Good Bye 'કૅપ્ટન કૂલ': મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટ સફર પર એક નજર

Updated: 15th August, 2020 21:30 IST | Rachana Joshi
  • મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981માં ઝારખંડના રાંચીમાં થયો હતો. આજે ધોનીનો 39મો જન્મદિવસ છે.

    મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981માં ઝારખંડના રાંચીમાં થયો હતો. આજે ધોનીનો 39મો જન્મદિવસ છે.

    1/26
  • મહેન્દ્ર સિંહ ધોનીનું હુલામણું નામ 'માહી' છે.

    મહેન્દ્ર સિંહ ધોનીનું હુલામણું નામ 'માહી' છે.

    2/26
  • મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમમાં 23 ડિસેમ્બર 2004ના રોજ ડેબ્યુ કર્યું હતું.

    મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમમાં 23 ડિસેમ્બર 2004ના રોજ ડેબ્યુ કર્યું હતું.

    3/26
  • બેટિંગ, વિકેટકિપિંગ અને કૅપ્ટન્સીમાં કમાલ બતાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને સહુ કોઈ 'કૅપ્ટન કૂલ'ના નામે ઓળખે છે.

    બેટિંગ, વિકેટકિપિંગ અને કૅપ્ટન્સીમાં કમાલ બતાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને સહુ કોઈ 'કૅપ્ટન કૂલ'ના નામે ઓળખે છે.

    4/26
  • માહીએ 90 ટેસ્ટ, 349 વનડે અને 98 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

    માહીએ 90 ટેસ્ટ, 349 વનડે અને 98 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

    5/26
  • ધોનીએ ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 200 વનડેમાં કપ્તાની કરી છે. તેમાંથી ભારત 110 વનડે જીત્યું છે.

    ધોનીએ ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 200 વનડેમાં કપ્તાની કરી છે. તેમાંથી ભારત 110 વનડે જીત્યું છે.

    6/26
  • સૌથી વધુ વનડેમાં કપ્તાની કરનાર ખેલાડીઓની સૂચિમાં મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે.

    સૌથી વધુ વનડેમાં કપ્તાની કરનાર ખેલાડીઓની સૂચિમાં મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે.

    7/26
  • મહેન્દ્ર સિંહ ધોનીએ 2015માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

    મહેન્દ્ર સિંહ ધોનીએ 2015માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

    8/26
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના આખા કરિયરમાં કેપ્ટન તરીકે અનેક કીર્તિઓ સ્થાપી હતી.

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના આખા કરિયરમાં કેપ્ટન તરીકે અનેક કીર્તિઓ સ્થાપી હતી.

    9/26
  • એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે આઈસીસીની ત્રણે પ્રતિષ્ઠીત ટ્રોફી જીતી છે. જેમાં વર્ષ 2007માં વિશ્વ T20ની ટ્રોફી, 2011માં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ છે.

    એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે આઈસીસીની ત્રણે પ્રતિષ્ઠીત ટ્રોફી જીતી છે. જેમાં વર્ષ 2007માં વિશ્વ T20ની ટ્રોફી, 2011માં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ છે.

    10/26
  • આઇસીસી ત્રણેય ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન છે મહેન્દ્ર સિંહ ધોની.

    આઇસીસી ત્રણેય ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન છે મહેન્દ્ર સિંહ ધોની.

    11/26
  • માહીની વિકેટકિપિંગની આખી દુનિયા દિવાની છે. વિકેટકીપિંગગમાં વીજળીની ઝડપે સ્ટમ્પિંગ કરવા માટે ધોની પ્રખ્યાત છે. 

    માહીની વિકેટકિપિંગની આખી દુનિયા દિવાની છે. વિકેટકીપિંગગમાં વીજળીની ઝડપે સ્ટમ્પિંગ કરવા માટે ધોની પ્રખ્યાત છે. 

    12/26
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ ધોનીના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 192 વખત ખેલાડીઓને સ્ટમ્પ કર્યા છે. તેના નામે ટેસ્ટમાં 38 વખત, વનડેમાં 120 અને T20માં 34મો રેકોર્ડ  છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ ધોનીના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 192 વખત ખેલાડીઓને સ્ટમ્પ કર્યા છે. તેના નામે ટેસ્ટમાં 38 વખત, વનડેમાં 120 અને T20માં 34મો રેકોર્ડ  છે.

    13/26
  • ભારત તરફથી સૌથી વધુ કૅપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 60 ટેસ્ટ, 200 વન-ડે અને 72 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કૅપ્ટનશિપ સંભાળી છે.

    ભારત તરફથી સૌથી વધુ કૅપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 60 ટેસ્ટ, 200 વન-ડે અને 72 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કૅપ્ટનશિપ સંભાળી છે.

    14/26
  • ભારતની તરફથી સૌથી વધુ 27 ટેસ્ટ, 110 વન-ડે અને 41 આંતરરાષ્ટ્રીય T20 મેચ જીતનાર કૅપ્ટન છે મહેન્દ્ર સિંહ ધોની. 

    ભારતની તરફથી સૌથી વધુ 27 ટેસ્ટ, 110 વન-ડે અને 41 આંતરરાષ્ટ્રીય T20 મેચ જીતનાર કૅપ્ટન છે મહેન્દ્ર સિંહ ધોની. 

    15/26
  • એમએસ ધોની વિશ્વનો એકમાત્ર એવો કૅપ્ટન છે જેણે વન ડેમાં સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે સદી ફટકારી હોય. તેણે ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે 113 કરીને સદી ફટકારી હતી.

    એમએસ ધોની વિશ્વનો એકમાત્ર એવો કૅપ્ટન છે જેણે વન ડેમાં સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે સદી ફટકારી હોય. તેણે ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે 113 કરીને સદી ફટકારી હતી.

    16/26
  • ધોનીના નામે વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. તેણે 31 ઓક્ટોબર 2005એ જયપુરમાં શ્રીલંકા સામે અણનમ 183 રનની ઈનિંગ રમી હતી. જેમા તેણે 15 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

    ધોનીના નામે વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. તેણે 31 ઓક્ટોબર 2005એ જયપુરમાં શ્રીલંકા સામે અણનમ 183 રનની ઈનિંગ રમી હતી. જેમા તેણે 15 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

    17/26
  • વિશ્વના શ્રેષ્ઠ કૅપ્ટનની ગણતરી શ્રેષ્ઠ ફિનિશરમાં પણ થાય છે.

    વિશ્વના શ્રેષ્ઠ કૅપ્ટનની ગણતરી શ્રેષ્ઠ ફિનિશરમાં પણ થાય છે.

    18/26
  • આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા મહેન્દ્ર સિંહ ધોનીએ અહીંયા પણ અનેક રૅકોર્ડસ બનાવ્યા છે.

    આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા મહેન્દ્ર સિંહ ધોનીએ અહીંયા પણ અનેક રૅકોર્ડસ બનાવ્યા છે.

    19/26
  • આઈપીએલમાં કૅપ્ટન તરીકે ધોનીએ સૌથી વધુ 104 મેચ જીતી છે. જેમાંથી 99 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી અને પાંચ મેચ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી જીતી છે.

    આઈપીએલમાં કૅપ્ટન તરીકે ધોનીએ સૌથી વધુ 104 મેચ જીતી છે. જેમાંથી 99 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી અને પાંચ મેચ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી જીતી છે.

    20/26
  • ક્રિકેટના બાદશાહને બાઈકમાં બહુ રસ છે. સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમ માહી રેસિંગ ટીમ ઈન્ડિયાનો તે સહમાલિક છે.

    ક્રિકેટના બાદશાહને બાઈકમાં બહુ રસ છે. સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમ માહી રેસિંગ ટીમ ઈન્ડિયાનો તે સહમાલિક છે.

    21/26
  • ક્રિકેટ રમવા સિવાય ધોનીને વીડિયો ગેમ્સ રમવાનો, ગઝલ સાંભળવાનો અને બાઈક ચલાવવાનો બહુ શોખ છે.

    ક્રિકેટ રમવા સિવાય ધોનીને વીડિયો ગેમ્સ રમવાનો, ગઝલ સાંભળવાનો અને બાઈક ચલાવવાનો બહુ શોખ છે.

    22/26
  • મહેન્દ્ર સિંહ ધોનીને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન (2007), પદ્મ શ્રી (2009) અને પદ્મ ભૂષણ (2018) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

    મહેન્દ્ર સિંહ ધોનીને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન (2007), પદ્મ શ્રી (2009) અને પદ્મ ભૂષણ (2018) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

    23/26
  • મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત બૉલિવુડમાં ફિલ્મ પણ બનાવવામાં આવી છે. સપ્ટેમ્બર 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'નું દિગ્દર્શબ નીરજ પાંડેએ કર્યું હતું અને ધોનીની ભૂમિકા ર્સ્વગિય અભિનેતા સુશાંત સિંહ રાજપુતે નિભાવી હતી.

    મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત બૉલિવુડમાં ફિલ્મ પણ બનાવવામાં આવી છે. સપ્ટેમ્બર 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'નું દિગ્દર્શબ નીરજ પાંડેએ કર્યું હતું અને ધોનીની ભૂમિકા ર્સ્વગિય અભિનેતા સુશાંત સિંહ રાજપુતે નિભાવી હતી.

    24/26
  • Good Bye કૅપ્ટન કૂલ.

    Good Bye કૅપ્ટન કૂલ.

    25/26
  • કૅપ્ટન કૂલને ફરી ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે ફૅન્સ બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં પણ તે પહેલાં જ ધોનીએ નિવૃત્તી લઈ લીધી.

    કૅપ્ટન કૂલને ફરી ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે ફૅન્સ બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં પણ તે પહેલાં જ ધોનીએ નિવૃત્તી લઈ લીધી.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટમાં આગવી ઓળખ બનવાર મહેન્દ્ર સિંહ ધોનીને સહુ કોઈ 'કૅપ્ટન કૂલ'ના નામે ઓળખે છે. ધોની સૌથી સફળ કૅપ્ટન પણ કહેવાય છે. એકબાજુ ફૅન્સ ધોનીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તે દરમિયાન 15 ઓગસ્ટે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરાષ્ટ્રિય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. ત્યારે ધોનીની સફર પર કરીએ એક નજર...

First Published: 7th July, 2020 13:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK