મોહમ્મદ શમીના આ અવતાર તમે જોયા નહીં હોય

Updated: 3rd September, 2020 17:34 IST | Keval Trivedi
 • ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો જન્મ થયો હતો, જે 3 સપ્ટેમ્બર, 2020ના રોજ 30 વર્ષના થયા છે.

  ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો જન્મ થયો હતો, જે 3 સપ્ટેમ્બર, 2020ના રોજ 30 વર્ષના થયા છે.

  1/16
 • મોહમ્મદ શમીના પિતા તોસિફ અલી પણ તેમના જવાનીના દિવસોમાં ફાસ્ટ બોલર હતા, જોકે તેમણે ખેતી ઉપર ધ્યાન આપ્યું હતું. ફોટો શમીના બાળપણનો છે જેમાં તે પિતા સાથે દેખાય છે.

  મોહમ્મદ શમીના પિતા તોસિફ અલી પણ તેમના જવાનીના દિવસોમાં ફાસ્ટ બોલર હતા, જોકે તેમણે ખેતી ઉપર ધ્યાન આપ્યું હતું. ફોટો શમીના બાળપણનો છે જેમાં તે પિતા સાથે દેખાય છે.

  2/16
 • મોહમ્મદ શમીના ત્રણ ભાઈ અને એક બહેન છે. શમીના ત્રણેય ભાઈનું સ્વપ્ન પેસ બોલર બનવાનું છે.

  મોહમ્મદ શમીના ત્રણ ભાઈ અને એક બહેન છે. શમીના ત્રણેય ભાઈનું સ્વપ્ન પેસ બોલર બનવાનું છે.

  3/16
 • ડોમેસ્ટિક ક્રિકેટમાં શમી બંગાળની ટીમથી રમતો હતો. તે રાઈટ આર્મ ફાસ્ટ મિડિયમ સ્વિંગ અને સીમ બોલર છે, જે તેને સ્ટ્રોંગ ફાસ્ટ બોલર બનાવે છે. ફોટોઃ એક મેચ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર એમએસ ધોની સાથે.

  ડોમેસ્ટિક ક્રિકેટમાં શમી બંગાળની ટીમથી રમતો હતો. તે રાઈટ આર્મ ફાસ્ટ મિડિયમ સ્વિંગ અને સીમ બોલર છે, જે તેને સ્ટ્રોંગ ફાસ્ટ બોલર બનાવે છે. ફોટોઃ એક મેચ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર એમએસ ધોની સાથે.

  4/16
 • મોહમ્મદ શમી રિવર્સ સ્વિંગ સ્પેશ્યાલિસ્ટ પણ છે. જાન્યુઆરી 2013માં પાકિસ્તાન વિરુદ્ધ તેણે વન-ડે મેચ રમવાની શરૂઆત કરી હતી, આ મેચમાં તેણે ચાર મેડેન ઓવર નાખી હતી. તેમ જ નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડીઝ સામેની કારકીર્દીની પહેલી ટેસ્ટ મેચમાં તેણે પાંચ વિકેલ લીધી હતી. ફોટોઃ કુલદિપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ.

  મોહમ્મદ શમી રિવર્સ સ્વિંગ સ્પેશ્યાલિસ્ટ પણ છે. જાન્યુઆરી 2013માં પાકિસ્તાન વિરુદ્ધ તેણે વન-ડે મેચ રમવાની શરૂઆત કરી હતી, આ મેચમાં તેણે ચાર મેડેન ઓવર નાખી હતી. તેમ જ નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડીઝ સામેની કારકીર્દીની પહેલી ટેસ્ટ મેચમાં તેણે પાંચ વિકેલ લીધી હતી. ફોટોઃ કુલદિપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ.

  5/16
 • શમીએ 2014માં હસિન જહાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા હસિન જહાન પ્રોફેશનલ મોડેલ હતી. તે આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયરલીડર પણ હતી. 

  શમીએ 2014માં હસિન જહાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા હસિન જહાન પ્રોફેશનલ મોડેલ હતી. તે આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયરલીડર પણ હતી. 

  6/16
 • મોહમ્મદ શમી કિંગ્સ ઈલેવન પંજાબ પહેલા દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ), કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમથી પણ આઈપીએલ રમ્યો છે. ફોટોઃ રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે મોહમ્મદ શમી.

  મોહમ્મદ શમી કિંગ્સ ઈલેવન પંજાબ પહેલા દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ), કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમથી પણ આઈપીએલ રમ્યો છે. ફોટોઃ રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે મોહમ્મદ શમી.

  7/16
 • કુલ 51 આઈપીએલ મેચમાં 38.67ની એવરેજથી શમીએ 40 વિકેટ લીધી છે, ઈકોનોમિ રેટ 8.99 છે. શમીનો બેસ્ટ બોલિંગ ફીગર 21 રન આપીને 3 વિકેટ છે. ફોટામાં તે અમિત મિશ્રા સાથે છે.

  કુલ 51 આઈપીએલ મેચમાં 38.67ની એવરેજથી શમીએ 40 વિકેટ લીધી છે, ઈકોનોમિ રેટ 8.99 છે. શમીનો બેસ્ટ બોલિંગ ફીગર 21 રન આપીને 3 વિકેટ છે. ફોટામાં તે અમિત મિશ્રા સાથે છે.

  8/16
 • મોહમ્મદ શમીએ નવેમ્બર 2013માં ટેસ્ટ મેચની કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યારસુધીમાં 49 ટેસ્ટ્સમાં તેણે 180 વિકેટ્સ લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર 56/6 છે. મોહમ્મદ શમીએ દિલેર મહેંદી સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

  મોહમ્મદ શમીએ નવેમ્બર 2013માં ટેસ્ટ મેચની કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યારસુધીમાં 49 ટેસ્ટ્સમાં તેણે 180 વિકેટ્સ લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર 56/6 છે. મોહમ્મદ શમીએ દિલેર મહેંદી સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

  9/16
 • વન-ડેની શરૂઆત જાન્યુઆરી 2013થી કરી હતી. અત્યારસુધીમાં 77 વન-ડેમાં શમીએ 144 વિકેટ 25.42ની એવરેજથી લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર 69/5 છે. ફોટોઃ ઈદ વખતે શમીએ તેના કુટુંબ સાથે એક ફોટો લીધો હતો.

  વન-ડેની શરૂઆત જાન્યુઆરી 2013થી કરી હતી. અત્યારસુધીમાં 77 વન-ડેમાં શમીએ 144 વિકેટ 25.42ની એવરેજથી લીધી છે. બેસ્ટ બોલિંગ ફીગર 69/5 છે. ફોટોઃ ઈદ વખતે શમીએ તેના કુટુંબ સાથે એક ફોટો લીધો હતો.

  10/16
 • મોહમ્મદ શમીએ 11 ટી-20માં 31.83ની એરેજ સાથે 12 વિકેટ લીધી છે, જ્યારે ઈકોનોમી રેટ 9.63 છે. શમીએ એક ફોટો શૅર કર્યો હતો જેમાં કૅપ્શન આપી કે, લાંબા સમય બાદ મારા બાળપણના મિત્ર અને બહેનના કુટુંબને લંડનમાં મળ્યો છું.

  મોહમ્મદ શમીએ 11 ટી-20માં 31.83ની એરેજ સાથે 12 વિકેટ લીધી છે, જ્યારે ઈકોનોમી રેટ 9.63 છે. શમીએ એક ફોટો શૅર કર્યો હતો જેમાં કૅપ્શન આપી કે, લાંબા સમય બાદ મારા બાળપણના મિત્ર અને બહેનના કુટુંબને લંડનમાં મળ્યો છું.

  11/16
 • મોહમ્મદ શમીએ સાથી ખેલાડીઓ અને તેમની પત્ની સાથેનો એક ફોટો શૅર કર્યો હતો, જેમાં કૅપ્શન આપી કે, બધાને નવા વર્ષની શુભેચ્છા. તમે અને તમારા કુટુંબને સારુ આરોગ્ય, ખુશી અને સફળતા મળતી રહે. સ્ટે હૅપી.

  મોહમ્મદ શમીએ સાથી ખેલાડીઓ અને તેમની પત્ની સાથેનો એક ફોટો શૅર કર્યો હતો, જેમાં કૅપ્શન આપી કે, બધાને નવા વર્ષની શુભેચ્છા. તમે અને તમારા કુટુંબને સારુ આરોગ્ય, ખુશી અને સફળતા મળતી રહે. સ્ટે હૅપી.

  12/16
 • મોહમ્મદ શમીની દિકરી આઈરાના જન્મદિવસે તેણે એક ક્યુટ ફોટો શૅર કરીને લખ્યું કે, મારી નાની સ્વિટહાર્ટને જન્મદિવસની શુભેચ્છા. હું તને ખુશ મિસ કરી રહ્યો છું પણ તું ચિંતા ન કરતી હું તને મળવા આવી રહ્યો છું.

  મોહમ્મદ શમીની દિકરી આઈરાના જન્મદિવસે તેણે એક ક્યુટ ફોટો શૅર કરીને લખ્યું કે, મારી નાની સ્વિટહાર્ટને જન્મદિવસની શુભેચ્છા. હું તને ખુશ મિસ કરી રહ્યો છું પણ તું ચિંતા ન કરતી હું તને મળવા આવી રહ્યો છું.

  13/16
 • વન-ડેમાં સૌથી જલદી 100 વિકેટ લેવાનો રેકોર્ડ મોહમ્મદ શમીનો છે. શમીએ તેના પિતા સાથેનો ફોટો પોસ્ટ કરીને કૅપ્શ આપી હતી- ‘મિસ યુ’.

  વન-ડેમાં સૌથી જલદી 100 વિકેટ લેવાનો રેકોર્ડ મોહમ્મદ શમીનો છે. શમીએ તેના પિતા સાથેનો ફોટો પોસ્ટ કરીને કૅપ્શ આપી હતી- ‘મિસ યુ’.

  14/16
 • મે 2020માં તેણે ઈન્સ્ટાગ્રામ ચેટમાં શમીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા અમૂક અંગત કારણોને લીધે ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેનું કુટુંબ તેના ઉપર ખૂબ જ ધ્યાન આપતુ હતું. તેના ફેમિલી મેમ્બર્સને ચિંતા હતી કે તે અપાર્ટમેન્ટના 24માં માળથી કૂદકો મારશે.

  મે 2020માં તેણે ઈન્સ્ટાગ્રામ ચેટમાં શમીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા અમૂક અંગત કારણોને લીધે ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેનું કુટુંબ તેના ઉપર ખૂબ જ ધ્યાન આપતુ હતું. તેના ફેમિલી મેમ્બર્સને ચિંતા હતી કે તે અપાર્ટમેન્ટના 24માં માળથી કૂદકો મારશે.

  15/16
 • 140ની સ્પીડે બોલ ફેકતો શમી ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનો ફાસ્ટ બોલર ગણાય છે. મોહમ્મદ શમીએ તેની દિકરી સાથે ફોટો શૅર કર્યો હતો, જેમાં તેની આજુબાજુ બહુ બધી ચોકલેટ્સ છે. શમીએ કૅપ્શન આપી- ‘ચોકલેટ લવર’.

  140ની સ્પીડે બોલ ફેકતો શમી ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનો ફાસ્ટ બોલર ગણાય છે. મોહમ્મદ શમીએ તેની દિકરી સાથે ફોટો શૅર કર્યો હતો, જેમાં તેની આજુબાજુ બહુ બધી ચોકલેટ્સ છે. શમીએ કૅપ્શન આપી- ‘ચોકલેટ લવર’.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આજે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો બર્થ ડે છે. આ વખતની આઈપીએલમાં તે પંજાબની ટીમ વતિથી રમશે. 30 વર્ષના શમ્મીના તેના મિત્રો અને કુટુંબ સાથેના અમૂક ફોટોઝ જોઈએ. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

First Published: 3rd September, 2020 16:41 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK