IPL 2019:આ 5 ભારતીય ખેલાડીઓ છે ફોર્મમાં, બદલી શકે છે ટુર્નામેન્ટની દિશા

Published: Mar 28, 2019, 15:33 IST | Bhavin
 • કોલકાતાએ પંજાબને હરાવીને પોતાની જીતની યાત્રા જાળવી રાખી છે. કોલાકાતાની બંને જીતમાં નીતિશ રાણાની ભૂમિકા મહત્વની રહી છે. નીતિશ રાણાએ પહેલી બંને મેચમાં અડધી સદી ફટકારીને પોતાના ફોર્મનો અંદાજ આપી દીધો છે. નીતિશ રાણાએ હૈદરાબાદ સામેની પહેલી મેચમાં 47 બોલમા 68 રન ફટકારીને ફોર્મ બતાવ્યું. તો પંજાબ સામેની મેચમાં માત્ર 34 બોલમાં 63 રન ફટકારીને આક્રમક્તાનો પણ અંદાજ આપી દીધો છે. સિઝનમાં નીતિશ રાણા કોલકાતા માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.

  કોલકાતાએ પંજાબને હરાવીને પોતાની જીતની યાત્રા જાળવી રાખી છે. કોલાકાતાની બંને જીતમાં નીતિશ રાણાની ભૂમિકા મહત્વની રહી છે. નીતિશ રાણાએ પહેલી બંને મેચમાં અડધી સદી ફટકારીને પોતાના ફોર્મનો અંદાજ આપી દીધો છે. નીતિશ રાણાએ હૈદરાબાદ સામેની પહેલી મેચમાં 47 બોલમા 68 રન ફટકારીને ફોર્મ બતાવ્યું. તો પંજાબ સામેની મેચમાં માત્ર 34 બોલમાં 63 રન ફટકારીને આક્રમક્તાનો પણ અંદાજ આપી દીધો છે. સિઝનમાં નીતિશ રાણા કોલકાતા માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.

  1/5
 • તો દિલ્હી માટે રિષભ પંત આ વખતે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ધ્યાન ખેંચનાર આ ઈન્ડિયન વિકેટકીપર બેટ્સમેને પણ પોતાની બેટિંગથી બોલર્સને ચેતવણી આપી છે. રિષભ પંતે મુંબઈ સામેની મેચમાં માત્ર 27 બોલમાં 78 રન ફટકાર્યા હતા. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 288 હતો. તો ચેન્નાઈ સામેની મેચમાં પંત માત્ર 25 રન બનાવી શક્યો હતો, જો કે આ મેચમાં પણ તેનો સ્ટ્રાઈક રેટ 192નો હતો. એટલે કે પંત દિલ્હી કેપિટલ્સની જીતમાં મહત્વનો હિસ્સો રહેવાનો છે. 

  તો દિલ્હી માટે રિષભ પંત આ વખતે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ધ્યાન ખેંચનાર આ ઈન્ડિયન વિકેટકીપર બેટ્સમેને પણ પોતાની બેટિંગથી બોલર્સને ચેતવણી આપી છે. રિષભ પંતે મુંબઈ સામેની મેચમાં માત્ર 27 બોલમાં 78 રન ફટકાર્યા હતા. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 288 હતો. તો ચેન્નાઈ સામેની મેચમાં પંત માત્ર 25 રન બનાવી શક્યો હતો, જો કે આ મેચમાં પણ તેનો સ્ટ્રાઈક રેટ 192નો હતો. એટલે કે પંત દિલ્હી કેપિટલ્સની જીતમાં મહત્વનો હિસ્સો રહેવાનો છે. 

  2/5
 • કોલકાતાના બેટ્સમેન નીતિશ રાણા તો ફોર્મમાં છે જ સાથે સાથે કોલકાતાની બેટિંગ લાઈનઅપને આ સિઝનમાં રોબિન ઉથપ્પા પણ મજબૂત કરી રહ્યા છે. રોબિન ઉથપ્પા પણ સિઝનની શરૂઆતમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. પહેલી મેચમાં હૈદરાબાદ સામે ઉથપ્પાએ 27 બોલમાં 35 રન બનાવ્યા હતા. જો કે પંજાબ સામે અડધી સદી ફટકારી.  પંજાબ સામે ઉથપ્પાએ 50 બોલમાં 67 રન ફટકારીને ફોર્મ દર્શાવી દીધું છે. 

  કોલકાતાના બેટ્સમેન નીતિશ રાણા તો ફોર્મમાં છે જ સાથે સાથે કોલકાતાની બેટિંગ લાઈનઅપને આ સિઝનમાં રોબિન ઉથપ્પા પણ મજબૂત કરી રહ્યા છે. રોબિન ઉથપ્પા પણ સિઝનની શરૂઆતમાં સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. પહેલી મેચમાં હૈદરાબાદ સામે ઉથપ્પાએ 27 બોલમાં 35 રન બનાવ્યા હતા. જો કે પંજાબ સામે અડધી સદી ફટકારી.  પંજાબ સામે ઉથપ્પાએ 50 બોલમાં 67 રન ફટકારીને ફોર્મ દર્શાવી દીધું છે. 

  3/5
 • ટર્બોનેટર હરભજનસિંહ પણ IPLની પહેલી મેચમાં ફોર્મમાં દેખાયા હતા. પહેલી મેચમાં ચેન્નાઈએ કોહલીની  બેંગ્લોરને માત્ર 70માં રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેમાં હરભજનસિંહની મુખ્ય ભૂમિકા હતી. RCBના હરભજનસિંહે માત્ર 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જો કે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હરભજનનો જાદુ ન ચાલ્યો અને ભજ્જી પાજીને એક પણ વિકેટ ન મળી. પરંતુ ભજ્જીએ પહેલી મેચમાં આપેલું પર્ફોમન્સ બેટ્સમેનોએ ધ્યાનમાં રાખવા સમાન છે. 

  ટર્બોનેટર હરભજનસિંહ પણ IPLની પહેલી મેચમાં ફોર્મમાં દેખાયા હતા. પહેલી મેચમાં ચેન્નાઈએ કોહલીની  બેંગ્લોરને માત્ર 70માં રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેમાં હરભજનસિંહની મુખ્ય ભૂમિકા હતી. RCBના હરભજનસિંહે માત્ર 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જો કે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હરભજનનો જાદુ ન ચાલ્યો અને ભજ્જી પાજીને એક પણ વિકેટ ન મળી. પરંતુ ભજ્જીએ પહેલી મેચમાં આપેલું પર્ફોમન્સ બેટ્સમેનોએ ધ્યાનમાં રાખવા સમાન છે. 

  4/5
 • લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ ઈટ્સ યુવરાજ સિંહ. ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન ભલે લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર હોય પરંતુ તેમણે પણ દર્શાવી દીધું છે કે હજી ઘણી સિક્સર્સ મારવાની બાકી છે. યુવરાજ સિંહે દિલ્હી કેપિટલ્સ સામે હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. ત્યારે આગામી મેચમાં પણ યુવરાજસિંહ બોલર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

  લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ ઈટ્સ યુવરાજ સિંહ. ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન ભલે લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર હોય પરંતુ તેમણે પણ દર્શાવી દીધું છે કે હજી ઘણી સિક્સર્સ મારવાની બાકી છે. યુવરાજ સિંહે દિલ્હી કેપિટલ્સ સામે હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. ત્યારે આગામી મેચમાં પણ યુવરાજસિંહ બોલર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

  5/5
 • loading...

ફોટોઝ વિશે

IPL 2019નો રોમાંચ જામી ચૂક્યો છે. દરેક ટીમોની 1 કે 2 મેચ પૂરી થઈ ચૂકી છે. દરેક ટીમને હવે હરીફ ટીમોનો અંદાજ આવી ચૂક્યો છે, ત્યારે વાત એવા પાંચ ભારતીય ખેલાડીઓની જે આઈપીએલમાં પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. (તસવીર સૌજન્યઃIPLT20.COM)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK