IPL 2020: MI vs DC કિસમે કિતના હે દમ!

Published: 9th November, 2020 08:24 IST | Keval Trivedi
  • સીઝનની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સનો ટુર્નામેન્ટમાં દબદબો રહ્યો હતો જેનું મુખ્ય કારણ ક્વિન્ટન ડી કોક, સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન જેવા બેટ્સમેન જે હાલ ફોર્મમાં છે, તેમ જ જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ છે. આઈપીએલમાં આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર યાદીમાં જસપ્રિત બુમરાહ 27 વિકેટ સાથે બીજા ક્રમે અને 22 વિકેટ સાથે ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા ક્રમે છે. 

    સીઝનની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સનો ટુર્નામેન્ટમાં દબદબો રહ્યો હતો જેનું મુખ્ય કારણ ક્વિન્ટન ડી કોક, સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન જેવા બેટ્સમેન જે હાલ ફોર્મમાં છે, તેમ જ જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ છે. આઈપીએલમાં આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર યાદીમાં જસપ્રિત બુમરાહ 27 વિકેટ સાથે બીજા ક્રમે અને 22 વિકેટ સાથે ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા ક્રમે છે. 

    1/29
  • પહેલી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે જ યોજાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો 57 રને વિજય થયો હતો, તેમ જ ચાર ઓવરમાં 14 રન આપીને ચાર વિકેટ લેવા ઉપરાંત એક મેડેન ઓવર ફેકતા જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. દિલ્હી કૅપિટલ્સના ટોચના ત્રણેય બેટ્સમેન પોતાનું ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થતા શરૂઆતથી જ ટીમની હાર નક્કી જણાતી હતી.

    પહેલી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે જ યોજાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો 57 રને વિજય થયો હતો, તેમ જ ચાર ઓવરમાં 14 રન આપીને ચાર વિકેટ લેવા ઉપરાંત એક મેડેન ઓવર ફેકતા જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. દિલ્હી કૅપિટલ્સના ટોચના ત્રણેય બેટ્સમેન પોતાનું ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થતા શરૂઆતથી જ ટીમની હાર નક્કી જણાતી હતી.

    2/29
  • મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ હારના લીધે ક્વોલિફાયરની બીજી મેચમાં લાગતુ હતુ કે દિલ્હી કૅપિટલ્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હાર થશે કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી નવેમ્બરના રોજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 વિકેટે હરાવીને દરેકને અચંબામાં મૂક્યો હતો. કૅપ્ટન ડેવિડ વોર્નરે 58 બોલમાં 10 ફોર અને એક સિક્સ મારીને અણનમ 85 રન કર્યા હતા, જોકે દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં તે માત્ર બે રને રબાડાનો શિકાર બન્યો હતો. અંતે સનરાઈઝર્સને 17 રને હરાવીને દિલ્હી કૅપિટલ્સ ફાઈનલમાં પહોંચી છે. 

    મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ હારના લીધે ક્વોલિફાયરની બીજી મેચમાં લાગતુ હતુ કે દિલ્હી કૅપિટલ્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હાર થશે કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી નવેમ્બરના રોજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 વિકેટે હરાવીને દરેકને અચંબામાં મૂક્યો હતો. કૅપ્ટન ડેવિડ વોર્નરે 58 બોલમાં 10 ફોર અને એક સિક્સ મારીને અણનમ 85 રન કર્યા હતા, જોકે દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં તે માત્ર બે રને રબાડાનો શિકાર બન્યો હતો. અંતે સનરાઈઝર્સને 17 રને હરાવીને દિલ્હી કૅપિટલ્સ ફાઈનલમાં પહોંચી છે. 

    3/29
  • મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માની આ સીઝનમાં સારી શરૂઆત રહી હતી. જોકે દુબઈમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમતા રોહિતને ઈન્જરી થતા અમૂક મેચ રમી શક્યો નહોતો. રિકવર થઈને ફરી મેદાનમાં ઉતર્યા બાદ રોહિતની બેટિંગ હજી નબળી હોવાનું જણાય છે. દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં તે પહેલા જ બોલમાં આઉટ થયો હતો. જોકે 20 ઓવર સુધી પીચ પર ટકી રહેવાની પણ ક્ષમતા મુંબઈના આ ખેલાડીમાં છે. આઈપીએલની 2009, 2011 અને 2012ની સીરીઝમાં તેણે કુલ ત્રણ વખત છેલ્લા બોલમાં સિક્સ મારીને મેચ જીતાડી છે. અત્યારસુધીમાં કુલ 199 આઈપીએલ મેચમાં રોહિતે 130.58નો સ્ટ્રાઈક રેટ અને 31.1ની એવરેજથી 5162 રન કર્યા છે, જેમાં 38 ફીફ્ટી અને એક સેન્ચ્યુરીનો સમાવેશ છે.

    મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માની આ સીઝનમાં સારી શરૂઆત રહી હતી. જોકે દુબઈમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમતા રોહિતને ઈન્જરી થતા અમૂક મેચ રમી શક્યો નહોતો. રિકવર થઈને ફરી મેદાનમાં ઉતર્યા બાદ રોહિતની બેટિંગ હજી નબળી હોવાનું જણાય છે. દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં તે પહેલા જ બોલમાં આઉટ થયો હતો. જોકે 20 ઓવર સુધી પીચ પર ટકી રહેવાની પણ ક્ષમતા મુંબઈના આ ખેલાડીમાં છે. આઈપીએલની 2009, 2011 અને 2012ની સીરીઝમાં તેણે કુલ ત્રણ વખત છેલ્લા બોલમાં સિક્સ મારીને મેચ જીતાડી છે. અત્યારસુધીમાં કુલ 199 આઈપીએલ મેચમાં રોહિતે 130.58નો સ્ટ્રાઈક રેટ અને 31.1ની એવરેજથી 5162 રન કર્યા છે, જેમાં 38 ફીફ્ટી અને એક સેન્ચ્યુરીનો સમાવેશ છે.

    4/29
  • મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોક દરેક મેચમાં શ્રેષ્ઠ બેટિંગની સાથે વિકેટકિપીંગ કરીને ટીમને જીતાડવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. ક્વોલિફાયર મેચમાં ડી કોકે 25 બોલમાં 40 રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમને એક સ્થિર શરૂઆત આપવા માટે ડી કોકે હંમેશા ફાળો આપ્યો છે. શરૂઆતમાં પીચને સમજીને તે એક રિધમ પકડે છે અને તે પછી આ બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ સતત વધતો જ જાય છે. આઈપીએલની કુલ 65 મેચમાં 133.26ની સ્ટ્રાઈક રેટ અને 31.79ની એવરેજથી 1939 રન કર્યા છે, જેમાં 14 ફીફ્ટી અને એક સેન્ચ્યુરી કરી છે.  

    મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોક દરેક મેચમાં શ્રેષ્ઠ બેટિંગની સાથે વિકેટકિપીંગ કરીને ટીમને જીતાડવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. ક્વોલિફાયર મેચમાં ડી કોકે 25 બોલમાં 40 રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમને એક સ્થિર શરૂઆત આપવા માટે ડી કોકે હંમેશા ફાળો આપ્યો છે. શરૂઆતમાં પીચને સમજીને તે એક રિધમ પકડે છે અને તે પછી આ બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ સતત વધતો જ જાય છે. આઈપીએલની કુલ 65 મેચમાં 133.26ની સ્ટ્રાઈક રેટ અને 31.79ની એવરેજથી 1939 રન કર્યા છે, જેમાં 14 ફીફ્ટી અને એક સેન્ચ્યુરી કરી છે.  

    5/29
  • મુંબઈ ઈન્ડિયન્સના સુર્યકુમાર યાદવ આ વખતની સીઝનમાં તેની ઈનિંગ્સના લીધે લાઈમલાઈટમાં આવ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 79 રન અને ક્વોલિફાયર મેચમાં દિલ્હી કૅપિટલ્સ સામે 51 રન કરતા ફાઈનલમાં પણ તે પોતાનો આ ફોર્મ જાળવીને મોટો સ્કોર કરી શકે છે. આ સીઝનમાં તેણે 41.91ની એવરેજથી 461 રન કર્યા છે. આઈપીએલ-2020માં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનમાં તે આઠમાં ક્રમાંકે છે.  100 આઈપીએલ મેચમાં 85 ઈનિંગ્સમાં તેણે 135.11ના સ્ટ્રાઈક રેટ અને 30.38ની એવરેજથી 2005 રન કર્યા છે. આમાં 14 ફીફ્ટીનો પણ સમાવેશ છે.  

    મુંબઈ ઈન્ડિયન્સના સુર્યકુમાર યાદવ આ વખતની સીઝનમાં તેની ઈનિંગ્સના લીધે લાઈમલાઈટમાં આવ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 79 રન અને ક્વોલિફાયર મેચમાં દિલ્હી કૅપિટલ્સ સામે 51 રન કરતા ફાઈનલમાં પણ તે પોતાનો આ ફોર્મ જાળવીને મોટો સ્કોર કરી શકે છે. આ સીઝનમાં તેણે 41.91ની એવરેજથી 461 રન કર્યા છે. આઈપીએલ-2020માં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનમાં તે આઠમાં ક્રમાંકે છે.  100 આઈપીએલ મેચમાં 85 ઈનિંગ્સમાં તેણે 135.11ના સ્ટ્રાઈક રેટ અને 30.38ની એવરેજથી 2005 રન કર્યા છે. આમાં 14 ફીફ્ટીનો પણ સમાવેશ છે.  

    6/29
  • ઈશાન કિશનને પણ આ આઈપીએલ ફળી છે. દર વખતે ક્રિસ ગેઈલના નામે જે રેકોર્ડ રહેતો હતો એવો ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ આ વખતે ઈશાન કિશનના નામે છે. તેણે કુલ 29 સિક્સ મારી છે. ક્વોલિફાયર મેચમાં પણ તેણે અણનમ 55 રન કર્યા હતા. આ સીઝનમાં તેણે 53.67ની એવરેજથી  483 રન કર્યા છે અને સૌથી વધુ રન કરનાર બેટ્સમેનમાં તે ચોથા ક્રમાંકે છે. કુલ 50 આઈપીએલમાં તે 45 ઈનિંગ રમ્યો છે, જેમાં 136.03ની સ્ટ્રાઈક રેટ અને 28.05ની એવરેજથી 1178 રન કર્યા છે. તેણે સાત ફીફ્ટી પણ મારી છે.

    ઈશાન કિશનને પણ આ આઈપીએલ ફળી છે. દર વખતે ક્રિસ ગેઈલના નામે જે રેકોર્ડ રહેતો હતો એવો ટુર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ આ વખતે ઈશાન કિશનના નામે છે. તેણે કુલ 29 સિક્સ મારી છે. ક્વોલિફાયર મેચમાં પણ તેણે અણનમ 55 રન કર્યા હતા. આ સીઝનમાં તેણે 53.67ની એવરેજથી  483 રન કર્યા છે અને સૌથી વધુ રન કરનાર બેટ્સમેનમાં તે ચોથા ક્રમાંકે છે. કુલ 50 આઈપીએલમાં તે 45 ઈનિંગ રમ્યો છે, જેમાં 136.03ની સ્ટ્રાઈક રેટ અને 28.05ની એવરેજથી 1178 રન કર્યા છે. તેણે સાત ફીફ્ટી પણ મારી છે.

    7/29
  • મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફોર્મમાં છે. પોતાની આક્રમક બેટિંગથી તે અમૂક જ ઓવરમાં આખી મેચને ફેરવી શકે છે. ગુરુવારે દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં પણ સાતમાં ક્રમે આવીને 14 બોલમાં પાંચ સિક્સ મારીને 37 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આઈપીએલમાં કુલ 79 મેચ હાર્દિક રમ્યો છે જેમાં 73 ઈનિંગ્સમાં 159.86ની સ્ટ્રાઈક રેટ અને 30.59ની એવરેજથી 1346 રન કર્યા છે, જેમાં ચાર ફીફ્ટીનો સમાવેશ છે. તેમ જ 42 વિકેટ પણ લીધી છે. જો ફાઈનલમાં આ ફોર્મ યથાવત્ રહે તો મુંબઈ ઈન્ડિયન્સને ઘણો ફાયદો થશે.

    મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફોર્મમાં છે. પોતાની આક્રમક બેટિંગથી તે અમૂક જ ઓવરમાં આખી મેચને ફેરવી શકે છે. ગુરુવારે દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં પણ સાતમાં ક્રમે આવીને 14 બોલમાં પાંચ સિક્સ મારીને 37 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આઈપીએલમાં કુલ 79 મેચ હાર્દિક રમ્યો છે જેમાં 73 ઈનિંગ્સમાં 159.86ની સ્ટ્રાઈક રેટ અને 30.59ની એવરેજથી 1346 રન કર્યા છે, જેમાં ચાર ફીફ્ટીનો સમાવેશ છે. તેમ જ 42 વિકેટ પણ લીધી છે. જો ફાઈનલમાં આ ફોર્મ યથાવત્ રહે તો મુંબઈ ઈન્ડિયન્સને ઘણો ફાયદો થશે.

    8/29
  • ઓલરાઉન્ડર કાર્યન પોલાર્ડ પણ ફોર્મમાં હોય તો મેચની પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેની આક્રમક બેટિંગથી ઘણી મેચો ટીમ જીતી છે જેના સાક્ષી આપણે બધા છીએ. પોલાર્ડે કુલ 163 આઈપીએલ મેચ રમી છે, જેમાં 146 ઈનિંગ્સમાં તેણે 149.73ની સ્ટ્રાઈક રેટ અને 30.14ની એવરેજથી 3014 રન કર્યા છે. તેમ જ 15 ફીફ્ટી પણ મારી છે અને 60 વિકેટ પણ લીધી છે.

    ઓલરાઉન્ડર કાર્યન પોલાર્ડ પણ ફોર્મમાં હોય તો મેચની પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેની આક્રમક બેટિંગથી ઘણી મેચો ટીમ જીતી છે જેના સાક્ષી આપણે બધા છીએ. પોલાર્ડે કુલ 163 આઈપીએલ મેચ રમી છે, જેમાં 146 ઈનિંગ્સમાં તેણે 149.73ની સ્ટ્રાઈક રેટ અને 30.14ની એવરેજથી 3014 રન કર્યા છે. તેમ જ 15 ફીફ્ટી પણ મારી છે અને 60 વિકેટ પણ લીધી છે.

    9/29
  • મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડ કૃણાલ પંડ્યાએ આ સીઝનમાં બેટિંગ કરતા વધુ બોલીંગમાં પોતાનો ટેલેન્ટ બતાવ્યો છે. ક્વોલિફાયર મેચમાં કૃણાલે ચાર ઓવરમાં ફક્ત 22 રન આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. કૃણાલ પંડ્યાની બોલીંગમાં બેટ્સમેન જલદી રન કરી શકતા નથી તેથી સામે વાળી ટીમનો રનરેટ ઘટાડવામાં કૃણાલ પંડ્યાનો મોટો ફાળો હોય છે.  જો આવુ જ બોલીંગ પર્ફોમન્સ ફાઈનલમાં રહે તો સામે વાળી ટીમની મુશ્કેલી વધશે. કૃણાલ પંડ્યાને 70 આઈપીએલ મેચ રમવાનો અનુભવ છે. આમાં 59 ઈનિંગ્સમાં તેણે 142.51ની સ્ટ્રાઈક રેટ અને 24.37ની એવરેજથી 999 રન કર્યા છે. તેમ જ 46 વિકેટ પણ લીધી છે.

    મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડ કૃણાલ પંડ્યાએ આ સીઝનમાં બેટિંગ કરતા વધુ બોલીંગમાં પોતાનો ટેલેન્ટ બતાવ્યો છે. ક્વોલિફાયર મેચમાં કૃણાલે ચાર ઓવરમાં ફક્ત 22 રન આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. કૃણાલ પંડ્યાની બોલીંગમાં બેટ્સમેન જલદી રન કરી શકતા નથી તેથી સામે વાળી ટીમનો રનરેટ ઘટાડવામાં કૃણાલ પંડ્યાનો મોટો ફાળો હોય છે.  જો આવુ જ બોલીંગ પર્ફોમન્સ ફાઈનલમાં રહે તો સામે વાળી ટીમની મુશ્કેલી વધશે. કૃણાલ પંડ્યાને 70 આઈપીએલ મેચ રમવાનો અનુભવ છે. આમાં 59 ઈનિંગ્સમાં તેણે 142.51ની સ્ટ્રાઈક રેટ અને 24.37ની એવરેજથી 999 રન કર્યા છે. તેમ જ 46 વિકેટ પણ લીધી છે.

    10/29
  • નાથન કુલ્ટર-નાઈલની મુંબઈ ઈન્ડિયન્સમાં હાજરીથી ટીમનું વર્ચસ્વ વધુ છે. નાથને અત્યારસુધીમાં 32 આઈપીએલ મેચમાં 7.74 ઈમોનોમી રેટથી 39 વિકેટ લીધી છે. બેસ્ટ બોલીંગ ફીગર 20 રન આપીને ચાર વિકેટ છે. આ સીઝનમાં તેણે છ મેચમાં ત્રણ વિકેટ લીધી છે. 

    નાથન કુલ્ટર-નાઈલની મુંબઈ ઈન્ડિયન્સમાં હાજરીથી ટીમનું વર્ચસ્વ વધુ છે. નાથને અત્યારસુધીમાં 32 આઈપીએલ મેચમાં 7.74 ઈમોનોમી રેટથી 39 વિકેટ લીધી છે. બેસ્ટ બોલીંગ ફીગર 20 રન આપીને ચાર વિકેટ છે. આ સીઝનમાં તેણે છ મેચમાં ત્રણ વિકેટ લીધી છે. 

    11/29
  • રાહુલ ચહર આ સીઝનમાં એટલો પ્રભાવ પાડી શક્યો નથી. ક્વોલિફાયર મેચમાં પણ બે ઓવરમાં 35 રન આપ્યા હતા. આથી ફાઈનલમાં તે શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવાનો પ્રયત્ન કરશે અને જો આ બોલર સફળ રહ્યો તો મુંબઈ ઈન્ડિયન્સને ફાયદો થશે. આ સીઝનમાં તેણે 15 વિકેટ લીધી છે. અત્યારસુધીમાં કુલ 31 આઈપીએલ મેચમાં 30 વિકેટ લીધી છે અને બેસ્ટ બોલિંગ ફીગર 19 રન આપીને ત્રણ વિકેટ છે.

    રાહુલ ચહર આ સીઝનમાં એટલો પ્રભાવ પાડી શક્યો નથી. ક્વોલિફાયર મેચમાં પણ બે ઓવરમાં 35 રન આપ્યા હતા. આથી ફાઈનલમાં તે શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવાનો પ્રયત્ન કરશે અને જો આ બોલર સફળ રહ્યો તો મુંબઈ ઈન્ડિયન્સને ફાયદો થશે. આ સીઝનમાં તેણે 15 વિકેટ લીધી છે. અત્યારસુધીમાં કુલ 31 આઈપીએલ મેચમાં 30 વિકેટ લીધી છે અને બેસ્ટ બોલિંગ ફીગર 19 રન આપીને ત્રણ વિકેટ છે.

    12/29
  • ટ્રેન્ટ બોલ્ટે દર વખતની જેમ આ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સના ફૅન્સને ખુશ કર્યા છે. છેલ્લા દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં બે ઓવરમાં ફક્ત નવ રન આપીને બે વિકેટ લીધી હતી, આમાં પણ એક તો મેડેન ઓવર હતી. બોલ્ટની ઘાતક બોલિંગથી ટીમને હંમેશા સારી શરૂઆત મળે છે. તેનું આ ફોર્મ ફાઈનલમાં પણ રહેશે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે સકારાત્મક બાબત ગણાશે. આ સીઝનમાં તે 22 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં ત્રીજા ક્રમે છે.

    ટ્રેન્ટ બોલ્ટે દર વખતની જેમ આ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સના ફૅન્સને ખુશ કર્યા છે. છેલ્લા દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં બે ઓવરમાં ફક્ત નવ રન આપીને બે વિકેટ લીધી હતી, આમાં પણ એક તો મેડેન ઓવર હતી. બોલ્ટની ઘાતક બોલિંગથી ટીમને હંમેશા સારી શરૂઆત મળે છે. તેનું આ ફોર્મ ફાઈનલમાં પણ રહેશે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે સકારાત્મક બાબત ગણાશે. આ સીઝનમાં તે 22 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં ત્રીજા ક્રમે છે.

    13/29
  • મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેન્ટ બોલ્ટથી સાથે જસપ્રિત બુમરાહ સામી ટીમના ઓપનર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરતો હોય છે. ક્વોલિફાયર મેચમાં તો ચાર ઓવરમાં ફક્ત 14 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને એક મેડેન ઓવર પણ ફેંકી હતી. આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં દિલ્હી કૅપિટલ્સના કેજીસો રબાડા બાદ બુમરાહનો નંબર આવે છે. બુમરાહના યોરકર બોલનો સામનો કોઈ કરી શકતુ નથી. આઈપીએલની કુલ 91 મેચમાં બુમરાહે 109 વિકેટ લીધી છે.

    મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેન્ટ બોલ્ટથી સાથે જસપ્રિત બુમરાહ સામી ટીમના ઓપનર બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરતો હોય છે. ક્વોલિફાયર મેચમાં તો ચાર ઓવરમાં ફક્ત 14 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને એક મેડેન ઓવર પણ ફેંકી હતી. આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં દિલ્હી કૅપિટલ્સના કેજીસો રબાડા બાદ બુમરાહનો નંબર આવે છે. બુમરાહના યોરકર બોલનો સામનો કોઈ કરી શકતુ નથી. આઈપીએલની કુલ 91 મેચમાં બુમરાહે 109 વિકેટ લીધી છે.

    14/29
  • મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીએ આ સીઝનમાં એક જ મેચ રમ્યો છે. જોકે તેનો આઈપીએલમાં 91 મેચ રમવાનો અનુભવ છે. ધવલ કુલકર્ણીએ 8.26ના ઈકોનોમી રેટથી 86 વિકેટ લીધી છે.

    મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીએ આ સીઝનમાં એક જ મેચ રમ્યો છે. જોકે તેનો આઈપીએલમાં 91 મેચ રમવાનો અનુભવ છે. ધવલ કુલકર્ણીએ 8.26ના ઈકોનોમી રેટથી 86 વિકેટ લીધી છે.

    15/29
  • જેમ્સ પેટિસને IPL 2020માં મુંબઈ ઈન્ડિયન્સ વતિથી 10 મેચમાં 9.01ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી છે. બેસ્ટ બોલિંગ 19 રન આપીને બે વિકેટ છે.  

    જેમ્સ પેટિસને IPL 2020માં મુંબઈ ઈન્ડિયન્સ વતિથી 10 મેચમાં 9.01ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લીધી છે. બેસ્ટ બોલિંગ 19 રન આપીને બે વિકેટ છે.  

    16/29
  • દિલ્હી કૅપિટલ્સનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ ફોર્મમાં છે જે મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતાનો વિષય ગણાય. ક્વોલિફાયરની બીજી મેચમાં તેણે 27 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ મારીને 38 રન કરવા ઉપરાંત ત્રણ ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ લેતા મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આઈપીએલની કુલ 45 મેચમાં તેણે 9.33ના ઈકોનોમી રેટથી 27 વિકેટ લીધી છે. સર્વશ્રેષ્ઠ સ્પેલ 15 રન આપીને ચાર વિકેટ છે.

    દિલ્હી કૅપિટલ્સનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ ફોર્મમાં છે જે મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતાનો વિષય ગણાય. ક્વોલિફાયરની બીજી મેચમાં તેણે 27 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ મારીને 38 રન કરવા ઉપરાંત ત્રણ ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ લેતા મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આઈપીએલની કુલ 45 મેચમાં તેણે 9.33ના ઈકોનોમી રેટથી 27 વિકેટ લીધી છે. સર્વશ્રેષ્ઠ સ્પેલ 15 રન આપીને ચાર વિકેટ છે.

    17/29
  • દિલ્હી કૅપિટલ્સનો ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ દરેક મેચમાં આક્રમક બેટિંગ કર્યો છે. આઈપીએલ 2020માં તેણે ચાર ફીફ્ટી અને બે સેન્ચ્યુરી સાથે 16 મેચમાં 145.65ની સ્ટ્રાઈક રેટ અને 46.38ની એવરેજથી 603 રન કર્યા છે. આ સીઝનમાં સૌથી વધુ રન કરવામાં કિંગ્સ ઈલેવન પંજાબના કેએલ રાહુલ બાદ શિખર ધવનનો નંબર આવે છે. જો ધવન ફાઈનલમાં 68 રન કરે તો આ સીઝનમાં તે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બનશે.  જ્યારે સંપૂર્ણ આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો ધવને 175 મેચમાં 126.89ની સ્ટ્રાઈક રેટ અને 34.31ની એવરેજથી 5181 રન કર્યા છે, જેમાં 41 ફીફ્ટી અને બે સેન્ચ્યુરીનો સમાવેશ છે.

    દિલ્હી કૅપિટલ્સનો ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ દરેક મેચમાં આક્રમક બેટિંગ કર્યો છે. આઈપીએલ 2020માં તેણે ચાર ફીફ્ટી અને બે સેન્ચ્યુરી સાથે 16 મેચમાં 145.65ની સ્ટ્રાઈક રેટ અને 46.38ની એવરેજથી 603 રન કર્યા છે. આ સીઝનમાં સૌથી વધુ રન કરવામાં કિંગ્સ ઈલેવન પંજાબના કેએલ રાહુલ બાદ શિખર ધવનનો નંબર આવે છે. જો ધવન ફાઈનલમાં 68 રન કરે તો આ સીઝનમાં તે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બનશે.  જ્યારે સંપૂર્ણ આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો ધવને 175 મેચમાં 126.89ની સ્ટ્રાઈક રેટ અને 34.31ની એવરેજથી 5181 રન કર્યા છે, જેમાં 41 ફીફ્ટી અને બે સેન્ચ્યુરીનો સમાવેશ છે.

    18/29
  • આ વખતની સીઝનમાં અજિંક્ય રહાણે પોતાનું વર્ચસ્વ ઉભુ કરી શકવામાં નિષ્ફળ ગયો છે. આઈપીએલ 2020ની આઠ મેચમાં તેણે સાત ઈનિંગ્સ રમી જેમાં 15.86ની એવરેજથી 111 રન કર્યા છે. જોકે દરેક સીઝનનો સરવાળો કરીએ તો રહાણેએ 148 મેચમાં 121.48ની સ્ટ્રાઈક રેટ અને 31.96ની એવરેજથી 3931 રન કર્યા છે.

    આ વખતની સીઝનમાં અજિંક્ય રહાણે પોતાનું વર્ચસ્વ ઉભુ કરી શકવામાં નિષ્ફળ ગયો છે. આઈપીએલ 2020ની આઠ મેચમાં તેણે સાત ઈનિંગ્સ રમી જેમાં 15.86ની એવરેજથી 111 રન કર્યા છે. જોકે દરેક સીઝનનો સરવાળો કરીએ તો રહાણેએ 148 મેચમાં 121.48ની સ્ટ્રાઈક રેટ અને 31.96ની એવરેજથી 3931 રન કર્યા છે.

    19/29
  • દિલ્હી કૅપિટલ્સના 25 વર્ષના યુવા કૅપ્ટન શ્રેયસ ઐય્યરની વ્યૂહરચનાથી જ ટીમ આ સીઝનમાં ફાઈનલ સુધી પહોંચી છે. ક્વોલીફાયરની પહેલી મેચમાં ઐય્યરે મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 12 રન અને ક્વોલિફાયરની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 21 રન કર્યા હતા. આથી ફાઈનલમાં મોટો સ્કોર કરવાનો ટાર્ગેટ શ્રેયસના મગજમાં હશે જ. એક વાર પીચમાં ટકી જાય તો ઐય્યર લાંબી ઈનિંગ રમે છે. આ સીઝનમાં ઐય્યરે 454 રન કર્યા છે. અત્યારસુધીમાં આઈપીએલની 78 મેચમાં તેણે 125.96ની સ્ટ્રાઈક રેટ અને 30.5ની એવરેજથી 2135 રન કર્યા છે.

    દિલ્હી કૅપિટલ્સના 25 વર્ષના યુવા કૅપ્ટન શ્રેયસ ઐય્યરની વ્યૂહરચનાથી જ ટીમ આ સીઝનમાં ફાઈનલ સુધી પહોંચી છે. ક્વોલીફાયરની પહેલી મેચમાં ઐય્યરે મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 12 રન અને ક્વોલિફાયરની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 21 રન કર્યા હતા. આથી ફાઈનલમાં મોટો સ્કોર કરવાનો ટાર્ગેટ શ્રેયસના મગજમાં હશે જ. એક વાર પીચમાં ટકી જાય તો ઐય્યર લાંબી ઈનિંગ રમે છે. આ સીઝનમાં ઐય્યરે 454 રન કર્યા છે. અત્યારસુધીમાં આઈપીએલની 78 મેચમાં તેણે 125.96ની સ્ટ્રાઈક રેટ અને 30.5ની એવરેજથી 2135 રન કર્યા છે.

    20/29
  • DCનો વિકેટકીપર રિષભ પંત પોતાની આક્રમક બેટિંગ માટે જાણિતો છે. આઈપીએલમાં તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ 152.11 છે, જોકે આ સીઝનમાં તે 109.13ની સ્ટ્રાઈક રેટથી રમીને માત્ર 287 રન કર્યા છે. પંતના ફૅન્સને આશા છે કે ફાઈનલમાં તે આક્રમક બેટિંગ કરીને દિલ્હી કૅપિટલ્સને આઈપીએલની ટ્રોફી અપાવશે.

    DCનો વિકેટકીપર રિષભ પંત પોતાની આક્રમક બેટિંગ માટે જાણિતો છે. આઈપીએલમાં તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ 152.11 છે, જોકે આ સીઝનમાં તે 109.13ની સ્ટ્રાઈક રેટથી રમીને માત્ર 287 રન કર્યા છે. પંતના ફૅન્સને આશા છે કે ફાઈનલમાં તે આક્રમક બેટિંગ કરીને દિલ્હી કૅપિટલ્સને આઈપીએલની ટ્રોફી અપાવશે.

    21/29
  • આ સીઝનમાં શિમરોન હૅથમેયર દિલ્હી કૅપિટલ્સના વતિથી 11 મેચ રમ્યો છે. જેમાં 10 ઈનિંગમાં તેણે 150ની સ્ટ્રાઈક રેટ અને 25.71ની સ્ટ્રાઈક રેટથી 180 રન કર્યા છે. ફોર કરતા વધુ સિક્સ મારીને રન કરવા માટે જાણિતો આ બેટ્સમેન મંગળવારની ફાઈનલમાં પોતાની નેચરલ ગેમ રમશે તો દિલ્હી કૅપિટલ્સ માટે આ મોટો પ્લસ પોઈન્ટ હશે.

    આ સીઝનમાં શિમરોન હૅથમેયર દિલ્હી કૅપિટલ્સના વતિથી 11 મેચ રમ્યો છે. જેમાં 10 ઈનિંગમાં તેણે 150ની સ્ટ્રાઈક રેટ અને 25.71ની સ્ટ્રાઈક રેટથી 180 રન કર્યા છે. ફોર કરતા વધુ સિક્સ મારીને રન કરવા માટે જાણિતો આ બેટ્સમેન મંગળવારની ફાઈનલમાં પોતાની નેચરલ ગેમ રમશે તો દિલ્હી કૅપિટલ્સ માટે આ મોટો પ્લસ પોઈન્ટ હશે.

    22/29
  • દિલ્હી કૅપિટલ્સનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ વખતની આઈપીએલની સીઝનમાં 14 મેચ રમી છે, જેમાં આઠ ઈનિંગમાં 142.11ની સ્ટ્રાઈક રેટથી 108 રન કરવાની સાથે નવ વિકેટ લીધી છે. જ્યારે એકંદર સીઝનની વાત કરીએ તો કુલ 96 મેચમાં અક્ષર પટેલે 71 ઈનિંગ રમી છે જેમાં 128.05ની સ્ટ્રાઈક રેટથી 904 રન કર્યા છે, તેમ જ 80 વિકેટ પણ લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર 21 રન આપીને ચાર વિકેટ છે.

    દિલ્હી કૅપિટલ્સનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ વખતની આઈપીએલની સીઝનમાં 14 મેચ રમી છે, જેમાં આઠ ઈનિંગમાં 142.11ની સ્ટ્રાઈક રેટથી 108 રન કરવાની સાથે નવ વિકેટ લીધી છે. જ્યારે એકંદર સીઝનની વાત કરીએ તો કુલ 96 મેચમાં અક્ષર પટેલે 71 ઈનિંગ રમી છે જેમાં 128.05ની સ્ટ્રાઈક રેટથી 904 રન કર્યા છે, તેમ જ 80 વિકેટ પણ લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર 21 રન આપીને ચાર વિકેટ છે.

    23/29
  • રવિચંદ્રન અશ્વિનની આ સીઝન દર વર્ષ જેવી રહી નહોતી. આ વખતે 14 મેચમાં અશ્વિને 7.72ના ઈકોનોમી દરથી 13 વિકેટ લીધી છે. તેમ જ છ ઈનિંગમાં માત્ર 37 રન કર્યા છે. દરેક સીઝનનો સરવાળો કરીએ તો આ ઓલરાઉન્ડરે 153 મેચમાં 6.87ના ઈકોનોમી રેટથી 138 વિકેટ લીધી છે, તેમ જ 58 ઈનિંગમાં 110.46ની સ્ટ્રાઈક રેટથી 412 રન કર્યા છે.

    રવિચંદ્રન અશ્વિનની આ સીઝન દર વર્ષ જેવી રહી નહોતી. આ વખતે 14 મેચમાં અશ્વિને 7.72ના ઈકોનોમી દરથી 13 વિકેટ લીધી છે. તેમ જ છ ઈનિંગમાં માત્ર 37 રન કર્યા છે. દરેક સીઝનનો સરવાળો કરીએ તો આ ઓલરાઉન્ડરે 153 મેચમાં 6.87ના ઈકોનોમી રેટથી 138 વિકેટ લીધી છે, તેમ જ 58 ઈનિંગમાં 110.46ની સ્ટ્રાઈક રેટથી 412 રન કર્યા છે.

    24/29
  • ક્વોલિફાયરની બીજી મેચનો હિરો કેજીસો રબાડા મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિવારની મેચમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચાર વિકેટ લીધી હતી. આ સીઝનમાં તેણે 16 મેચમાં 29 વિકેટ લીધી છે. રબાડાની ચાર ઓવરમાં MIના બેટ્સમેને સાવચેતી રાખવી પડશે.  સૌથી વધુ વિકેટ લેનારમાં રબાડા હાલ પ્રથમ ક્રમાંકે છે. 

    ક્વોલિફાયરની બીજી મેચનો હિરો કેજીસો રબાડા મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિવારની મેચમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચાર વિકેટ લીધી હતી. આ સીઝનમાં તેણે 16 મેચમાં 29 વિકેટ લીધી છે. રબાડાની ચાર ઓવરમાં MIના બેટ્સમેને સાવચેતી રાખવી પડશે.  સૌથી વધુ વિકેટ લેનારમાં રબાડા હાલ પ્રથમ ક્રમાંકે છે. 

    25/29
  • એનરિચ નોર્તજેએ આ સીઝનમાં 15 મેચમાં 20 વિકેટ લઈને દિલ્હી કૅપિટલ્સને ફાઈનલ સુધી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો છે. નોર્તજેએ UAEની પીચને સમજે છે અને તે હિસાબે પોતાની બોલિંગ પેટર્ન નક્કી કરે છે. પ્રારંભના સ્પેલમાં જ નોર્તજે વિકેટ લેવાનો પ્રયત્ન કરશે જેથી પોતાની ટીમને એક સારી શરૂઆત અપાવી શકે.

    એનરિચ નોર્તજેએ આ સીઝનમાં 15 મેચમાં 20 વિકેટ લઈને દિલ્હી કૅપિટલ્સને ફાઈનલ સુધી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો છે. નોર્તજેએ UAEની પીચને સમજે છે અને તે હિસાબે પોતાની બોલિંગ પેટર્ન નક્કી કરે છે. પ્રારંભના સ્પેલમાં જ નોર્તજે વિકેટ લેવાનો પ્રયત્ન કરશે જેથી પોતાની ટીમને એક સારી શરૂઆત અપાવી શકે.

    26/29
  • વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી આઈપીએલની માત્ર ત્રણ મેચ રમ્યો છે, જેમાં ફક્ત 32 રન કરી શક્યો છે. જો ફાઈનલમાં એલેક્સ રમશે તો તેનો ટાર્ગેટ મોટો સ્કોર કરવાનો હશે જેથી લોકો ઉપર પ્રભાવ પાડી શકે અને પોતાની ટીમને આઈપીએલનો કપ અપાવી શકે.

    વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી આઈપીએલની માત્ર ત્રણ મેચ રમ્યો છે, જેમાં ફક્ત 32 રન કરી શક્યો છે. જો ફાઈનલમાં એલેક્સ રમશે તો તેનો ટાર્ગેટ મોટો સ્કોર કરવાનો હશે જેથી લોકો ઉપર પ્રભાવ પાડી શકે અને પોતાની ટીમને આઈપીએલનો કપ અપાવી શકે.

    27/29
  • દિલ્હી કૅપિટલ્સના 25 વર્ષિય યુવા બોલર તુષાર દેશપાંડેએ પાંચ મેચમાં માત્ર ત્રણ વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ પણ 11.29 છે.

    દિલ્હી કૅપિટલ્સના 25 વર્ષિય યુવા બોલર તુષાર દેશપાંડેએ પાંચ મેચમાં માત્ર ત્રણ વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ પણ 11.29 છે.

    28/29
  • દિલ્હી કૅપિટલ્સના 20 વર્ષિય બેટ્સમેન પૃથ્વી શોએ આ સીઝનમાં 13 મેચમાં 136.53ની એવરેજથી 228 રન કર્યા છે, જેમાં હાઈયેસ્ટ સ્કોર 66 રન છે. જોકે આઈપીએલની દરેક સીઝનના આંકડાની વાત કરીએ તો 38 મેચમાં 139.76ની સ્ટ્રાઈક રેટ અને 21.74ની એવરેજથી 826 રન કર્યા છે.

    દિલ્હી કૅપિટલ્સના 20 વર્ષિય બેટ્સમેન પૃથ્વી શોએ આ સીઝનમાં 13 મેચમાં 136.53ની એવરેજથી 228 રન કર્યા છે, જેમાં હાઈયેસ્ટ સ્કોર 66 રન છે. જોકે આઈપીએલની દરેક સીઝનના આંકડાની વાત કરીએ તો 38 મેચમાં 139.76ની સ્ટ્રાઈક રેટ અને 21.74ની એવરેજથી 826 રન કર્યા છે.

    29/29
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આવતી કાલે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે ફાઈનલ યોજાશે. પોઈન્ટ ટેબલના હિસાબે મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા જ દિલ્હી કૅપિટલ્સથી ઉપર રહી છે. જોકે દિલ્હી કૅપિટલ્સે કમબેક કરતા ક્વોલિફાયરની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને પોતાની ક્ષમતા દર્શાવી છે. જાણિએ આ બંને ટીમના ખેલાડીઓના આંકડા જેથી એક અંદાજ લગાવી શકીએ કે ફાઈનલમાં કઈ ટીમનો જીતવાનો ચાન્સ વધુ છે. (ફોટોઝઃ મિડ-ડે આર્કાઈવ્ઝ, આઈપીએલ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK