ભારતનો પૂર્વ ક્રિકેટર આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતો હતો. ફોટોઃ સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકા
સુરેશ રૈના લેફ્ડ એન્ડ બેટ્સમેન હતો જે સામાન્ય રીતે મિડલ-ઓર્ડરમાં આવતો હતો.
રૈનાનો જન્મ ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં થયો હતો. તેના ત્રણ મોટા ભાઈ અને એક નાની બહેન છે.
આંતરરાષ્ટ્રીય ધોરણે તે 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી-20 રમ્યો છે.
આઈપીએલની પહેલી જ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે રૈનાને ત્રણ વર્ષ માટે રૂ.4 કરોડમાં ટીમમાં સમાવેશ કર્યો હતો. ફોટો ગયા વર્ષના કરવા ચોથનો છે જેમાં સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકા છે.
આઈપીએલની લગભગ દરેક એડિશનમાં તેણે 400થી વધુ રન કર્યા છે અને આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન કરનાર બીજો ખેલાડી (5,368 રન) છે. અંગત કારણોને લીધે તે આ વર્ષની આઈપીએલ રમી શક્યો નહોતો.
વર્ષ 2016માં સીએસકે ઉપર બે વર્ષનો પ્રતિબંધ લાગતા રૈના ગુજરાત લાયન્સની ટીમમાં હતો અને કૅપ્ટન પણ બન્યો હતો. જોકે 2018માં તે ફરી સીએસકેમાં રૂ.11 કરોડમાં જોડાયો હતો.
વનડેમાં સુરેશ રૈનાએ 35.31ની એવરેજથી 5615 રન કર્યા છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 93.50 અને ટોપ સ્કોર 116 રન નોટઆઉટ હતો. આમાં પાંચ સેન્ચ્યુરી અને 36 હાફ સેન્ચ્યુરીનો પણ સમાવેશ છે.
ટી-20માં રૈનાએ 134.87ની સ્ટ્રાઈક રેટ અને 29.18ની એવરેજથી 1605 રન કર્યા છે, જેમાં એક સેન્ચ્યુરી અને પાંચ ફીફ્ટીનો સમાવેશ છે.
સુરેશની પત્ની પ્રિયંકા ચૌધરી પણ ગાઝીયાબાદની છે. તેના પપ્ સ્પોર્ટ્સ કોચ છે.
પ્રિયંકા રૈના બી.ટેકની ડીગ્રી ધરાવે છે. ગાઝીયાબાદમાં ભણ્યા બાદ બૅન્કિંગ જોબ માટે તે નેધરલેન્ડ પણ શિફ્ટ થઈ હતી.
એક એન્જિનિયર તરીકે પ્રિયંકાએ વિપ્રો અને એસેનચ્યોર જેવી કંપનીઓમાં કામ કર્યું છે.
સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરીએ 3 એપ્રિલ, 2015ના રોજ લગ્ન કર્યા હતા.
લગ્ન વખતે પ્રિયંકા નેધરલેન્ડમાં એક કંપનીમાં સિનિયર સોફ્ટવેર ટેસ્ટર તરીકે કામ કરતી હતી.
19 નવેમ્બર, 2017ના રોજ પ્રિયંકા ચૌધરીએ તેના ફાઉન્ડેશનના વતિથી TED સ્પીચ પણ આપી હતી. ‘TEDxWhitefield’ બેંગલુરૂમાં યોજાઈ હતી જેમાં પ્રિયંકાએ આ સ્પીચ આપી હતી.
ઉપરાંત પ્રિયંકાએ પોતાનો રેડિયો ટોક શો ‘ધ પ્રિયંકા રૈના શો’ પણ છે.
ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે પ્રિયંકા એન્જિનિયર અને રેડિયો જોકી ઉપરાંત સામાજિક કાર્યકર્તા અને પૂર્વ બૅન્કર છે.
16 મે, 2016ના રોજ પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો જેનું નામ ગ્રાશીયા રાખવામાં આવ્યું છે.
માર્ચ 2020માં રૈના ફૅમિલીમાં દિકરાનો જન્મ થયો હતો જેનું નામ રિઓ છે.
આ વખતે દિવાળીમાં રૈનાએ આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.
પ્રિયંકા રૈનાએ પણ દિવાળી વખતનો ફોટો શૅર કર્યો હતો, જોકે આ ફોટો થોડા વર્ષો પહેલાનો છે.
આ વર્ષની 15 ઑગસ્ટે સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે બાદ ફૅન્સ ખૂબ જ દુખી થયા હતા.
હૅપ્પી બર્થ ડે સુરેશ રૈના!
ભારતીય ક્રિકેટનો પૂર્વ ખેલાડી સુરેશ રૈનાનો આજે 34મો જન્મદિવસ છે. તેમના આ ખાસ દિવસે જોઈએ તેમની ફૅમિલી સાથેની તસવીરો. (ફોટોઃ સુરેશ રૈના અને પ્રિયંકા રૈનાનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)