IPL: સીઝન દરમ્યાન આટલી વાર થયા છે નેતૃત્વ-પરિવર્તન

Updated: 17th October, 2020 12:23 IST | Rachana Joshi
  • ડેક્કન ચાર્જર્સ (૨૦૦૮) - લક્ષ્મણને બદલે ગિલક્રિસ્ટ આઇપીએલની ૨૦૦૮માં પહેલી સીઝનમાં ડેક્કન ચાર્જર્સના કૅપ્ટન અને બૅટ્સમૅન બન્ને જવાબદારીમાં વીવીએસ લક્ષ્મણ સદંતર ફ્લૉપ રહ્યો હતો. છ મૅચમાં તે ફક્ત ૧૫૫ રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદ ઇન્જરીને લીધે આઉટ થઈ જતતાં ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટને ટીમન‌ી કમાન સોંપવામાં આવી હતી.

    ડેક્કન ચાર્જર્સ (૨૦૦૮) - લક્ષ્મણને બદલે ગિલક્રિસ્ટ

    આઇપીએલની ૨૦૦૮માં પહેલી સીઝનમાં ડેક્કન ચાર્જર્સના કૅપ્ટન અને બૅટ્સમૅન બન્ને જવાબદારીમાં વીવીએસ લક્ષ્મણ સદંતર ફ્લૉપ રહ્યો હતો. છ મૅચમાં તે ફક્ત ૧૫૫ રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદ ઇન્જરીને લીધે આઉટ થઈ જતતાં ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટને ટીમન‌ી કમાન સોંપવામાં આવી હતી.

    1/11
  • બૅન્ગલોર (૨૦૦૯) - પીટરસન આઉટ, કુંબલે ઇન સાઉથ આફ્રિકામાં રમાયેલી આ સીઝનમાં મોટી રકમે બૅન્ગલોરે ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટ્સમૅન કેવિન પીટરસનને ખરીદીને ટીમની કમાન સોંપી હતી. જોકે પીટરસન ૬ મૅચમા ફ્કત ૯૩ રન બનાવી શક્યો હતો અને ટીમ પણ છેલ્લા નંબરે હતી. ત્યાર બાદ નૅશનલ ડ્યુટી માટે પીટરસન જતો રહેતાં અનિલ કુંબલેને જવાબદારી સોંપવામાં આવી હતી. આ પરિવર્તનથી ટીમનું નસીબ પણ બદલાયુ હતું અને ફાઇનલ સુધી પહોંચી શકી હતી.

    બૅન્ગલોર (૨૦૦૯) - પીટરસન આઉટ, કુંબલે ઇન

    સાઉથ આફ્રિકામાં રમાયેલી આ સીઝનમાં મોટી રકમે બૅન્ગલોરે ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટ્સમૅન કેવિન પીટરસનને ખરીદીને ટીમની કમાન સોંપી હતી. જોકે પીટરસન ૬ મૅચમા ફ્કત ૯૩ રન બનાવી શક્યો હતો અને ટીમ પણ છેલ્લા નંબરે હતી. ત્યાર બાદ નૅશનલ ડ્યુટી માટે પીટરસન જતો રહેતાં અનિલ કુંબલેને જવાબદારી સોંપવામાં આવી હતી. આ પરિવર્તનથી ટીમનું નસીબ પણ બદલાયુ હતું અને ફાઇનલ સુધી પહોંચી શકી હતી.

    2/11
  • પંજાબ (૨૦૧૨) - સંગકારાએ વાઇટને કમાન સોંપી ૧૨ મૅચમાં ૧૮.૧૮ની ઍવરેજથી ફક્ત ૨૦૦ રન બનાવી શક્નાર કુમાર સંગકારા આખરે કંટાળીને પ્લેઇંગ ઇલેવનમાંથી આઉટ થઈ ગયો હતો અને ત્યાર બાદ કૅમરન વાઇટે જવાબદારી સંભાળી હતી.

    પંજાબ (૨૦૧૨) - સંગકારાએ વાઇટને કમાન સોંપી

    ૧૨ મૅચમાં ૧૮.૧૮ની ઍવરેજથી ફક્ત ૨૦૦ રન બનાવી શક્નાર કુમાર સંગકારા આખરે કંટાળીને પ્લેઇંગ ઇલેવનમાંથી આઉટ થઈ ગયો હતો અને ત્યાર બાદ કૅમરન વાઇટે જવાબદારી સંભાળી હતી.

    3/11
  • બૅન્ગલોર (૨૦૧૨) - વિટોરીને બદલે વિરાટ ૨૦૧૧માં ટીમને ફાઇનલ સુધી લઈ ગયેલો ડૅનિયલ વિટોરી ૨૦૧૨માં ૯ મૅચમાં ફક્ત પાંચ વિકેટ સાથે ફ્લૉપ રહ્યો હતો. પ્લેઇંગ ઇલેવનમાં મુથૈયા મુરલીધરનનો સમાવેશ કરતાં તે બહાર થઈ ગયો હતો અને વિરાટ કોહલીને કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. 

    બૅન્ગલોર (૨૦૧૨) - વિટોરીને બદલે વિરાટ

    ૨૦૧૧માં ટીમને ફાઇનલ સુધી લઈ ગયેલો ડૅનિયલ વિટોરી ૨૦૧૨માં ૯ મૅચમાં ફક્ત પાંચ વિકેટ સાથે ફ્લૉપ રહ્યો હતો. પ્લેઇંગ ઇલેવનમાં મુથૈયા મુરલીધરનનો સમાવેશ કરતાં તે બહાર થઈ ગયો હતો અને વિરાટ કોહલીને કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. 

    4/11
  • મુંબઈ (૨૦૧૨) - પૉન્ટિંગ આઉટ, રોહિત ઇન ઑક્શનમાં ખરીદેલા રિકી પૉન્ટિંગને મુંબઈનો કૅપ્ટન બનાવાયો હતો, પણ ૬ મૅચમાં ફક્ત બાવન રન જ બનાવી શકતાં રોહિત શર્માને જવાબદારી સોંપીને તે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ ગયો હતો. મુંબઈ રોહિતના નેતૃત્વમાં આખરે ચૅમ્પિયન બન્યું હતું. 

    મુંબઈ (૨૦૧૨) - પૉન્ટિંગ આઉટ, રોહિત ઇન

    ઑક્શનમાં ખરીદેલા રિકી પૉન્ટિંગને મુંબઈનો કૅપ્ટન બનાવાયો હતો, પણ ૬ મૅચમાં ફક્ત બાવન રન જ બનાવી શકતાં રોહિત શર્માને જવાબદારી સોંપીને તે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ ગયો હતો. મુંબઈ રોહિતના નેતૃત્વમાં આખરે ચૅમ્પિયન બન્યું હતું. 

    5/11
  • હૈદરબાદ (૨૦૧૪) - ધવનને બદલે સૅમી ધવને ૧૦ મૅચમાં ફક્ત ૨૧૫ રન બનાવતાં મૅનેજમેન્ટે તેને કૅપ્ટનની જવાબદારીમાંથી મુક્ત કરીને ડૅરેન સૅમીને કમાન સોંપી હતી. જોકે હૈદરાબાદ તો પણ પ્લેઑફમાં નહોતું પહોંચી શક્યું.

    હૈદરબાદ (૨૦૧૪) - ધવનને બદલે સૅમી

    ધવને ૧૦ મૅચમાં ફક્ત ૨૧૫ રન બનાવતાં મૅનેજમેન્ટે તેને કૅપ્ટનની જવાબદારીમાંથી મુક્ત કરીને ડૅરેન સૅમીને કમાન સોંપી હતી. જોકે હૈદરાબાદ તો પણ પ્લેઑફમાં નહોતું પહોંચી શક્યું.

    6/11
  • રાજસ્થાન (૨૦૧૫) - સ્મિથ ઇન, વૉટ્સન આઉટ કૅપ્ટન શેન વૉટ્સન ઇન્જર્ડ થતાં પહેલી મૅચમાં સ્ટીવ સ્મિથને ટેમ્પરરી કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ વૉટ્સને પોતાના પર્ફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કારણ આપીને સ્મિથને પર્મનન્ટ જવાબદારી સોંપી દીધી હતી. રાજસ્થાન પ્લેઑફમાં પણ પહોંચી ગયું હતું.

    રાજસ્થાન (૨૦૧૫) - સ્મિથ ઇન, વૉટ્સન આઉટ

    કૅપ્ટન શેન વૉટ્સન ઇન્જર્ડ થતાં પહેલી મૅચમાં સ્ટીવ સ્મિથને ટેમ્પરરી કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ વૉટ્સને પોતાના પર્ફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કારણ આપીને સ્મિથને પર્મનન્ટ જવાબદારી સોંપી દીધી હતી. રાજસ્થાન પ્લેઑફમાં પણ પહોંચી ગયું હતું.

    7/11
  • પંજાબ (૨૦૧૬) - મિલરને બદલે વિજય પહેલી છમાંથી પાંચ હારીને પંજાબ પૉઇન્ટ ટ-બલ પર છેલ્લા નંબરે હતું અને કૅપ્ટન ડેવિડ મિલર પણ ૬ મૅચમાં ૭૬ રન સાથે ઝઝૂમી રહ્યો હતો. મૅનેજમેન્ટે મિલરને જવાબદારીમાંથી મુક્ત કરીને વિજયને કપ્તાની સોંપી હતી. જોકે ટીમ તો પણ આખરે છેલ્લા નંબરે જ રહી હતી.

    પંજાબ (૨૦૧૬) - મિલરને બદલે વિજય

    પહેલી છમાંથી પાંચ હારીને પંજાબ પૉઇન્ટ ટ-બલ પર છેલ્લા નંબરે હતું અને કૅપ્ટન ડેવિડ મિલર પણ ૬ મૅચમાં ૭૬ રન સાથે ઝઝૂમી રહ્યો હતો. મૅનેજમેન્ટે મિલરને જવાબદારીમાંથી મુક્ત કરીને વિજયને કપ્તાની સોંપી હતી. જોકે ટીમ તો પણ આખરે છેલ્લા નંબરે જ રહી હતી.

    8/11
  • દિલ્હી (૨૦૧૮) - ગંભીરે ઐયરને જવાબદારી સોંપી ૨૦૧૨ અને ૨૦૧૪માં કલકત્તાને ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરને દિલ્હીએ કૅપ્ટન બનાવ્યો હતો. જોકે ટીમ પહેલી છમાંથી પાંચ હારીને છેલ્લા નંબરે અને ગંભીર પોતે પણ ફક્ત ૮૫ રન સાથે ફ્લૉપ રહ્યો હતો. આખરે તેણે યુવા શ્રેયસ ઐયરને કમાન સોંપી દીધી હતી.

    દિલ્હી (૨૦૧૮) - ગંભીરે ઐયરને જવાબદારી સોંપી

    ૨૦૧૨ અને ૨૦૧૪માં કલકત્તાને ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરને દિલ્હીએ કૅપ્ટન બનાવ્યો હતો. જોકે ટીમ પહેલી છમાંથી પાંચ હારીને છેલ્લા નંબરે અને ગંભીર પોતે પણ ફક્ત ૮૫ રન સાથે ફ્લૉપ રહ્યો હતો. આખરે તેણે યુવા શ્રેયસ ઐયરને કમાન સોંપી દીધી હતી.

    9/11
  • રાજસ્થાન (૨૦૧૯) - રહાણેને બદલે સ્મિથ ગઈ સીઝનમાં ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે અજિંક્ય રહાણને હટાવીને સ્ટીવ સ્મિથને ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.

    રાજસ્થાન (૨૦૧૯) - રહાણેને બદલે સ્મિથ

    ગઈ સીઝનમાં ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે અજિંક્ય રહાણને હટાવીને સ્ટીવ સ્મિથને ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.

    10/11
  • કલકત્તા (2020) - કાર્તિકે કૅપ્ટન્સી છોડી મોર્ગનને તક આપી સીઝનમાં ટીમ અપેક્ષાઓ મુજબ રમી શકી નથી એટલે દિનેશ કાર્તિકે કૅપ્ટન્સી ઓઈન મોર્ગનને સોંપી છે.

    કલકત્તા (2020) - કાર્તિકે કૅપ્ટન્સી છોડી મોર્ગનને તક આપી

    સીઝનમાં ટીમ અપેક્ષાઓ મુજબ રમી શકી નથી એટલે દિનેશ કાર્તિકે કૅપ્ટન્સી ઓઈન મોર્ગનને સોંપી છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની દરેક સીઝન રોમાંચ અને ટ્વીસ્ટ એન્ડ ટર્નસથી ભરેલી હોય છે. તાજેતરમાં જ ચાલી રહેલી આઇપીએલની સીઝન 13દરમ્યાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ પહેલાં કલકત્તા નાઇટ રાઈડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકે ટીમને કપ્તાની છોડીને વાઈસ કૅપ્ટન ઈઓન મોર્ગનને જવાબદારી સોંપી દીધી હતી. ચાલુ સીઝન દરમ્યાન કોઈ ટીમના કૅપ્ટનની બદલી થઈ હોય એવી આ કાંઈ પહેલી ઘટના નથી. પહેલા પણ આવું અનેકવાર બન્યું છે. તો આવો નજર કરીએ અત્યાર સુધી આવા બનેલા બનાવો પર...

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

First Published: 17th October, 2020 12:11 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK