IPL 2020: એક સમયે ગામડાંની ગલીઓમાં રમતો હતો ક્રિકેટ, આજે IPLમાં છવાયો આ ક્રિકેટર

Updated: 28th September, 2020 13:46 IST | Shilpa Bhanushali
  • રાહુલ તેવતિયાનો જન્મ 20 મે 1993ના રોજ થયો. રાહુલના પિતા કૃષ્ણપાલ તેવતિયા વકીલ છે. તેમણે કહ્યું કે દીકરાએ ચાર વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું.

    રાહુલ તેવતિયાનો જન્મ 20 મે 1993ના રોજ થયો. રાહુલના પિતા કૃષ્ણપાલ તેવતિયા વકીલ છે. તેમણે કહ્યું કે દીકરાએ ચાર વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું.

    1/25
  • પહેલા તે પોતાના મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમતો હતો. પણ ત્યાર પછી તેમણે રાહુલનું એડમિશન વલ્લભગઢ સ્થિત એક ક્રિકેટ એકેડમીમાં કરાવી દીધું.

    પહેલા તે પોતાના મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમતો હતો. પણ ત્યાર પછી તેમણે રાહુલનું એડમિશન વલ્લભગઢ સ્થિત એક ક્રિકેટ એકેડમીમાં કરાવી દીધું.

    2/25
  • ત્યાં થોડાંક દિવસ ક્રિકેટની બારીકાઇઓ શીખ્યા પછી રાહુલ પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય યાદવની એકેડમીમાં ગયા.

    ત્યાં થોડાંક દિવસ ક્રિકેટની બારીકાઇઓ શીખ્યા પછી રાહુલ પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય યાદવની એકેડમીમાં ગયા.

    3/25
  • ક્રિકેટ સિવાય રાહુલ બીજું કંઇ પણ વિચારતો જ નહોતો.

    ક્રિકેટ સિવાય રાહુલ બીજું કંઇ પણ વિચારતો જ નહોતો.

    4/25
  • લેગ સ્પિનર રાહુલના પિતા કૃષ્ણપાલ તેવતિયાએ જણાવ્યું કે તેમનો દીકરો ક્રિકેટ સિવાય બીજું કંઇ વિચારતો જ નહોતો. 

    લેગ સ્પિનર રાહુલના પિતા કૃષ્ણપાલ તેવતિયાએ જણાવ્યું કે તેમનો દીકરો ક્રિકેટ સિવાય બીજું કંઇ વિચારતો જ નહોતો. 

    5/25
  • રાહુલ તેવતિયા પોતાના પરિવારથી લઈને મિત્રો સાથે ફક્ત ક્રિકેટની જ વાતો કરતો હતો.

    રાહુલ તેવતિયા પોતાના પરિવારથી લઈને મિત્રો સાથે ફક્ત ક્રિકેટની જ વાતો કરતો હતો.

    6/25
  • આઇપીએલમાં રાહુલની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.

    આઇપીએલમાં રાહુલની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.

    7/25
  • આઇપીએલ ઑક્શનથી બરાબર પહેલા થયેલી ટી-20 સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં રાહુલે શાનદાર પ્રદર્શન કરતા 8 મેચમાં કુલ 13 વિકેટ મેળવી હતી.

    આઇપીએલ ઑક્શનથી બરાબર પહેલા થયેલી ટી-20 સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં રાહુલે શાનદાર પ્રદર્શન કરતા 8 મેચમાં કુલ 13 વિકેટ મેળવી હતી.

    8/25
  • મોટાભાગે આઇપીએલ ટી-20 મેચમાં બેટ્સમેનની ડિમાન્ડ રહેતી હતી.

    મોટાભાગે આઇપીએલ ટી-20 મેચમાં બેટ્સમેનની ડિમાન્ડ રહેતી હતી.

    9/25
  • 11 મેચ પછી રાહુલને પહેલીવાર મેચ રમવાની તક મળી હતી.

    11 મેચ પછી રાહુલને પહેલીવાર મેચ રમવાની તક મળી હતી.

    10/25
  • રાહુલની એક સમયે 25 લાખમાં પંજાબ કિંગ્સ ઇલેવનની ટીમે ખરીદી કરી હતી. પણ શરૂઆતની 11 મેચમાં મેનેજમેન્ટે રાહુલને ટીમમાં સામેલ કરી નહોતી.

    રાહુલની એક સમયે 25 લાખમાં પંજાબ કિંગ્સ ઇલેવનની ટીમે ખરીદી કરી હતી. પણ શરૂઆતની 11 મેચમાં મેનેજમેન્ટે રાહુલને ટીમમાં સામેલ કરી નહોતી.

    11/25
  • રાહુલને 11 મેચ પછી 12મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમવા માટે તક આપવામાં આવી. મોકો મળતા જ રાહુલે પોતાની ક્ષમતા બતાવતા ત્રણ વિકેટ મેળવી. આ મેચમાં રાહુલે ગૌતમ ગંભીર અને રોબિન ઉત્થપાને પવેલિયનનો રસ્તો બતાવ્યો.

    રાહુલને 11 મેચ પછી 12મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમવા માટે તક આપવામાં આવી. મોકો મળતા જ રાહુલે પોતાની ક્ષમતા બતાવતા ત્રણ વિકેટ મેળવી. આ મેચમાં રાહુલે ગૌતમ ગંભીર અને રોબિન ઉત્થપાને પવેલિયનનો રસ્તો બતાવ્યો.

    12/25
  • રાહુલ તેવતિયા આઇપીએલ પહેલા હરિયાણા તરફથી રણજી ટ્રૉફી રમતા હતા.

    રાહુલ તેવતિયા આઇપીએલ પહેલા હરિયાણા તરફથી રણજી ટ્રૉફી રમતા હતા.

    13/25
  • રાહુલે જણાવ્યું કે તે પોતાની બૅટિંગ અને બૉલિંગથી ટીમને જીતાડવાનો પૂરો પ્રયત્ન કરશે. અને આમ ગઈકાલે રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતી વખતે પણ તેણે પંજાબ સામે પોતાની બૅટિંગથી ટીમને જીતાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો.

    રાહુલે જણાવ્યું કે તે પોતાની બૅટિંગ અને બૉલિંગથી ટીમને જીતાડવાનો પૂરો પ્રયત્ન કરશે. અને આમ ગઈકાલે રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતી વખતે પણ તેણે પંજાબ સામે પોતાની બૅટિંગથી ટીમને જીતાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો.

    14/25
  • પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય યાદવ પ્રમાણે રાહુલ એક જુદાં જ પ્રકારનો બૉલર છે. ટી-20 જેવા ફૉર્મેટમાં પણ તે વિકેટ મેળવવાનો પ્રયત્ન કરે છે.

    પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય યાદવ પ્રમાણે રાહુલ એક જુદાં જ પ્રકારનો બૉલર છે. ટી-20 જેવા ફૉર્મેટમાં પણ તે વિકેટ મેળવવાનો પ્રયત્ન કરે છે.

    15/25
  • આઇપીએલ 2020માં રવિવારે શારજાહના મેદાન પર કિંગ્સ ઇલેવન પંજાબે જ્યારે 223 રન્સનો સ્કોર બનાવ્યો અને રાજસ્થાન રૉયલ્સને છેલ્લી પાંચ ઓવરમાં 84 રન્સની જરૂર હતી ત્યારે લાગતું હતું કે આ મેચ ગઈ.

    આઇપીએલ 2020માં રવિવારે શારજાહના મેદાન પર કિંગ્સ ઇલેવન પંજાબે જ્યારે 223 રન્સનો સ્કોર બનાવ્યો અને રાજસ્થાન રૉયલ્સને છેલ્લી પાંચ ઓવરમાં 84 રન્સની જરૂર હતી ત્યારે લાગતું હતું કે આ મેચ ગઈ.

    16/25
  • ગ્લેન મેક્સવેલની આગામી ઓવરમાં સંજૂ સેમસને ત્રણ છગ્ગા માર્યા પણ મોહમ્મદ શમીએ સેમસનને આઉટ કરી રાજસ્થાનની આશાઓ પર બ્રેક મારી.

    ગ્લેન મેક્સવેલની આગામી ઓવરમાં સંજૂ સેમસને ત્રણ છગ્ગા માર્યા પણ મોહમ્મદ શમીએ સેમસનને આઉટ કરી રાજસ્થાનની આશાઓ પર બ્રેક મારી.

    17/25
  • પિચ હિટિંગ માટે મોકલવામાં આવેલા રાહુલ તેવતિયા બૉલ હિટ કરી શકતો નહોતો. પણ પછી એકવાર બૉલ જ્યારે તેની બૅટ પર લાગવાની શરૂ થઈ કે પછી તો જાણે તેણે કમાલ કરી દીધો.

    પિચ હિટિંગ માટે મોકલવામાં આવેલા રાહુલ તેવતિયા બૉલ હિટ કરી શકતો નહોતો. પણ પછી એકવાર બૉલ જ્યારે તેની બૅટ પર લાગવાની શરૂ થઈ કે પછી તો જાણે તેણે કમાલ કરી દીધો.

    18/25
  • પહેલા 19 બૉલમાં 8 રન્સ બનાવનાર તેવતિયાએ પછીના 12 બૉલમાં 45 રન્સ બનાવી લીધા. અને રાજસ્થાન રૉયલ્સે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો લક્ષ્ય હાંસલ કરવાનો રેકૉર્ડ બનાવી લીધો.

    પહેલા 19 બૉલમાં 8 રન્સ બનાવનાર તેવતિયાએ પછીના 12 બૉલમાં 45 રન્સ બનાવી લીધા. અને રાજસ્થાન રૉયલ્સે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો લક્ષ્ય હાંસલ કરવાનો રેકૉર્ડ બનાવી લીધો.

    19/25
  • પહેલા 19 પછીના 12 બૉલમાં તેવતિયાએ 6.0.2.1.6.6.6.6.0.6.6.W આમ સ્કોર બનાવ્યો.

    પહેલા 19 પછીના 12 બૉલમાં તેવતિયાએ 6.0.2.1.6.6.6.6.0.6.6.W આમ સ્કોર બનાવ્યો.

    20/25
  • કુલ 12 બૉલમાં 7 છગ્ગા માર્યા. જેમાંથી એક ઓવરમાં તેણે 5 છગ્ગા માર્યા.

    કુલ 12 બૉલમાં 7 છગ્ગા માર્યા. જેમાંથી એક ઓવરમાં તેણે 5 છગ્ગા માર્યા.

    21/25
  • મેચ પછીના પ્રેઝેન્ટેશન દરમિયાન તેવતિયાએ કહ્યું કે, "હવે મને સારું લાગે છે. તે સૌથી ખરાબ 20 બૉલ હતા જેનો સામનો મેં કર્યો."

    મેચ પછીના પ્રેઝેન્ટેશન દરમિયાન તેવતિયાએ કહ્યું કે, "હવે મને સારું લાગે છે. તે સૌથી ખરાબ 20 બૉલ હતા જેનો સામનો મેં કર્યો."

    22/25
  • તેણે આગળ કહ્યું કે, "હું નેટ્સમાં બૉલને સારી રીતે હિટ કરતો હતો, તો મને મારા પર વિશ્વાસ હતો. હું પ્રયત્ન કરતો ગયો."

    તેણે આગળ કહ્યું કે, "હું નેટ્સમાં બૉલને સારી રીતે હિટ કરતો હતો, તો મને મારા પર વિશ્વાસ હતો. હું પ્રયત્ન કરતો ગયો."

    23/25
  • રાહુલ તેવતિયાએ પોતાના શરૂઆતના 19 બૉલમાં ફક્ત 8 રન્સ બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથે તેને ચોથા નંબરે બૅટિંગ કરવા માટે મોકલ્યો હતો.

    રાહુલ તેવતિયાએ પોતાના શરૂઆતના 19 બૉલમાં ફક્ત 8 રન્સ બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથે તેને ચોથા નંબરે બૅટિંગ કરવા માટે મોકલ્યો હતો.

    24/25
  • રાજસ્થાનનો સ્કોર 9 ઓવરમાં 100 રન્સનો હતો. રાહુલ તેવતિયાની બૅટિંગને જોઇને અનેક ક્રિકેટરોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમાં યુવરાજ સિંહની પ્રતિક્રિયા ખરેખર રસપ્રદ છે. યુવરાજ સિંહે ટ્વીટ કરી લખ્યું છે કે, "ના ભાઇ ના, થેન્ક્સ એક બૉલ મિસ કરવા માટે. શું રમત રમ્યા છો તમે રાજસ્થાનને આવી શાનદાર જીત માટે વધામણી."

    રાજસ્થાનનો સ્કોર 9 ઓવરમાં 100 રન્સનો હતો. રાહુલ તેવતિયાની બૅટિંગને જોઇને અનેક ક્રિકેટરોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમાં યુવરાજ સિંહની પ્રતિક્રિયા ખરેખર રસપ્રદ છે. યુવરાજ સિંહે ટ્વીટ કરી લખ્યું છે કે, "ના ભાઇ ના, થેન્ક્સ એક બૉલ મિસ કરવા માટે. શું રમત રમ્યા છો તમે રાજસ્થાનને આવી શાનદાર જીત માટે વધામણી."

    25/25
  • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે જ્યાં સુધી છેલ્લો બૉલ ન ફેંકાય ત્યાં સુધી કંઇ પણ કહેવું યોગ્ય નથી. આ કહેવત રવિવારે શારજાહ મેદાનમાં ફરી એક વાર સાચ્ચી સાબિત થઈ. આઇપીએલ 2020ની નવમી મેચમાં રાહુલ તેવતિયાને કારણે ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ ચરમ સીમાએ પહોંચ્યો. રાજસ્થાન રૉયલ્સ અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચમાં તેવતિયાએ એકાએક મેચની સ્થિતિ બદલાવી દીધી અને પોતાની ટીમના વિલેન બનતાં બનતાં હિરો બની ગયો. જાણો તેના વિશે વધુ...

First Published: 28th September, 2020 13:21 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK