સાક્ષી મલિક: પહેલવાનીમાં પણ છે અપાર સુંદરતા, જુઓ તસવીરો

Updated: Sep 03, 2020, 22:53 IST | Rachana Joshi
 • સાક્ષી મલિકનો જન્મ 3 સપ્ટેમ્બર 1992ના રોજ હરિયાણાના રોહતકમાં થયો છે.

  સાક્ષી મલિકનો જન્મ 3 સપ્ટેમ્બર 1992ના રોજ હરિયાણાના રોહતકમાં થયો છે.

  1/20
 • સાક્ષીએ વર્ષ 2007માં સબ જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ત્યારબાદ કોચ ઈશ્વર સિંહ દહિયાની વિશેષ અપીલ પર તેને સિનિયર વર્ગની શ્રેણીમાં રમવાની અનુમતી મળી હતી. ત્યારથી તે સિનિયર પહેલવાનો સાથે રમવા લાગી હતી.

  સાક્ષીએ વર્ષ 2007માં સબ જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ત્યારબાદ કોચ ઈશ્વર સિંહ દહિયાની વિશેષ અપીલ પર તેને સિનિયર વર્ગની શ્રેણીમાં રમવાની અનુમતી મળી હતી. ત્યારથી તે સિનિયર પહેલવાનો સાથે રમવા લાગી હતી.

  2/20
 • પહેલવાન બનવા પાછળ સાક્ષીનું રસપ્રદ કારણ છે. તેણે પહેલવાન બનવાનું સ્વપ્ન એટલે જોયું હતું કારણકે તેને પહેલવાનોનો ડ્રેસ બહુ ગમતો હતો.

  પહેલવાન બનવા પાછળ સાક્ષીનું રસપ્રદ કારણ છે. તેણે પહેલવાન બનવાનું સ્વપ્ન એટલે જોયું હતું કારણકે તેને પહેલવાનોનો ડ્રેસ બહુ ગમતો હતો.

  3/20
 • સાક્ષી મલિકનું પહેલવાન બનવાનું સફર કંઈ સરળ નહોતું. દીકરીને પહેલવાન બનાવવામાં ઘરવાળા થોડુંક અચાકાતા હતાં. પરંતુ માતા સુદેશે દીકરીની ઈચ્છા પુરી કરવાનું નક્કી કર્યું હતું અને તે સાક્ષીને લઈને 20 વર્ષ પહેલાં રોહતકના છોટૂરામ સ્ટેડિયમ પહોંચી ગઈ હતી.

  સાક્ષી મલિકનું પહેલવાન બનવાનું સફર કંઈ સરળ નહોતું. દીકરીને પહેલવાન બનાવવામાં ઘરવાળા થોડુંક અચાકાતા હતાં. પરંતુ માતા સુદેશે દીકરીની ઈચ્છા પુરી કરવાનું નક્કી કર્યું હતું અને તે સાક્ષીને લઈને 20 વર્ષ પહેલાં રોહતકના છોટૂરામ સ્ટેડિયમ પહોંચી ગઈ હતી.

  4/20
 • છોટૂરામ સ્ટેડિયમમાં સાક્ષી મલિકને જિમનાસ્ટિક રમવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. પછી સાક્ષીની મુલાકાત એથલીટ અને અન્ય ખેલના ખેલાડીઓ સાથે કરાવવામાં આવી હતી. પરંતુ તેણે ધસીને ના પાડી દીધી હતી કે તેને અન્ય કોઈ ખેલમાં રસ નથી. તે માત્ર પહેલવાનીમાં જ રસ ધરાવે છે.

  છોટૂરામ સ્ટેડિયમમાં સાક્ષી મલિકને જિમનાસ્ટિક રમવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. પછી સાક્ષીની મુલાકાત એથલીટ અને અન્ય ખેલના ખેલાડીઓ સાથે કરાવવામાં આવી હતી. પરંતુ તેણે ધસીને ના પાડી દીધી હતી કે તેને અન્ય કોઈ ખેલમાં રસ નથી. તે માત્ર પહેલવાનીમાં જ રસ ધરાવે છે.

  5/20
 • સાક્ષી મલિક ફક્ત કુસ્તીમાં જ આગળ છે તેવું નથી. કુસ્તીની સાથે સાથે તે ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી. જેટલું ધ્યાન તે કુસ્તી પર આપતી હતી તેટલું જ ધ્યાન તે ભણવા પર પણ આપતી હતી. હાઈસ્કુલથી એમપીએડ સુધી સાક્ષી 70 ટકાથી વધુ ટકા લાવતી હતી.

  સાક્ષી મલિક ફક્ત કુસ્તીમાં જ આગળ છે તેવું નથી. કુસ્તીની સાથે સાથે તે ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી. જેટલું ધ્યાન તે કુસ્તી પર આપતી હતી તેટલું જ ધ્યાન તે ભણવા પર પણ આપતી હતી. હાઈસ્કુલથી એમપીએડ સુધી સાક્ષી 70 ટકાથી વધુ ટકા લાવતી હતી.

  6/20
 • સાક્ષી મલિકે 2016ના રિયો ઑલિમ્પિક્સમાં ફ્રીસ્ટાયલ કુસ્તીના 58 કિલો વર્ગમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલાં કોઈ મહિલા ખેલાડીએ ઑલિમ્પિક્સમાં કોઈ મેડલ જીત્યું નહોતું.

  સાક્ષી મલિકે 2016ના રિયો ઑલિમ્પિક્સમાં ફ્રીસ્ટાયલ કુસ્તીના 58 કિલો વર્ગમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલાં કોઈ મહિલા ખેલાડીએ ઑલિમ્પિક્સમાં કોઈ મેડલ જીત્યું નહોતું.

  7/20
 • જોકે, 2016ના રિયો ઑલિમ્પિક્સમાં મેડલ જીતવું સાક્ષી મલિક માટે આસાન નહોતું. તેને છ કલાકમાં ચાર વાર કુસ્તીની રિંગમાં ઉતરવું પડયું હતું. 

  જોકે, 2016ના રિયો ઑલિમ્પિક્સમાં મેડલ જીતવું સાક્ષી મલિક માટે આસાન નહોતું. તેને છ કલાકમાં ચાર વાર કુસ્તીની રિંગમાં ઉતરવું પડયું હતું. 

  8/20
 • ઑલિમ્પિક્સ મેડલ સિવાય સાક્ષી મલિકને 2014માં ગ્લાસ્ગોમાં યોજાયેલ કૉમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ મળ્યું હતું.

  ઑલિમ્પિક્સ મેડલ સિવાય સાક્ષી મલિકને 2014માં ગ્લાસ્ગોમાં યોજાયેલ કૉમનવેલ્થ ગેમમાં સિલ્વર મેડલ મળ્યું હતું.

  9/20
 • એશિયન ચેમ્પિયનશિપ 2015માં દોહામાં 60 કિલોગ્રામ વજનમાં સાક્ષી મલિકને બ્રૉન્ઝ મેડલ મળ્યું હતું.

  એશિયન ચેમ્પિયનશિપ 2015માં દોહામાં 60 કિલોગ્રામ વજનમાં સાક્ષી મલિકને બ્રૉન્ઝ મેડલ મળ્યું હતું.

  10/20
 • 2017માં ભારતમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીત્યું હતું. 

  2017માં ભારતમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર મેડલ જીત્યું હતું. 

  11/20
 • 2017 અને 2019ની એશિયન ચેમ્પિયનશિપમાં સાક્ષી મલિકને બ્રૉન્ઝ મેડલ સાથે સંતોષ માનવો પડયો હતો.

  2017 અને 2019ની એશિયન ચેમ્પિયનશિપમાં સાક્ષી મલિકને બ્રૉન્ઝ મેડલ સાથે સંતોષ માનવો પડયો હતો.

  12/20
 • 2018માં ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમમાં બ્રૉન્ઝ મેડલ મળ્યું હતું.

  2018માં ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમમાં બ્રૉન્ઝ મેડલ મળ્યું હતું.

  13/20
 • 2016ના રિયો ઑલિમ્પિક્સની સિદ્ધિ બાદ સાક્ષી મલિકને 2017માં 'પદ્મ શ્રી'નું સન્માન આપવામાં આવ્યું હતું. 

  2016ના રિયો ઑલિમ્પિક્સની સિદ્ધિ બાદ સાક્ષી મલિકને 2017માં 'પદ્મ શ્રી'નું સન્માન આપવામાં આવ્યું હતું. 

  14/20
 • 2016માં સાક્ષી મલિકને 'રાજીવ ગાંધી ખેલ રત્ન' એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

  2016માં સાક્ષી મલિકને 'રાજીવ ગાંધી ખેલ રત્ન' એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

  15/20
 • આ સિવાય રાજ્ય સરકાર, ખેલ મંત્રાલય અને અન્ય સંસ્થઓ તરફથી અત્યાર સુધીમાં સાક્ષી મલિકને છ કરોડ રૂપિયાના રોકડ ઈનામ મળ્યાં છે.

  આ સિવાય રાજ્ય સરકાર, ખેલ મંત્રાલય અને અન્ય સંસ્થઓ તરફથી અત્યાર સુધીમાં સાક્ષી મલિકને છ કરોડ રૂપિયાના રોકડ ઈનામ મળ્યાં છે.

  16/20
 • સાક્ષી મલિકે પહેલવાન સત્યવ્રત કાદિયાન સાથે 16 ઓક્ટોબર 2016ના રોજ સગાઈ કરી હતી અને પછી બીજી એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા હતાં.

  સાક્ષી મલિકે પહેલવાન સત્યવ્રત કાદિયાન સાથે 16 ઓક્ટોબર 2016ના રોજ સગાઈ કરી હતી અને પછી બીજી એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા હતાં.

  17/20
 • સાક્ષી અને સત્યવાન પહેલી વખત એકબીજાને અખાડામાં મળ્યાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને જીવનભર સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. રિયોમાં જતાં પહેલાં જ બન્નેના પરિવારોની સંમતિથી તેમના સંબંધને મંજૂરી આપી દેવામાં આવી હતી.

  સાક્ષી અને સત્યવાન પહેલી વખત એકબીજાને અખાડામાં મળ્યાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને જીવનભર સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. રિયોમાં જતાં પહેલાં જ બન્નેના પરિવારોની સંમતિથી તેમના સંબંધને મંજૂરી આપી દેવામાં આવી હતી.

  18/20
 • મેદાન પર જુસ્સો પણ રિયલ લાઈફમાં ચહેરા પર સ્મિત ધરાવતી સાક્ષી મલિકને જન્મદિવસની શુભેચ્છાઓ.

  મેદાન પર જુસ્સો પણ રિયલ લાઈફમાં ચહેરા પર સ્મિત ધરાવતી સાક્ષી મલિકને જન્મદિવસની શુભેચ્છાઓ.

  19/20
 • કુસ્તીમાં આજ સુધી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરનાર સાક્ષી મલિક હવે ભારત દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવે તેવી સહુને આશા છે.

  કુસ્તીમાં આજ સુધી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરનાર સાક્ષી મલિક હવે ભારત દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવે તેવી સહુને આશા છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

2016ના રિયો ઑલિમ્પિક્સમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીતનાર મહિલા પહેલવાન સાક્ષી મલિક (Sakshi Malik)નો આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ 28મો જન્મદિવસ છે. મેદાન પર કુસ્તી કરતી સાક્ષી મલિક રિયલ લાઈફમાં બહુ જ બ્યુટીફુલ છે. આવો આજે તેના જન્મદિવસે જોઈએ તેની સુંદર તસવીરો અને સાથે જ જાણીએ તેના જીવનની કેટલીક સિદ્ધિઓ વિશે....

(તસવીર સૌજન્ય: સાક્ષી મલિકનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK