Ishant Sharma: જેની ફાસ્ટ બૉલિંગથી ભલભલા ગભરાય છે અને સ્લેજિંગમાં ય પાછું વળીને જોતો નથી

Updated: Sep 02, 2020, 07:33 IST | Keval Trivedi
  • ઈશાંત શર્મા મે 2007માં બાંગલાદેશ સામે મુનાફ પટેલની બદલે ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયો હતો. જ્યારે પહેલી વન ડે 29 જૂન 2007માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.

    ઈશાંત શર્મા મે 2007માં બાંગલાદેશ સામે મુનાફ પટેલની બદલે ટેસ્ટ ટીમમાં સિલેક્ટ થયો હતો. જ્યારે પહેલી વન ડે 29 જૂન 2007માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.

    1/17
  • ઈશાંતે તેની ડેબ્યુ મેચમાં ઝહીર ખાનના શૂઝ પહેર્યાં હતા. કારણ કે તેની કીટ બેગ બીજે ક્યાંક પહોંચી ગઈ હતી. તે ઝહીર ખાનને પ્રેરણારૂપ માને છે. તે હંમેશા કહે છે કે તેને ઝેક પાસેથી બહુ શીખવા મળ્યું છે.

    ઈશાંતે તેની ડેબ્યુ મેચમાં ઝહીર ખાનના શૂઝ પહેર્યાં હતા. કારણ કે તેની કીટ બેગ બીજે ક્યાંક પહોંચી ગઈ હતી. તે ઝહીર ખાનને પ્રેરણારૂપ માને છે. તે હંમેશા કહે છે કે તેને ઝેક પાસેથી બહુ શીખવા મળ્યું છે.

    2/17
  • 2008માં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ યોજાઈ હતી. તે સમયમાં ઑસ્ટ્રેલિયા સામે જીતવું અશક્ય હતું. સતત ત્રણ વખતથી ઓસ્ટ્રેલિયા જ વર્લ્ડ કપ જીતી હતી. પરંતુ તે વખતે 20 વર્ષના ઈશાંત શર્માએ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લઈને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. આ સિરીઝમાં તેણે  ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન રિકી પોન્ટિંગને ત્રણ વખત આઉટ કર્યો હતો.

    2008માં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ યોજાઈ હતી. તે સમયમાં ઑસ્ટ્રેલિયા સામે જીતવું અશક્ય હતું. સતત ત્રણ વખતથી ઓસ્ટ્રેલિયા જ વર્લ્ડ કપ જીતી હતી. પરંતુ તે વખતે 20 વર્ષના ઈશાંત શર્માએ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લઈને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. આ સિરીઝમાં તેણે  ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન રિકી પોન્ટિંગને ત્રણ વખત આઉટ કર્યો હતો.

    3/17
  • ભારત-પાકિસ્તાનની મેચ હોય અને સ્લેજિંગ ન થાય એવું બને? ડિસેમ્બર 2012માં બેંગલોરમાં રમાયેલી ટી-20માં પાકિસ્તાનના કીપર-બેટ્સમેન કમરાન અકમલ સાથે ક્લેશ થયો હતો. વાત એટલી આગળ વધી કે અમ્પાયર અને અમૂક ખેલાડીઓએ વચ્ચે આવીને આ બંનેને શાંત કરવા પડ્યા હતા.

    ભારત-પાકિસ્તાનની મેચ હોય અને સ્લેજિંગ ન થાય એવું બને? ડિસેમ્બર 2012માં બેંગલોરમાં રમાયેલી ટી-20માં પાકિસ્તાનના કીપર-બેટ્સમેન કમરાન અકમલ સાથે ક્લેશ થયો હતો. વાત એટલી આગળ વધી કે અમ્પાયર અને અમૂક ખેલાડીઓએ વચ્ચે આવીને આ બંનેને શાંત કરવા પડ્યા હતા.

    4/17
  • 2011માં દિલ્હીની આઈજીએમએ બાસ્કેટબોલ એસોસિયેશન લીગમાં ઈશાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે ઈશાંત પહેલી વખત પ્રતિમા સિંહને મળ્યો હતો.

    2011માં દિલ્હીની આઈજીએમએ બાસ્કેટબોલ એસોસિયેશન લીગમાં ઈશાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે ઈશાંત પહેલી વખત પ્રતિમા સિંહને મળ્યો હતો.

    5/17
  • જૂન 2016માં ઈશાંતે પ્રતિમા સાથે સગાઈ કરી હતી. પ્રતિમા એક બાસ્કેટ બૉલ પ્લેયર છે. જોકે ઈશાંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રતિમાને ક્રિકેટમાં કોઈ રસ નથી.

    જૂન 2016માં ઈશાંતે પ્રતિમા સાથે સગાઈ કરી હતી. પ્રતિમા એક બાસ્કેટ બૉલ પ્લેયર છે. જોકે ઈશાંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રતિમાને ક્રિકેટમાં કોઈ રસ નથી.

    6/17
  • ઈશાંત પોતાના કુટુંબને હંમેશા આપે છે. તે ફેમિલી સાથે પુરતો ટાઈમ પસાર કરે છે અને તેમની સાથે ફરવા પણ જાય છે. ફોટોઃ ઈશાંતે સગાઈ પછી પ્રતિમા અને કુટુંબ સાથે દશ્વમેધ ઘાટમાં ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

    ઈશાંત પોતાના કુટુંબને હંમેશા આપે છે. તે ફેમિલી સાથે પુરતો ટાઈમ પસાર કરે છે અને તેમની સાથે ફરવા પણ જાય છે. ફોટોઃ ઈશાંતે સગાઈ પછી પ્રતિમા અને કુટુંબ સાથે દશ્વમેધ ઘાટમાં ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

    7/17
  • ઈશાંત શર્મા આઈપીએલની ઘણી ટીમો સાથે રમી ચૂક્યો છે. ફોટોઃ ઈશાંત અને તેની પત્ની પ્રતિમા.

    ઈશાંત શર્મા આઈપીએલની ઘણી ટીમો સાથે રમી ચૂક્યો છે. ફોટોઃ ઈશાંત અને તેની પત્ની પ્રતિમા.

    8/17
  • શ્રીલંકા સામેની એક ટેસ્ટ મેચમાં ધમ્મીકા પ્રસાદે ઈશાંતને લીમીટ કરતા વધારે બાઉન્સર ફેંક્યા હતા. તે જ ઓવરમાં ઈશાંતે સિંગલ રન લઈને ધમ્મીકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે પ્રસાદને ચીડાવતા માથા તરફ બોલ નાખવાનો ઈશારો કર્યો હતો. ત્યારબાદ ઘણી બોલાચાલી થઈ હતી. જેમાં આર અશ્વિન, દિનેશ ચાંદીમલ અને લાહિરુ થિરીમને પણ જોડાયા હતા. આખરે અમ્પાયરે શ્રીલંકાના કૅપ્ટન એન્જલો મેથ્યુઝને મામલો શાંત કરવા કહ્યું હતું.

    શ્રીલંકા સામેની એક ટેસ્ટ મેચમાં ધમ્મીકા પ્રસાદે ઈશાંતને લીમીટ કરતા વધારે બાઉન્સર ફેંક્યા હતા. તે જ ઓવરમાં ઈશાંતે સિંગલ રન લઈને ધમ્મીકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે પ્રસાદને ચીડાવતા માથા તરફ બોલ નાખવાનો ઈશારો કર્યો હતો. ત્યારબાદ ઘણી બોલાચાલી થઈ હતી. જેમાં આર અશ્વિન, દિનેશ ચાંદીમલ અને લાહિરુ થિરીમને પણ જોડાયા હતા. આખરે અમ્પાયરે શ્રીલંકાના કૅપ્ટન એન્જલો મેથ્યુઝને મામલો શાંત કરવા કહ્યું હતું.

    9/17
  • ઈશાંત અને ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનો આ ફોટો બહુ ઓછા લોકોએ જોયો હશે. 

    ઈશાંત અને ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનો આ ફોટો બહુ ઓછા લોકોએ જોયો હશે. 

    10/17
  • વિરેન્દ્ર સહેવાગે 2016માં સોશ્યલ મીડિયામાં તેને બર્થ ડે વિશ કરતા કહ્યું હતું કે, હેપી બર્થ ડે બાલવાલે ભૂર્જખલીફા, ધ બેસ્ટ શર્માજીકા લડકા, જેના સિલેક્શનથી બધા ખુશ છે.

