IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્ઝના સૅમ કૅરન ઇઝાબેલાને કારણે થયો ક્લિન બોલ્ડ
Updated: 13th October, 2020 22:47 IST | Chirantana Bhatt
સૅમ કૅરન ઇંગ્લેન્ડની નેશનલ ટીમ માટે રમે છે ્ને તે એક ઇન્ટરનેશનલ ખેલાડી છે.
1/22
તે ડાબેરી ફાસ્ટ બૉલિંગ ઓલરાઉન્ડર છે. તેને જન્મ ઇગ્લેંડમાં થયો છે અને તેના પિતા કેવિન ઝિમ્બાબ્વે માટે ઇન્ટરનેશનલ સ્તરે ક્રિકેટ રમી ચુક્યા છે. આ તસવીરમાં છે સેમની ગર્લફ્રેન્ડ ઇઝાબેલા સાયમંડ વિલિમોટ.
2/22
સૅમ અને ઇઝાબેલા થોડા સમયથી એક બીજાને સિરિયસલી ડેટ કરી રહ્યા છે.
3/22
તે સોશ્યલ મીડિયા પર પોતાના લવ લોડેડ ફોટોઝ મુકતો રહે છે.
4/22
કપલ ઘણું જ રોમેન્ટિક છે તેવું તેમની તસવીરો પરથી સ્પષ્ટ દેખાઇ આવે છે.
5/22
સૅમને 2018માં બ્રેકઆઉટ સ્ટાર્સમાંનો એક ગણાયો કારણકે તે પીચ પર બેટિંગ અને બૉલિંગ બંન્નેમાં અફલાતુન પ્રદર્શન કરી શકે છે.
6/22
સૅમ આઇપીએલ 2019ના ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી ગણાયો અને તેને કિંગ્ઝ ઇલેવન પંજાબે 7.2 કરોડમાં ખરીદ્યો હતો.
7/22
આઇપીએલ 2019માં તેણે નવ મેચમાં 95 રન કર્યા અને તેની બેટિંગ એવરેજ 23.75 હતી અને રન રેટ 172.72 હતો.
8/22
2019માં 20 વર્ષની વયે તે આઇપીએલમાં હૅટ્રીક લેનારો સૌથી યંગ ખેલાડી હતો.
9/22
તેણે ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં જૂન 2018માં શરૂઆત કરી અને અત્યાર સુધીમાં 19 ટેસ્ટ મેચ રમ્યો છે.
10/22
તેણે ટેસ્ટમાં 728 રન સ્કોર કર્યા છે અને એવરેજ 26.6 પર રાખી હતી. તેણે 32 વિકેટ્સ લીધી હતી.
11/22
ઇઝાબેલાની બર્થડેઝ પર અને તેમના રોમેન્ટિક ડેટ્સ પર તે તસવીરો શૅર કરતો રહે છે.
12/22
તેણે આ તસવીર પોસ્ટ કરી પોતે ઇંગ્લિશ પ્રિમિયર લીગની મેચ ઇઝાબેલા સાથે માણી રહ્યો હતો તેમ લખ્યું હતું.
13/22
સૅમ આઇપીએલની કૂલ 16 મેચ રમ્યો છે અને તેણે 18 વિકેટ લીધી છે તથા 163 રન્સ કર્યા છે. તે અને ઇઝાબેલા આવી એડવેન્ચર સ્પોર્ટ્સમાં પણ ઇન્વોલ્વ થતાં રહે છે.
14/22
સેમ કરેન ઓડીઆઇ ક્રિકેટમાં પણ 2018માં જ એન્ટર થયો. જો કે તેણે હજી સુધી પાંચ જ મેચમાં ભાગ લીધો છે.
15/22
તેની ગર્લફ્રેન્ડ ઇઝાબેલાએ આ તસવીર શેર કરીને આ હાથી સાથેનાં પોતાના અનુભવ વિશે લખ્યું હતું કે તેને ચિંતા હતી કે અહીં હાથીઓને સારી સ્થિતિમાં નહીં રાખતા હોય પણ તે કોઇપણ સાંકળોમાં ન બંધાયેલા મુક્ત હાથીઓને જોઇ બહુ ખુશ થઇ હતી.
16/22
સૅમની હૉટ ગર્લફ્રેન્ડ પાર્ટી લવર છે અને તેને તૈયાર થવાનું ગમે છે તે પણ આ તસવીર કહી આપે છે.
17/22
આ છે સૅમની ચિલિંગ કરવાની સ્ટાઇલ.
18/22
અહીં ઇઝાબેલા તેની દોસ્ત સાથે સેફર સેક્સ બૉલ પાર્ટીમાં ગઇ હતી ત્યારની તસવીર જોઇ શકાય છે.
19/22
સૅમે દુબઇની આ તસવીર શૅર કરી હતી, તે અહીં યૉટમાં નિરાંતની ક્ષણો માણી રહ્યો હતો અને બાદમાં તેણે બાંગ્લાદેશ જવા ફ્લાઇટ લેવાની હતી.
20/22
સૅમ તેના મિત્રો સાથેના આઉટિંગની તસવીરો પણ શૅર કરતો રહે છે.
21/22
સૅમ અને ઇઝાબેલની જોડી કેટલી ક્યૂટ છે ને?
22/22
ફોટોઝ વિશે
ઓલ રાઉન્ડર સૅમ કરૅન (Sam Curran) આ વર્ષે જ આઇપીએલની ટીમ ચેન્નઇ સુપરકિંગ્ઝ ટીમમાં જોડાયો છે. ક્રિકેટરનો જલ્વો આપણે પીચ પર તો જોયો પણ હવે જોઇએ ઑફ સ્ક્રીન એને બોલ્ડ કરનારી ગર્લફ્રેન્ડ સાથેની તેની તસવીરો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સૅમ કરૅન
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK