શ્રીસંથને વિવાદો સાથે પાક્કી દોસ્તી છે, આઇપીએલના સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલમાં તેનું નામ 2013માં ઉછળ્યું હતું. તેની સાથે અજીત ચંડાલિયા અને અંકિત ચૌહાણનું નામ પણ ઉછળ્યું હતું. શ્રીસંથને લાઇફ બેન મળ્યો અને પૈસા લઇને અંડર પરફોર્મ કરવા માટે તેની ધરપકડ પણ થઇ, એક મહિનામાં તેને જામીન મળ્યા અને તે ઘરભેગો થયો. 2017માં જ કેરળ સરકારે તેની પરનો લાઇફ બેન ઉઠાવ્યો પણ બીસીસીઆઇએ આ નિર્ણયને પડકાર્યો હતો. શ્રીસંથે બીસીસીઆઇ સામે રોષ ભર્યા ટ્વિટ લખ્યા હતા. આટલું ઓછું હોય તેમ શ્રીસંથે એકવાર બેંગલોર દિલ્હીની ફ્લાઇટમાં પણ બબાલ કરી નાખી હતી અને ફ્લાઇટ અટેન્ડન્ટ્સ સાથે ખોટી દલીલોમાં ગુંચવાઇ ગયો હતો કારણકે તેને ઇમર્જન્સી એક્ઝિટ પાસે બેસવાની ના કહેવાઇ.