    વિરેન્દ્ર સહેવાગે 2016માં સોશ્યલ મીડિયામાં તેને બર્થ ડે વિશ કરતા કહ્યું હતું કે, હેપી બર્થ ડે બાલવાલે ભૂર્જખલીફા, ધ બેસ્ટ શર્માજીકા લડકા, જેના સિલેક્શનથી બધા ખુશ છે.

    11/17
  • ચેમ્પિયન ટ્રોફી 2013ની ફાઈનલ હજી સુધી કોઈ ભૂલ્યું નથી. તે મેચ ભારતના હાથમાંથી લગભગ જતી રહી હતી. ઈઓન મોર્ગન અને રવિ બોપારા સેટ હતા. 15 બોલમાં ફક્ત 20 રન જોઈતા હતા. પરંતુ ઈશાંતે બે બોલમાં આ બંનેને આઉટ કરીને મેચ પલટી નાખી હતી. આ મેચ બાદ વિદેશમાં પણ ઈશાંતને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવે છે.

    ચેમ્પિયન ટ્રોફી 2013ની ફાઈનલ હજી સુધી કોઈ ભૂલ્યું નથી. તે મેચ ભારતના હાથમાંથી લગભગ જતી રહી હતી. ઈઓન મોર્ગન અને રવિ બોપારા સેટ હતા. 15 બોલમાં ફક્ત 20 રન જોઈતા હતા. પરંતુ ઈશાંતે બે બોલમાં આ બંનેને આઉટ કરીને મેચ પલટી નાખી હતી. આ મેચ બાદ વિદેશમાં પણ ઈશાંતને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવે છે.

    12/17
  • ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટિવ સ્મીથને પણ તેણે ચીડાવ્યો હતો. તેનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, તેમ જ સેકડો મિમ્સ પણ બન્યા હતા.

    ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટિવ સ્મીથને પણ તેણે ચીડાવ્યો હતો. તેનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, તેમ જ સેકડો મિમ્સ પણ બન્યા હતા.

    13/17
  • રક્ષાબંધનમાં તેણે બહેનો સાથેનો ફોટો શૅર કર્યો હતો.

    રક્ષાબંધનમાં તેણે બહેનો સાથેનો ફોટો શૅર કર્યો હતો.

    14/17
  • ઈશાંતે એક અઠવાડિયા પહેલા પોતાના પેટ્સ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આમાં એક વર્ષ પહેલાનો ફોટો પણ શૅર કર્યો છે, તેણે કહ્યું કે, માસ્ક સિવાય બીજુ કંઈ બદલાયુ નથી. 

    ઈશાંતે એક અઠવાડિયા પહેલા પોતાના પેટ્સ સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આમાં એક વર્ષ પહેલાનો ફોટો પણ શૅર કર્યો છે, તેણે કહ્યું કે, માસ્ક સિવાય બીજુ કંઈ બદલાયુ નથી. 

    15/17
  • યુએઈમાં ટીમ સાથે જતા ઈશાંતે ઈન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો હતો. ફ્લાઈટનો આ ફોટો અપલોડ કરીને તેણે લખ્યું હતું કે, સી યુ સુન યુએઈ.

    યુએઈમાં ટીમ સાથે જતા ઈશાંતે ઈન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો હતો. ફ્લાઈટનો આ ફોટો અપલોડ કરીને તેણે લખ્યું હતું કે, સી યુ સુન યુએઈ.

    16/17
  • હેપી બર્થ ડે ઈશાંત શર્મા !

    હેપી બર્થ ડે ઈશાંત શર્મા !

    17/17
  • loading...

ફોટોઝ વિશે

આજે ભારતના પેસ બોલર ઈશાંત શર્માનો જન્મદિવસ છે. વિદેશની પીચમાં પણ તેની એગ્રેસિવ બૉલીંગથી બેટ્સમેન ચિંતામાં મૂકાય છે. સ્લેજિંગનો વળતો જવાબ પણ ઈશાંત આપે છે તે આપણે લાઈવ મેચમાં જોયેલુ છે. જેનો બુર્જ ખલીફા સાથે સરખાવાય છે એવા આ પ્લેયરની ગેઇમ્સ અને લાઇફ વિષે જાણીએ તસવીરો મારફતે (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK