IPL 2020: રિક્ષા ડ્રાઈવરનો દિકરો સિરાજ એક જ દિવસમાં સ્ટાર બની ગયો

Updated: 23rd October, 2020 16:49 IST | Keval Trivedi
  • મોહમ્મદ સિરાજનો જન્મ 13 માર્ચ, 1994ના રોજ હૈદરાબાદમાં થયો હતો, તે ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ રમ્યો છે.

    મોહમ્મદ સિરાજનો જન્મ 13 માર્ચ, 1994ના રોજ હૈદરાબાદમાં થયો હતો, તે ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ રમ્યો છે.

    1/16
  • સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને મમ્મી હાઉસવાઈફ છે. ફોટોઃ સિરાજ તેના પિતા સાથે.

    સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને મમ્મી હાઉસવાઈફ છે. ફોટોઃ સિરાજ તેના પિતા સાથે.

    2/16
  • મોહમ્મદ સિરાજ તેનું સ્વપ્ન પુરુ કરી શકે તે માટે તેના પિતા છેલ્લા 30 વર્ષથી ઓટો રિક્ષા ચલાવીને મહેનત કરતા હતા.

    મોહમ્મદ સિરાજ તેનું સ્વપ્ન પુરુ કરી શકે તે માટે તેના પિતા છેલ્લા 30 વર્ષથી ઓટો રિક્ષા ચલાવીને મહેનત કરતા હતા.

    3/16
  • સાત વર્ષની ઉંમરે સિરાજે નક્કી કર્યું હતું કે તે ક્રિકેટર બનશે. ફોટોઃ સિરાજ તેની ફેમિલી સાથે.

    સાત વર્ષની ઉંમરે સિરાજે નક્કી કર્યું હતું કે તે ક્રિકેટર બનશે. ફોટોઃ સિરાજ તેની ફેમિલી સાથે.

    4/16
  • ગઈ કાલની (21 ઑક્ટોબર,2020) મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઠ રન આપીને ત્રણ વિકેટ લેવા ઉપરાંત બે મેડેન ઓવર નાખીને તેણે આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે.

    ગઈ કાલની (21 ઑક્ટોબર,2020) મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઠ રન આપીને ત્રણ વિકેટ લેવા ઉપરાંત બે મેડેન ઓવર નાખીને તેણે આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે.

    5/16
  • ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત 2015માં કરી હતી, અત્યારસુધીમાં 36 મેચ રમીને 147 વિકેટ લેવા ઉપરાંત 300 રન પણ કર્યા છે. બેસ્ટ બોલિંગ 59 રન આપીને આઠ વિકેટ છે.

    ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત 2015માં કરી હતી, અત્યારસુધીમાં 36 મેચ રમીને 147 વિકેટ લેવા ઉપરાંત 300 રન પણ કર્યા છે. બેસ્ટ બોલિંગ 59 રન આપીને આઠ વિકેટ છે.

    6/16
  • લિસ્ટ એ ક્રિકેટમાં સિરાજ 46 મેચ રમ્યો છે, જેમાં 81 વિકેટ લીધી છે, બેસ્ટ બોલિંગ ફીગર 5/37 છે.

    લિસ્ટ એ ક્રિકેટમાં સિરાજ 46 મેચ રમ્યો છે, જેમાં 81 વિકેટ લીધી છે, બેસ્ટ બોલિંગ ફીગર 5/37 છે.

    7/16
  • ફેબ્રુઆરી 2017માં સિરાજની પસંદગી સનરાઈઝર્સ હૈદારાબાદે કરીને રૂ.2.7 કરોડનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.

    ફેબ્રુઆરી 2017માં સિરાજની પસંદગી સનરાઈઝર્સ હૈદારાબાદે કરીને રૂ.2.7 કરોડનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.

    8/16
  • આઈપીએલમાં પોતાની પહેલી સીઝન રમતા મોહમ્મદ સિરાજે સનરાઈઝર્સ હૈદરાબાદના વતિથી છ મેચ રમીને 10 વિકેટ લીધી હતી, બેસ્ટ બોલિંગ આંકડો 32 રન આપીને ચાર વિકેટ હતો. ફોટોઃ મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલી.

    આઈપીએલમાં પોતાની પહેલી સીઝન રમતા મોહમ્મદ સિરાજે સનરાઈઝર્સ હૈદરાબાદના વતિથી છ મેચ રમીને 10 વિકેટ લીધી હતી, બેસ્ટ બોલિંગ આંકડો 32 રન આપીને ચાર વિકેટ હતો. ફોટોઃ મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલી.

    9/16
  • 2018માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોહમ્મદ સિરાજને પોતાની ટીમમાં લીધો હતો. ફોટોઃ મોહમ્મદ સિરાજના કુટુંબે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી ઉપરાંત અન્ય ક્રિકેટર્સને પોતાના ઘરે બોલાવ્યો હતો.

    2018માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોહમ્મદ સિરાજને પોતાની ટીમમાં લીધો હતો. ફોટોઃ મોહમ્મદ સિરાજના કુટુંબે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી ઉપરાંત અન્ય ક્રિકેટર્સને પોતાના ઘરે બોલાવ્યો હતો.

    10/16
  • રૉયલ ચેલેન્જર્સના વતિથી સિરાજે 24 મેચમાં 24 વિકેટ લીધી છે. ફોટોઃ વિરાટ કોહલી સિરાજના ઘરે ભોજનનો સ્વાદ માણી રહ્યો છે.

    રૉયલ ચેલેન્જર્સના વતિથી સિરાજે 24 મેચમાં 24 વિકેટ લીધી છે. ફોટોઃ વિરાટ કોહલી સિરાજના ઘરે ભોજનનો સ્વાદ માણી રહ્યો છે.

    11/16
  • 2017-18 વિજય હઝારે ટ્રોફીમાં મોહમ્મદ સિરાજે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 23 વિકેટ લીધી હતી, એ પણ ફક્ત સાત મેચમાં. ફોટોઃ મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને સુરેશ રૈના.

    2017-18 વિજય હઝારે ટ્રોફીમાં મોહમ્મદ સિરાજે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 23 વિકેટ લીધી હતી, એ પણ ફક્ત સાત મેચમાં. ફોટોઃ મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને સુરેશ રૈના.

    12/16
  • 2018માં સિરાજની પસંદગી વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ ટીમમાં થઈ હતી, જોકે તેમાં ખાસ પ્રભુત્વ જમાવી શક્યો નહોતો. ફોટોઃ મોહમ્મદ સિરાજ અને રિષભ પંત.

    2018માં સિરાજની પસંદગી વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ ટીમમાં થઈ હતી, જોકે તેમાં ખાસ પ્રભુત્વ જમાવી શક્યો નહોતો. ફોટોઃ મોહમ્મદ સિરાજ અને રિષભ પંત.

    13/16
  • મોહમ્મદ સિરાજ અત્યાર સુધીમાં એક જ વનડે જાન્યુઆરી 15, 2019ના રોજ રમ્યો હતો, જેમાં તે એકેય વિકેટ લઈ શક્યો નહોતો. ફોટોઃ સિરાજ અને તેના મિત્રો.

    મોહમ્મદ સિરાજ અત્યાર સુધીમાં એક જ વનડે જાન્યુઆરી 15, 2019ના રોજ રમ્યો હતો, જેમાં તે એકેય વિકેટ લઈ શક્યો નહોતો. ફોટોઃ સિરાજ અને તેના મિત્રો.

    14/16
  • માર્ચ 2018માં ટી-20 ક્રિકેટ રમવાની શરૂઆત કરી, અત્યાર સુધીમાં ત્રણ મેચમાં કુલ ત્રણ વિકેટ તેણે લીધી છે. ફોટોઃ મોહમ્મદ સિરાજ, શાહબાઝ નદિમ અને ઈશાન કિશન.

    માર્ચ 2018માં ટી-20 ક્રિકેટ રમવાની શરૂઆત કરી, અત્યાર સુધીમાં ત્રણ મેચમાં કુલ ત્રણ વિકેટ તેણે લીધી છે. ફોટોઃ મોહમ્મદ સિરાજ, શાહબાઝ નદિમ અને ઈશાન કિશન.

    15/16
  • કુલ 30 આઈપીએલમાં સિરાજે 34 વિકેટ 28.17ની એવરેજ અને 9.02ની ઈકોનોમીથી લીધી છે. બેસ્ટ બોલીંગ આંકડો 32 રન આપીને ચાર વિકેટ છે.

    કુલ 30 આઈપીએલમાં સિરાજે 34 વિકેટ 28.17ની એવરેજ અને 9.02ની ઈકોનોમીથી લીધી છે. બેસ્ટ બોલીંગ આંકડો 32 રન આપીને ચાર વિકેટ છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રૉયલ ચેલેન્જર્સના વતિથી રમનારા મોહમ્મદ સિરાજે ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ લેવા ઉપરાંત બે મેડેન ઓવર નાખીને ઈતિહાસ રચ્યો હતો. એક જ રાતમાં આઈપીએલ સ્ટાર બનનારા સિરાજના અંગત જીવન વિશે વધુ જાણીએ. (ફોટોઃ મોહમ્મદ સિરાજનું ઈન્સ્ટાગ્રામ)

First Published: 22nd October, 2020 18:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK