે. તેણે ગત સીઝનની 16 મેચમાં 19 વિકેટ લીધી હતી. તેમજ ઇનિંગ્સની અંતિમ ઓવર્સ નાખતો હોવા છતાં માત્ર 6.63ની ઈકોનોમીથી રન આપ્યા હતા. દર 19 બોલે વિકેટ લીધી હતી. લસિથ મલિંગાની ગેરહાજરીમાં બુમરાહ ટ્રેન્ટ બોલ્ટ અને નેથન કુલ્ટર નેઇલ સાથે ગ્રુપમાં એટેક કરશે અને બોલિંગ યુનિટનો લીડર રહેશે.

    બુમ બુમ બુમરાહને ડેથ ઓવર્સનો શ્રેષ્ઠ બોલર કહેવામાં આવે છે. તેણે ગત સીઝનની 16 મેચમાં 19 વિકેટ લીધી હતી. તેમજ ઇનિંગ્સની અંતિમ ઓવર્સ નાખતો હોવા છતાં માત્ર 6.63ની ઈકોનોમીથી રન આપ્યા હતા. દર 19 બોલે વિકેટ લીધી હતી. લસિથ મલિંગાની ગેરહાજરીમાં બુમરાહ ટ્રેન્ટ બોલ્ટ અને નેથન કુલ્ટર નેઇલ સાથે ગ્રુપમાં એટેક કરશે અને બોલિંગ યુનિટનો લીડર રહેશે.

    6/14
  • રવિન્દ્ર જાડેજા ટીમ: ચેન્નઇ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 7 કરોડ મેચ: 170 રન: 1,927 વિકેટ: 108

    રવિન્દ્ર જાડેજા

    ટીમ: ચેન્નઇ સુપર કિંગ્સ

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 7 કરોડ

    મેચ: 170

    રન: 1,927

    વિકેટ: 108

    7/14
  • રવિન્દ્ર જાડેજાએ IPLમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાથી લઈને વર્લ્ડનો નંબર 1 બોલર બનવા સુધીનો રસ્તો કાપ્યો છે. જોકે, ગઈ સીઝનમાં જાડેજાનું પ્રદર્શન જોઈએ તેટલું સારું રહ્યું નહોતું. તેણે 16 મેચમાં માત્ર 106 રન કર્યા હતા અને 15 વિકેટ લીધી હતી. જયારે 2018માં પણ તેણે માત્ર 89 રન કર્યા હતા અને 11 વિકેટ લીધી હતી. તેણે બે સીઝનમાં ફેન્સને નિરાશ કર્યા છે. સુરેશ રૈના અને હરભજન સિંહની ગેરહાજરીમાં જાડેજા પાસેથી ટીમને બેટ અને બોલ બંને દ્વારા નોંધપાત્ર દેખાવની અપેક્ષા રહેશે.

    રવિન્દ્ર જાડેજાએ IPLમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાથી લઈને વર્લ્ડનો નંબર 1 બોલર બનવા સુધીનો રસ્તો કાપ્યો છે. જોકે, ગઈ સીઝનમાં જાડેજાનું પ્રદર્શન જોઈએ તેટલું સારું રહ્યું નહોતું. તેણે 16 મેચમાં માત્ર 106 રન કર્યા હતા અને 15 વિકેટ લીધી હતી. જયારે 2018માં પણ તેણે માત્ર 89 રન કર્યા હતા અને 11 વિકેટ લીધી હતી. તેણે બે સીઝનમાં ફેન્સને નિરાશ કર્યા છે. સુરેશ રૈના અને હરભજન સિંહની ગેરહાજરીમાં જાડેજા પાસેથી ટીમને બેટ અને બોલ બંને દ્વારા નોંધપાત્ર દેખાવની અપેક્ષા રહેશે.

    8/14
  • અક્ષર પટેલ ટીમ: દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 5 કરોડ મેચ: 82 વિકેટ: 71

    અક્ષર પટેલ

    ટીમ: દિલ્હી કેપિટલ્સ

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 5 કરોડ

    મેચ: 82

    વિકેટ: 71

    9/14
  • અક્ષરે પટેલે 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું હતું. તે પછી 2014માં કિંગ્સ ઇલેવન પંજાબે તેને ખરીદ્યો હતો. તે સીઝનમાં સારા દેખાવના લીધે જૂન 2014માં જ તેણે ભારત માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. અક્ષર તે પછી ઇજાને લીધે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. 2018માં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો. તેણે 9 મેચમાં 13.33ની એવરેજથી 80 રન કર્યા હતા. બોલ સાથે પણ તે 3 વિકેટ જ ઝડપી શક્યો હતો. જયારે 2019માં તેણે 110 રન કર્યા હતા અને 10 વિકેટ લીધી હતી. તેણે ગયા વર્ષે માત્ર 7.13ની ઈકોનોમીથી રન આપ્યા હતા.

    અક્ષરે પટેલે 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું હતું. તે પછી 2014માં કિંગ્સ ઇલેવન પંજાબે તેને ખરીદ્યો હતો. તે સીઝનમાં સારા દેખાવના લીધે જૂન 2014માં જ તેણે ભારત માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. અક્ષર તે પછી ઇજાને લીધે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. 2018માં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો. તેણે 9 મેચમાં 13.33ની એવરેજથી 80 રન કર્યા હતા. બોલ સાથે પણ તે 3 વિકેટ જ ઝડપી શક્યો હતો. જયારે 2019માં તેણે 110 રન કર્યા હતા અને 10 વિકેટ લીધી હતી. તેણે ગયા વર્ષે માત્ર 7.13ની ઈકોનોમીથી રન આપ્યા હતા.

    10/14
  • જયદેવ ઉનડકટ ટીમ: રાજસ્થાન રૉયલ્સ ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 3 કરોડ મેચ: 73 વિકેટ: 77

    જયદેવ ઉનડકટ

    ટીમ: રાજસ્થાન રૉયલ્સ

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 3 કરોડ

    મેચ: 73

    વિકેટ: 77

    11/14
  • 2017ની IPL જયદેવ ઉનડકટ માટે સર્વશ્રેષ્ઠ રહી હતી. તેણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમતા 12 મેચમાં 24 વિકેટ લીધી હતી. તે સીઝન પછી રાજસ્થાન રૉયલ્સે તેને 2018માં 11.5 કરોડમાં ખરીદ્યો હતો. જોકે પછીની બન્ને સીઝનમાં તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો નહોતો. તેણે 2018માં 15 મેચમાં 10 અને 2019માં 11 મેચમાં માત્ર 10 વિકેટ ઝડપી હતી. તેથી ડિસેમ્બર 2019માં રાજસ્થાને તેને રિટેન ન કરતા ઓક્શન માટે રિલીઝ કર્યો હતો. ત્યારબાદ ફરી તેને 3 કરોડમાં ખરીદ્યો હતો.

    2017ની IPL જયદેવ ઉનડકટ માટે સર્વશ્રેષ્ઠ રહી હતી. તેણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમતા 12 મેચમાં 24 વિકેટ લીધી હતી. તે સીઝન પછી રાજસ્થાન રૉયલ્સે તેને 2018માં 11.5 કરોડમાં ખરીદ્યો હતો. જોકે પછીની બન્ને સીઝનમાં તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો નહોતો. તેણે 2018માં 15 મેચમાં 10 અને 2019માં 11 મેચમાં માત્ર 10 વિકેટ ઝડપી હતી. તેથી ડિસેમ્બર 2019માં રાજસ્થાને તેને રિટેન ન કરતા ઓક્શન માટે રિલીઝ કર્યો હતો. ત્યારબાદ ફરી તેને 3 કરોડમાં ખરીદ્યો હતો.

    12/14
  • પાર્થિવ પટેલ ટીમ: રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 1.7 કરોડ મેચ: 139 રન: 2,848 સ્ટ્રાઈક રેટ: 120.78 કૅચ: 691 સ્ટમ્પિંગ: 16

    પાર્થિવ પટેલ

    ટીમ: રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર

    ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ: 1.7 કરોડ

    મેચ: 139

    રન: 2,848

    સ્ટ્રાઈક રેટ: 120.78

    કૅચ: 691

    સ્ટમ્પિંગ: 16

    13/14
  • પાર્થિવ પટેલ IPLમાં પહેલી 3 સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. ત્યાર પછી તે કોચી ટસ્કર્સ, ડેકક્ન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર માટે રમી ચૂક્યો છે. 2015માં મુંબઈ ઇન્ડિયન્સને ટ્રેડ કર્યા પછી બેંન્ગલોરે પાર્થિવ પટેલને ફરી એક વાર 2018ના ઓક્શનમાં ખરીદ્યો હતો. 35 વર્ષીય પાર્થિવ આગળ હજી 2-3 વર્ષનું ક્રિકેટ પડ્યું છે. 2017માં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું ત્યારે પાર્થિવ 395 રન સાથે ટીમનો ટોપ સ્કોરર હતો.

    પાર્થિવ પટેલ IPLમાં પહેલી 3 સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. ત્યાર પછી તે કોચી ટસ્કર્સ, ડેકક્ન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર માટે રમી ચૂક્યો છે. 2015માં મુંબઈ ઇન્ડિયન્સને ટ્રેડ કર્યા પછી બેંન્ગલોરે પાર્થિવ પટેલને ફરી એક વાર 2018ના ઓક્શનમાં ખરીદ્યો હતો. 35 વર્ષીય પાર્થિવ આગળ હજી 2-3 વર્ષનું ક્રિકેટ પડ્યું છે. 2017માં મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું ત્યારે પાર્થિવ 395 રન સાથે ટીમનો ટોપ સ્કોરર હતો.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનનો પ્રારંભ થઈ ગયો છે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી, પરંતુ સાત ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. જેમના પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે. તેમજ તેમના પ્રદર્શનની નોંધ પણ લોકો લેશે. આ એ જ ગુજરાતીઓ છે જેઓ ઈન્ડિયા ટીમ માટે રમે છે. સાતમાંથી ત્રણ પ્લેયર એટલે કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) તો સીનિયર ટીમની લાઈફલાઈન છે. જ્યારે અન્ય ચાર ખેલાડીઓ કૃણાલ પંડ્યા (Krunal Pandya), જયદેવ ઉનડકટ (Jaydev Unadkat), અક્ષર પટેલ (Akshar Patel) અને પાર્થિવ પટેલ (Parthiv Patel)એ પણ ભારતની ટીમમાં પોતાની જવાબદારીઓ બહુ સારી રિતે નિભાવી છે. ત્યારે આજે આપણે આ સાત ગુજરાતી પ્લેયર્સ વિશે વધુ જાણીએ. સાથે જ જાણીએ તેમની ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ.

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

First Published: 19th September, 2020 20:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK