IPL 2020: વિવાદોને મામલે IPLનો ઇતિહાસ રહ્યો છે ઉજ્જવળ, આ વર્ષે શું હશે સીન?

Updated: Sep 16, 2020, 14:19 IST | Keval Trivedi
  • આઈપીએલની પહેલી જ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના હરભજન સિંહે તે વખતે કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતા શ્રીસંતને લાફો માર્યો હતો. મેચ પુરી થયા બાદ આ ઘટના બની હતી. જોકે શ્રીસંત તે વખતે મેદાન ઉપર જ રડતો હતો, તેનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું.

    આઈપીએલની પહેલી જ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના હરભજન સિંહે તે વખતે કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતા શ્રીસંતને લાફો માર્યો હતો. મેચ પુરી થયા બાદ આ ઘટના બની હતી. જોકે શ્રીસંત તે વખતે મેદાન ઉપર જ રડતો હતો, તેનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું.

    1/14
  • આઈપીએલમાં બૉલીવુડ અભિનેત્રીઓ પણ વિવાદમાં સપડાયેલી છે. આઈપીએલ 2011માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડાયરેક્ટર સિદ્ધાર્થ માલ્યાએ પબ્લિકમાં જ બૉલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણને કીસ કરી હતી. તે વખતે કેમેરા આ લોકો ઉપર જ હતો. તે પછી ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થયા હતા.

    આઈપીએલમાં બૉલીવુડ અભિનેત્રીઓ પણ વિવાદમાં સપડાયેલી છે. આઈપીએલ 2011માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડાયરેક્ટર સિદ્ધાર્થ માલ્યાએ પબ્લિકમાં જ બૉલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણને કીસ કરી હતી. તે વખતે કેમેરા આ લોકો ઉપર જ હતો. તે પછી ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થયા હતા.

    2/14
  • આઈપીએલ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સિક્યોરિટીઝ ગાર્ડ્સ સાથે ખરાબ વર્તન કર્યું હતું.પરિણામે વાનખેડે સ્ટેડિયમમાં તેમના ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ પણ મૂક્યો હતો. 

    આઈપીએલ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સિક્યોરિટીઝ ગાર્ડ્સ સાથે ખરાબ વર્તન કર્યું હતું.પરિણામે વાનખેડે સ્ટેડિયમમાં તેમના ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ પણ મૂક્યો હતો. 

    3/14
  • 2012ની આઈપીએલમાં જ શાહરૂખ ફરી વિવાદમાં સપડાયા હતા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ દરમિયાન બિંદાસ સિગરેટની મજા લઈ રહ્યા હતા. આ માટે અભિનેતાને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    2012ની આઈપીએલમાં જ શાહરૂખ ફરી વિવાદમાં સપડાયા હતા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ દરમિયાન બિંદાસ સિગરેટની મજા લઈ રહ્યા હતા. આ માટે અભિનેતાને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    4/14
  • ક્રિકેટમાં સ્લેજિંગ સામાન્ય છે, પરંતુ ઘણીવાર પરિસ્થિતિ બેકાબૂ બને છે. ઑસ્ટ્રેલિયન બૉલર મિશેલ સ્ટાર્ક આરસીબી તરફથી મુંબઈ ઈન્ડિયન્સના કાર્યન પોલાર્ડને મેચ દરમિયાન ઘણા સમયથી ગુસ્સો અપાવી રહ્યો હતો. પોલાર્ડે પહેલા તો તેને અવગણ્યો હતો. ત્યારબાદ જ્યારે મિશેલ બોલ નાખવા દોડ્યો તે જ વખતે પોલાર્ડ ક્રીઝ ઉપરથી દૂર થઈ ગયો અને મિશેલને બોલ નાખવાની ના પાડી. તેમ છતાં સ્ટાર્કે બોલ પોલાર્ડની ખૂબ જ નજીક ફેંક્યો આથી ગુસ્સામાં પોલાર્ડે બેટ ફેક્યું. પહેલા જોતા એવુ જ લાગે કે તેણે સ્ટાર્ક ઉપર બેટ ફેંક્યું જોકે તેણે પોતાના પગ પાસે જ બેટ ફેંક્યું હતું. 

    ક્રિકેટમાં સ્લેજિંગ સામાન્ય છે, પરંતુ ઘણીવાર પરિસ્થિતિ બેકાબૂ બને છે. ઑસ્ટ્રેલિયન બૉલર મિશેલ સ્ટાર્ક આરસીબી તરફથી મુંબઈ ઈન્ડિયન્સના કાર્યન પોલાર્ડને મેચ દરમિયાન ઘણા સમયથી ગુસ્સો અપાવી રહ્યો હતો. પોલાર્ડે પહેલા તો તેને અવગણ્યો હતો. ત્યારબાદ જ્યારે મિશેલ બોલ નાખવા દોડ્યો તે જ વખતે પોલાર્ડ ક્રીઝ ઉપરથી દૂર થઈ ગયો અને મિશેલને બોલ નાખવાની ના પાડી. તેમ છતાં સ્ટાર્કે બોલ પોલાર્ડની ખૂબ જ નજીક ફેંક્યો આથી ગુસ્સામાં પોલાર્ડે બેટ ફેક્યું. પહેલા જોતા એવુ જ લાગે કે તેણે સ્ટાર્ક ઉપર બેટ ફેંક્યું જોકે તેણે પોતાના પગ પાસે જ બેટ ફેંક્યું હતું. 

    5/14
  • આઈપીએલ 2015માં અમ્પાયરે પોલાર્ડને ચૂપ રહેવાનું કહ્યું હતું. આ સામે પોલાર્ડે પોતાની સ્ટાઈલમાં વિરોધ પ્રદર્શન કરતા મોઢા ઉપર ટેપ લગાવી દીધી હતી. 

    આઈપીએલ 2015માં અમ્પાયરે પોલાર્ડને ચૂપ રહેવાનું કહ્યું હતું. આ સામે પોલાર્ડે પોતાની સ્ટાઈલમાં વિરોધ પ્રદર્શન કરતા મોઢા ઉપર ટેપ લગાવી દીધી હતી. 

    6/14
  • આઈપીએલની છઠ્ઠી સીઝનમાં આરસીબીનો વિરાટ કોહલી અને કેકેઆરનો ગૌતમ ગંભીર એકબીજાને સામે થઈ ગયા હતા. બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો જે દર્શકોએ લાઈવ જોઈ શક્યા હતા. આ ફોટો તે વખતે સમાચાર અને સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચાલ્યો હતો. આવી જ ઘટના 2015માં પણ જોવા મળી હતી. 

    આઈપીએલની છઠ્ઠી સીઝનમાં આરસીબીનો વિરાટ કોહલી અને કેકેઆરનો ગૌતમ ગંભીર એકબીજાને સામે થઈ ગયા હતા. બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો જે દર્શકોએ લાઈવ જોઈ શક્યા હતા. આ ફોટો તે વખતે સમાચાર અને સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચાલ્યો હતો. આવી જ ઘટના 2015માં પણ જોવા મળી હતી. 

    7/14
  • આઈપીએલમાં અમૂક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં યુઝર્સ વિવિધ પ્રકારની કમેન્ટ્સ આપતા હતા. એમાનો એક આ ફોટો છે, જેમાં વર્ષ 2010માં મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીને હરભજન સિંહે ઉપાડીને મેચ જીત્યાનું સેલિબ્રેશન કર્યું હતું. 

    આઈપીએલમાં અમૂક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં યુઝર્સ વિવિધ પ્રકારની કમેન્ટ્સ આપતા હતા. એમાનો એક આ ફોટો છે, જેમાં વર્ષ 2010માં મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીને હરભજન સિંહે ઉપાડીને મેચ જીત્યાનું સેલિબ્રેશન કર્યું હતું. 

    8/14
  • દિલ્હીના એક ફાઈવ સ્ટાર હૉટેલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના લ્યૂક પૉમર્શબેકએ ભારતીય મૂળની અમેરિકી મહિલાની છેડતી કરી હતી, જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

    દિલ્હીના એક ફાઈવ સ્ટાર હૉટેલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના લ્યૂક પૉમર્શબેકએ ભારતીય મૂળની અમેરિકી મહિલાની છેડતી કરી હતી, જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

    9/14
  • આઈપીએલની 2013ની સીઝનમાં એસ.શ્રીસંત અને, અજિત ચાંદલિયા અને અંકિત ચવ્હાણની દિલ્હી પૉલીસે મેચ ફિક્સિંગના આરોપસર ધરપકડ કરી હતી. 

    આઈપીએલની 2013ની સીઝનમાં એસ.શ્રીસંત અને, અજિત ચાંદલિયા અને અંકિત ચવ્હાણની દિલ્હી પૉલીસે મેચ ફિક્સિંગના આરોપસર ધરપકડ કરી હતી. 

    10/14
  • કિંગ્સ ઈલેવન પંજાબની પાર્ટનર્સ  અભિનેત્રી પ્રિટી ઝીન્ટા અને નેસ વાડિયા વચ્ચે 2013થી અંતર વધ્યુ હોવાના સંકેત દેખાતા હતા, કારણ કે પ્રિટી ઝીન્ટાએ કહ્યું હતું કે, હું અમે નેસ ફક્ત ફ્રેન્ડ્સ અને ટીમના પાર્ટનર છીએ, આ પછી 2014માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ દરમિયાન નેસ વાડિયાએ પ્રિટીને જાહેરમાં ખરાબ રીતે વર્તન કર્યા હોવાનું સામે આવ્યું હતું. પ્રિટીએ ફરિયાદ પણ નોંધાવી જે સામે વાડિયાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

    કિંગ્સ ઈલેવન પંજાબની પાર્ટનર્સ  અભિનેત્રી પ્રિટી ઝીન્ટા અને નેસ વાડિયા વચ્ચે 2013થી અંતર વધ્યુ હોવાના સંકેત દેખાતા હતા, કારણ કે પ્રિટી ઝીન્ટાએ કહ્યું હતું કે, હું અમે નેસ ફક્ત ફ્રેન્ડ્સ અને ટીમના પાર્ટનર છીએ, આ પછી 2014માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ દરમિયાન નેસ વાડિયાએ પ્રિટીને જાહેરમાં ખરાબ રીતે વર્તન કર્યા હોવાનું સામે આવ્યું હતું. પ્રિટીએ ફરિયાદ પણ નોંધાવી જે સામે વાડિયાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

    11/14
  • બેંગલુરૂના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને યુવરાજ સિંહ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે વાતચીત કરતા દેખાયા હતા. ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના એન્ટી-કરપ્શન નિયમ મુજબ મેચ દરમિયાન ખેલાડીઓ બહારની કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકે નહીં. વિરાટને વોર્નિંગ આપીને માફ કરી દેવાયો હતો. 

    બેંગલુરૂના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી અને યુવરાજ સિંહ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે વાતચીત કરતા દેખાયા હતા. ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના એન્ટી-કરપ્શન નિયમ મુજબ મેચ દરમિયાન ખેલાડીઓ બહારની કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકે નહીં. વિરાટને વોર્નિંગ આપીને માફ કરી દેવાયો હતો. 

    12/14
  • આઈપીએલની 10મી સીઝનમાં સંજય માંજરેકરે મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝના ઑલ-રાઉન્ડર કાર્યન પોલાર્ડને ‘બ્રેનલેસ’ કહેતા વિવાદ થયો હતો.

    આઈપીએલની 10મી સીઝનમાં સંજય માંજરેકરે મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝના ઑલ-રાઉન્ડર કાર્યન પોલાર્ડને ‘બ્રેનલેસ’ કહેતા વિવાદ થયો હતો.

    13/14
  • 2019ની આઈપીએલમાં કૅપ્ટન કૂલ કહેવાતા ધોનીનો ભારતીય અંમ્પાયર ઉલ્હાસ ગાંધી ઉપર નો-બોલના કન્ફ્યુઝન ઉપર અકળાયો હતો. જોકે ધોની ઉપર કોઈ પ્રતિબંધ નહીં મૂકાયો, ફક્ત મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

    2019ની આઈપીએલમાં કૅપ્ટન કૂલ કહેવાતા ધોનીનો ભારતીય અંમ્પાયર ઉલ્હાસ ગાંધી ઉપર નો-બોલના કન્ફ્યુઝન ઉપર અકળાયો હતો. જોકે ધોની ઉપર કોઈ પ્રતિબંધ નહીં મૂકાયો, ફક્ત મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

IPL 2020 19મી સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવાની છે. લૉકડાઉનના લીધે આમ પણ કોઈ મેચ થઈ નહીં એટલે આ સીઝન માટે ક્રિકેટપ્રેમીઓ વધુ આતુર છે, જોકે આઈપીએલમાં દર વર્ષે એકાદ એવો વિવાદ થાય છે જેને કોઈ ભૂલી શક્યું નથી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK