IPL 2020: આ સીઝનના સફળ અને નિષ્ફળ ખેલાડીઓ

Updated: 14th November, 2020 10:45 IST | Keval Trivedi
  • સફળ-કેએલ રાહુલઃ કિંગ્સ ઈલેવન પંજાબના કૅપ્ટને આ વખતે ઓરેન્જ કૅપ મેળવી હતી. આ સીઝનમાં તેણે એક સેન્ચ્યુરી અને પાંચ ફીફ્ટી કરી છે. બેટિંગ એવરેજ 55.83 અને સ્ટ્રાઈક રેટ 129.34 છે. રાહુલને ડ્રીમ 11ગેમચેન્જર એવોર્ડ મળ્યો હતો. 

    સફળ-કેએલ રાહુલઃ કિંગ્સ ઈલેવન પંજાબના કૅપ્ટને આ વખતે ઓરેન્જ કૅપ મેળવી હતી. આ સીઝનમાં તેણે એક સેન્ચ્યુરી અને પાંચ ફીફ્ટી કરી છે. બેટિંગ એવરેજ 55.83 અને સ્ટ્રાઈક રેટ 129.34 છે. રાહુલને ડ્રીમ 11ગેમચેન્જર એવોર્ડ મળ્યો હતો. 

    1/20
  • નિષ્ફળ-એમએસ ધોનીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન કૂલની આ સૌથી ખરાબ સીઝન હતી. આઈપીએલની અત્યારસુધીના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ કે સીએસકે પ્લેફઑફમાં આવી નહીં તેમ જ પોઈન્ટ ટેબલમાં છેક સાતમાં ક્રમે રહી હતી. ધોનીએ આ સીઝનમાં 116.27ના સ્ટ્રાઈક રેટથી 25ની બેટિંગ એવરેજથી ફક્ત 200 રન કર્યા હતા. આવતા વર્ષે પણ ધોની રમશે એવા સંકેત છે. 

    નિષ્ફળ-એમએસ ધોનીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન કૂલની આ સૌથી ખરાબ સીઝન હતી. આઈપીએલની અત્યારસુધીના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ કે સીએસકે પ્લેફઑફમાં આવી નહીં તેમ જ પોઈન્ટ ટેબલમાં છેક સાતમાં ક્રમે રહી હતી. ધોનીએ આ સીઝનમાં 116.27ના સ્ટ્રાઈક રેટથી 25ની બેટિંગ એવરેજથી ફક્ત 200 રન કર્યા હતા. આવતા વર્ષે પણ ધોની રમશે એવા સંકેત છે. 

    2/20
  • સફળ-શીખર ધવનઃ ‘ગબ્બર’ની આ વખતની સીઝન સફળ રહી હતી. આ સીઝનમાં ધવને 618 રન કર્યા છે, જેમાં બે સેન્ચ્યુરી અને ચાર ફીફ્ટીનો સમાવેશ છે. સ્ટ્રાઈક રેટ 144.73 અને બેટિંગ એવરેજ 44.14 હતી. તેની આ શ્રેષ્ઠ બેટિંગના લીધે દિલ્હી કૅપિટલ્સ આ વખતે ફાઈનલ સુધી પહોંચી શકી હતી. 

    સફળ-શીખર ધવનઃ ‘ગબ્બર’ની આ વખતની સીઝન સફળ રહી હતી. આ સીઝનમાં ધવને 618 રન કર્યા છે, જેમાં બે સેન્ચ્યુરી અને ચાર ફીફ્ટીનો સમાવેશ છે. સ્ટ્રાઈક રેટ 144.73 અને બેટિંગ એવરેજ 44.14 હતી. તેની આ શ્રેષ્ઠ બેટિંગના લીધે દિલ્હી કૅપિટલ્સ આ વખતે ફાઈનલ સુધી પહોંચી શકી હતી. 

    3/20
  • નિષ્ફળ-પૃથ્વી શોઃ દિલ્હી કૅપિટલ્સનો ઓપનિંગ બેટ્સમેને 13 મેચમાં 17.53ની એવરેજથી ફક્ત 228 રન કર્યા હતા. શોએ 136.52ના સ્ટ્રાઈક રેટથી બે ફીફ્ટી કરી હતી. 

    નિષ્ફળ-પૃથ્વી શોઃ દિલ્હી કૅપિટલ્સનો ઓપનિંગ બેટ્સમેને 13 મેચમાં 17.53ની એવરેજથી ફક્ત 228 રન કર્યા હતા. શોએ 136.52ના સ્ટ્રાઈક રેટથી બે ફીફ્ટી કરી હતી. 

    4/20
  • સફળ-ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સના આ બેટ્સમેનની આઈપીએલ 2020 ટુર્નામેન્ટ અત્યારસુધીની સૌથી બેસ્ટ રહી હતી. કિશને 145.76ની સ્ટ્રાઈક રેટ અને 57.33ની એવરેજથી 516 રન કર્યા હતા. કુલ ચાર ફીફ્ટી પણ મારી હતી અને બેસ્ટ સ્કોર 99 રન હતો. ઉપરાંત આ સીઝનમાં કિશને સૌથી વધુ 30 સિક્સ મારી છે. 

    સફળ-ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સના આ બેટ્સમેનની આઈપીએલ 2020 ટુર્નામેન્ટ અત્યારસુધીની સૌથી બેસ્ટ રહી હતી. કિશને 145.76ની સ્ટ્રાઈક રેટ અને 57.33ની એવરેજથી 516 રન કર્યા હતા. કુલ ચાર ફીફ્ટી પણ મારી હતી અને બેસ્ટ સ્કોર 99 રન હતો. ઉપરાંત આ સીઝનમાં કિશને સૌથી વધુ 30 સિક્સ મારી છે. 

    5/20
  • નિષ્ફળ-કુલદિપ યાદવઃ કોલકાતા નાઈટ રાઈડર્સની આ સીઝનમાં પાંચ મેચમાં ફક્ત એક જ વિકેટ લીધી હતી. ઈકોનોમી રેટ 7.66 હતો.

    નિષ્ફળ-કુલદિપ યાદવઃ કોલકાતા નાઈટ રાઈડર્સની આ સીઝનમાં પાંચ મેચમાં ફક્ત એક જ વિકેટ લીધી હતી. ઈકોનોમી રેટ 7.66 હતો.

    6/20
  • સફળ-દેવદત્ત પડ્ડીકલઃ આઈપીએલ 2020માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આ બેટ્સમેનને એક અલગ જ છાપ છોડી છે. વિરાટ સેનાની ટીમથી તે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે. 124.80ની સ્ટ્રાઈક રેટ, 31.53ની એવરેજથી 473 રન કર્યા છે.

    સફળ-દેવદત્ત પડ્ડીકલઃ આઈપીએલ 2020માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આ બેટ્સમેનને એક અલગ જ છાપ છોડી છે. વિરાટ સેનાની ટીમથી તે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે. 124.80ની સ્ટ્રાઈક રેટ, 31.53ની એવરેજથી 473 રન કર્યા છે.

    7/20
  • નિષ્ફળ-આંદ્રે રસેલઃ દર વર્ષે પોતાના ઓલરાઉન્ડર પર્ફોમન્સથી લોકોને એન્ટરટેઈન કરનાર રસેલની આ વખતે ન બોલીંગ ચાલી કે ન બેટિંગ. આ સીઝનમાં ફક્ત 10 મેચમાં ફક્ત 6 વિકેટ લીધી અને 117 રન કર્યા હતા. આ સીઝનમાં તે ઈન્જર્ડ થતા તેની રમત ઉપર અસર પડી હતી.

    નિષ્ફળ-આંદ્રે રસેલઃ દર વર્ષે પોતાના ઓલરાઉન્ડર પર્ફોમન્સથી લોકોને એન્ટરટેઈન કરનાર રસેલની આ વખતે ન બોલીંગ ચાલી કે ન બેટિંગ. આ સીઝનમાં ફક્ત 10 મેચમાં ફક્ત 6 વિકેટ લીધી અને 117 રન કર્યા હતા. આ સીઝનમાં તે ઈન્જર્ડ થતા તેની રમત ઉપર અસર પડી હતી.

    8/20
  • સફળ-કેજીસો રબાડાઃ દિલ્હી કૅપિટલ્સના આ ફાસ્ટ બોલરે આઈપીએલ 2020માં 30 વિકેટ લઈને પર્પલ કેપનો હકદાર બન્યો હતો. બેસ્ટ બોલિંગ ફીગર 24 રન આપીને 4 વિકેટ હતો અને ઈકોનોમી રેટ 8.34 હતો.

    સફળ-કેજીસો રબાડાઃ દિલ્હી કૅપિટલ્સના આ ફાસ્ટ બોલરે આઈપીએલ 2020માં 30 વિકેટ લઈને પર્પલ કેપનો હકદાર બન્યો હતો. બેસ્ટ બોલિંગ ફીગર 24 રન આપીને 4 વિકેટ હતો અને ઈકોનોમી રેટ 8.34 હતો.

    9/20
  • નિષ્ફળ-સુનિલ નારાયણઃ કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર આ વખતે પ્રભાવ પાડી શકવામાં નિષ્ફળ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્પિનર કહેવાતા નારાયણે આ સીઝનમાં ફક્ત પાંચ વિકેટ લીધી હતી.

    નિષ્ફળ-સુનિલ નારાયણઃ કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર આ વખતે પ્રભાવ પાડી શકવામાં નિષ્ફળ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્પિનર કહેવાતા નારાયણે આ સીઝનમાં ફક્ત પાંચ વિકેટ લીધી હતી.

    10/20
  • સફળ-જસપ્રિત બુમરાહઃ આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં રબાડા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો નંબર આવે છે. તેના યોરકર બોલ સામે એકેય બેટ્સમેન ટકી શકતુ નથી. આ વખતે ફક્ત 6.73ની ઈકોનોમી રેટથી 27 વિકેટ લીધી હતી.

    સફળ-જસપ્રિત બુમરાહઃ આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં રબાડા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહનો નંબર આવે છે. તેના યોરકર બોલ સામે એકેય બેટ્સમેન ટકી શકતુ નથી. આ વખતે ફક્ત 6.73ની ઈકોનોમી રેટથી 27 વિકેટ લીધી હતી.

    11/20
  • નિષ્ફળ-રોબિન ઉથ્થપાઃ દર વર્ષે રોબિન ઉથપ્પાની આઈપીએલ સીઝન સફળ રહે છે પરંતુ આ વખતે તે નિષ્ફળ રહ્યો હતો. 12 મેચમાં 16.33ની એવરેજથી ફક્ત 196 રન કર્યા હતા.

    નિષ્ફળ-રોબિન ઉથ્થપાઃ દર વર્ષે રોબિન ઉથપ્પાની આઈપીએલ સીઝન સફળ રહે છે પરંતુ આ વખતે તે નિષ્ફળ રહ્યો હતો. 12 મેચમાં 16.33ની એવરેજથી ફક્ત 196 રન કર્યા હતા.

    12/20
  • સફળ-શ્રેયસ ઐય્યરઃ દિલ્હી કૅપિટલ્સના યુવા કૅપ્ટને પહેલી વખત ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. અત્યારસુધીમાં એકેય વખત દિલ્હીની ટીમ આઈપીએલની ફાઈનલમાં પહોંચી નહોતી. ફૅન્સ તેની બેટિંગથી પણ ખૂબ જ ખુશ થયા હતા. 123.27ની સ્ટ્રાઈક રેટ અને 34.60ની એવરેજથી 519 રન કર્યા હતા, જેમાં ત્રણ ફીફ્ટીનો પણ સમાવેશ છે.

    સફળ-શ્રેયસ ઐય્યરઃ દિલ્હી કૅપિટલ્સના યુવા કૅપ્ટને પહેલી વખત ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. અત્યારસુધીમાં એકેય વખત દિલ્હીની ટીમ આઈપીએલની ફાઈનલમાં પહોંચી નહોતી. ફૅન્સ તેની બેટિંગથી પણ ખૂબ જ ખુશ થયા હતા. 123.27ની સ્ટ્રાઈક રેટ અને 34.60ની એવરેજથી 519 રન કર્યા હતા, જેમાં ત્રણ ફીફ્ટીનો પણ સમાવેશ છે.

    13/20
  • નિષ્ફળ-પેટ ક્યુમિન્સઃ આઈપીએલ 2020માં આ મોંઘો ખેલાડીએ કોલકાતા નાઈટ રાઈડર્સના વતિથી ફક્ત 12 વિકેટ અને 146 રન કર્યા હતા. 

    નિષ્ફળ-પેટ ક્યુમિન્સઃ આઈપીએલ 2020માં આ મોંઘો ખેલાડીએ કોલકાતા નાઈટ રાઈડર્સના વતિથી ફક્ત 12 વિકેટ અને 146 રન કર્યા હતા. 

    14/20
  • સફળ-સુર્યકુમાર યાદવઃ મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ પોતાની બેટિંગથી દરેકનું ધ્યાન ખેંચ્યુ છે. 40ની એવરેજથી 480 રન કર્યા હતા, તેમ જ સ્ટ્રાઈક રેટ નોંધપાત્ર 145.01 હતો. આ સીઝનમાં યાદવે ચાર ફીફ્ટી પણ કરી હતી.

    સફળ-સુર્યકુમાર યાદવઃ મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ પોતાની બેટિંગથી દરેકનું ધ્યાન ખેંચ્યુ છે. 40ની એવરેજથી 480 રન કર્યા હતા, તેમ જ સ્ટ્રાઈક રેટ નોંધપાત્ર 145.01 હતો. આ સીઝનમાં યાદવે ચાર ફીફ્ટી પણ કરી હતી.

    15/20
  • નિષ્ફળ-જયદેવ ઉનદકટઃ રાજસ્થાન રૉયલ્સનો આ પેસર બોલીંગથી પોતાનું વર્ચસ્વ જમાવી શક્યો નહોતો. સાતમાં મેચમાં જયદેવે ફક્ત ચાર વિકેટ લીધી હતી. 

    નિષ્ફળ-જયદેવ ઉનદકટઃ રાજસ્થાન રૉયલ્સનો આ પેસર બોલીંગથી પોતાનું વર્ચસ્વ જમાવી શક્યો નહોતો. સાતમાં મેચમાં જયદેવે ફક્ત ચાર વિકેટ લીધી હતી. 

    16/20
  • સફળ-ડેવિડ વોર્નરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સનરાઈઝર્સ હૈદરાબાદના કૅપ્ટન અને ઓપનર બેટ્સમેને પોતાની આક્રમક બેટિંગથી લોકોનું મનોરંજન કર્યું હતું. વોર્નરે 134.64ની સ્ટ્રાઈક રેટ અને 39.14ની એવરેજથી 548 રન કર્યા હતા. આઈપીએલની સતત છ સીઝનમાં તેણે 500થી વધુ રન કર્યા છે.

    સફળ-ડેવિડ વોર્નરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સનરાઈઝર્સ હૈદરાબાદના કૅપ્ટન અને ઓપનર બેટ્સમેને પોતાની આક્રમક બેટિંગથી લોકોનું મનોરંજન કર્યું હતું. વોર્નરે 134.64ની સ્ટ્રાઈક રેટ અને 39.14ની એવરેજથી 548 રન કર્યા હતા. આઈપીએલની સતત છ સીઝનમાં તેણે 500થી વધુ રન કર્યા છે.

    17/20
  • નિષ્ફળ-ગ્લેન મેક્સવેલઃ કિંગ્સ ઈલેવન પંજાબના ઓલ રાઉન્ડર મેક્સવેલની આઈપીએલ 2020 સીઝન સૌથી ખરાબ રહી હતી. 13 મેચમાં ફક્ત 108 રન અને ત્રણ વિકેટ લીધી હતી.

    નિષ્ફળ-ગ્લેન મેક્સવેલઃ કિંગ્સ ઈલેવન પંજાબના ઓલ રાઉન્ડર મેક્સવેલની આઈપીએલ 2020 સીઝન સૌથી ખરાબ રહી હતી. 13 મેચમાં ફક્ત 108 રન અને ત્રણ વિકેટ લીધી હતી.

    18/20
  • સફળ-ટ્રેન્ટ બોલ્ટઃ મુંબઈ ઈન્ડિયન્સનો ‘લાઈટનિંગ બોલ્ટ’ આ વખતે 18.28ની એવરેજથી 25 વિકેટ લીધી હતી. બોલ્ટે આ સીઝનમાં એક મેચમાં 18 રન આપીને ચાર વિકેટ લીધી હતી, તેમ જ ફાઈનલ મેચમાં 30 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જેથી તે મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. તેમ જ આ સીઝનમાં ક્રેડ પાવર પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. 

    સફળ-ટ્રેન્ટ બોલ્ટઃ મુંબઈ ઈન્ડિયન્સનો ‘લાઈટનિંગ બોલ્ટ’ આ વખતે 18.28ની એવરેજથી 25 વિકેટ લીધી હતી. બોલ્ટે આ સીઝનમાં એક મેચમાં 18 રન આપીને ચાર વિકેટ લીધી હતી, તેમ જ ફાઈનલ મેચમાં 30 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જેથી તે મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. તેમ જ આ સીઝનમાં ક્રેડ પાવર પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. 

    19/20
  • નિષ્ફળ-એરોન ફીન્ચઃ રૉયલ ચેલેન્જર્સના ઓનપે 12 મેચમાં 22.33ની એવરેજથી ફક્ત 268 રન કર્યા હતા અને સ્ટ્રાઈક રેટ પણ 111.20 રહ્યો હતો.

    નિષ્ફળ-એરોન ફીન્ચઃ રૉયલ ચેલેન્જર્સના ઓનપે 12 મેચમાં 22.33ની એવરેજથી ફક્ત 268 રન કર્યા હતા અને સ્ટ્રાઈક રેટ પણ 111.20 રહ્યો હતો.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આ વખતે અમૂક પ્લેયર્સ ખૂબ જ સફળ થયા હતા, જ્યારે અમૂક ખેલાડીઓ માટે આ સીઝન સારી રહી નહોતી.

First Published: 13th November, 2020 21:15 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK