HBD Jumbo: મેદાનમાં સિરિયસ દેખાતા કુંબલેનો પર્સનલ લાઈફમાં છે આવો અંદાજ

Published: 17th October, 2020 14:29 IST | Keval Trivedi
  • અનિલ કુંબલેનો જન્મ 17 ઑક્ટોબર, 2017ના રોજ થયો હતો. 18 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં તે ભારતના વનડે અને ટેસ્ટ ટીમના કૅપ્ટન પણ રહ્યા છે. ફોટામાં અનિલ કુંબલે તેમની પત્ની ચેતના સાથે છે.

    અનિલ કુંબલેનો જન્મ 17 ઑક્ટોબર, 2017ના રોજ થયો હતો. 18 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં તે ભારતના વનડે અને ટેસ્ટ ટીમના કૅપ્ટન પણ રહ્યા છે. ફોટામાં અનિલ કુંબલે તેમની પત્ની ચેતના સાથે છે.

    1/26
  • રાઈટ આર્મ લેગ સ્પિનર (લેગ બ્રેક ગુગલી) બોલર અનિલે ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ લીધી છે, વિશ્વમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં શ્રીલંકાના મૂથાયા મુરલીધરન અને ઑસ્ટ્રેલિયાના શેન વોર્ન બાદ ત્રીજો ક્રમ અનિલ કુંબલેનો આવે છે. ફોટામાં કુંબલે તેમની પત્ની સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરતા દેખાય છે.

    રાઈટ આર્મ લેગ સ્પિનર (લેગ બ્રેક ગુગલી) બોલર અનિલે ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ લીધી છે, વિશ્વમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં શ્રીલંકાના મૂથાયા મુરલીધરન અને ઑસ્ટ્રેલિયાના શેન વોર્ન બાદ ત્રીજો ક્રમ અનિલ કુંબલેનો આવે છે. ફોટામાં કુંબલે તેમની પત્ની સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરતા દેખાય છે.

    2/26
  • અન્ય સ્પિનર્સની જેમ અનિલ કુંબલે બોલને વધુ ટર્ન કરતા નહોતા પરંતુ બાઉન્સ, સ્પીડ અને એક્યુરસી તેમના બોલીંગની વિશેષતા હતી.

    અન્ય સ્પિનર્સની જેમ અનિલ કુંબલે બોલને વધુ ટર્ન કરતા નહોતા પરંતુ બાઉન્સ, સ્પીડ અને એક્યુરસી તેમના બોલીંગની વિશેષતા હતી.

    3/26
  • અનિલ કુંબલેનો જન્મ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ સ્વામી, માતા સરોજા અને અને એક ભાઈ દિનેશ કુંબલે છે.

    અનિલ કુંબલેનો જન્મ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ સ્વામી, માતા સરોજા અને અને એક ભાઈ દિનેશ કુંબલે છે.

    4/26
  • કુંબલેએ હોલી સેન્ટ ઈંગ્લીશ સ્કૂલમાં ભણ્યા હતા. બેંગ્લુરૂની ગલીઓમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરવાની સાથે 13 વર્ષની ઉંમરે ‘યંગ ક્રિકેટર્સ’ નામના ક્લબમાં પણ જોડાયા હતા.

    કુંબલેએ હોલી સેન્ટ ઈંગ્લીશ સ્કૂલમાં ભણ્યા હતા. બેંગ્લુરૂની ગલીઓમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરવાની સાથે 13 વર્ષની ઉંમરે ‘યંગ ક્રિકેટર્સ’ નામના ક્લબમાં પણ જોડાયા હતા.

    5/26
  • ફક્ત 19 વર્ષની ઉંમરે અનિલ કુંબલેએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. 244 મેચમાં 1136 વિકેટ લેવાની સાથે 5572 રન પણ કર્યા હતા. બેસ્ટ બોલિંગ ફીગર 74 રન આપીને 10 વિકેટ અને બેટિંગમાં ટોપ સ્કોર અણનમ 154 રન છે. ફોટોઃ યુરોપના એક ચર્ચમાં કુંબલે તેમની પત્ની ચેતના સાથે. 

    ફક્ત 19 વર્ષની ઉંમરે અનિલ કુંબલેએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. 244 મેચમાં 1136 વિકેટ લેવાની સાથે 5572 રન પણ કર્યા હતા. બેસ્ટ બોલિંગ ફીગર 74 રન આપીને 10 વિકેટ અને બેટિંગમાં ટોપ સ્કોર અણનમ 154 રન છે. ફોટોઃ યુરોપના એક ચર્ચમાં કુંબલે તેમની પત્ની ચેતના સાથે. 

    6/26
  • અનિલ કુંબલેએ ચેતના કુંબલે સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર મયાસ કુંબલે અને બે દિકરી- સ્વસ્તી કુંબલે અને અરૂણી કુંબલે છે.

    અનિલ કુંબલેએ ચેતના કુંબલે સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર મયાસ કુંબલે અને બે દિકરી- સ્વસ્તી કુંબલે અને અરૂણી કુંબલે છે.

    7/26
  • વનડેની શરૂઆત કુંબલેએ એપ્રિલ 1990માં કરી હતી. કુલ 271 મેચમાં 337 વિકેટ લેવાની સાથે 938 રન પણ કર્યા છે. બેસ્ટ બોલિંગ આંકડો 12 રન આપીને છ વિકેટ છે.

    વનડેની શરૂઆત કુંબલેએ એપ્રિલ 1990માં કરી હતી. કુલ 271 મેચમાં 337 વિકેટ લેવાની સાથે 938 રન પણ કર્યા છે. બેસ્ટ બોલિંગ આંકડો 12 રન આપીને છ વિકેટ છે.

    8/26
  • વર્લ્ડ કપ 1996માં ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ (15) લેનાર અનિલ કુંબલે હતા. ફોટોઝઃ અનિલ કુંબલે તેમની પત્ની અને બે દિકરીઓ સાથે લંડનની એક હૉટલમાં દેખાય છે.

    વર્લ્ડ કપ 1996માં ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ (15) લેનાર અનિલ કુંબલે હતા. ફોટોઝઃ અનિલ કુંબલે તેમની પત્ની અને બે દિકરીઓ સાથે લંડનની એક હૉટલમાં દેખાય છે.

    9/26
  • વર્ષ 1993માં અનિલ કુંબલે ક્રિકેટર ઑફ ધ યર હતા.

    વર્ષ 1993માં અનિલ કુંબલે ક્રિકેટર ઑફ ધ યર હતા.

    10/26
  • નેશનલ કોલેજ બાસાવનાગુડીમાંથી અનિલ કુંબલેએ પ્રિ-યુર્નિવર્સીટી કોલેજ એજ્યુકેશન લીધુ હતું. 1991-92માં રાષ્ટ્રીય વિદ્યાલય કોલેજ ઓફ એન્જિનિયરિંગથી B.E ગ્રેજ્યુએટ થયા હતા. ફોટોઃ 2018માં કર્ણાટક ચૂંટણી સમયે વોટ આપ્યા બાદ સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કર્યો હતો.

    નેશનલ કોલેજ બાસાવનાગુડીમાંથી અનિલ કુંબલેએ પ્રિ-યુર્નિવર્સીટી કોલેજ એજ્યુકેશન લીધુ હતું. 1991-92માં રાષ્ટ્રીય વિદ્યાલય કોલેજ ઓફ એન્જિનિયરિંગથી B.E ગ્રેજ્યુએટ થયા હતા. ફોટોઃ 2018માં કર્ણાટક ચૂંટણી સમયે વોટ આપ્યા બાદ સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કર્યો હતો.

    11/26
  • વુમન્સ ડેના દિવસે અનિલ કુંબલેએ પત્ની સાથેનો ફોટો શૅર કરતા લખ્યું કે, મારા જીવનમાં તું છે એ માટે હું ધન્ય છું, તુ મારુ હૃદય અને આત્મા છે, તુ મારી શક્તિ અને સપોર્ટ છે. હેપી વુમન્સ ડે. તુ જેવી છે તેવી જ રહેજે.

    વુમન્સ ડેના દિવસે અનિલ કુંબલેએ પત્ની સાથેનો ફોટો શૅર કરતા લખ્યું કે, મારા જીવનમાં તું છે એ માટે હું ધન્ય છું, તુ મારુ હૃદય અને આત્મા છે, તુ મારી શક્તિ અને સપોર્ટ છે. હેપી વુમન્સ ડે. તુ જેવી છે તેવી જ રહેજે.

    12/26
  • અનિલ કુંબલેનું નિકનેમ જંબો છે. તેમની સ્પીન જંબો જેટ જેટલી ઝડપી છે એટલે નહીં પરંતુ અનિલ કુંબલેના પગ મોટા છે, એવુ તેમના ટીમમેટ્સનું માનવું છે. ફોટોઃ અનિલ કુંબલેનું કુટુંબ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના સાથે.

    અનિલ કુંબલેનું નિકનેમ જંબો છે. તેમની સ્પીન જંબો જેટ જેટલી ઝડપી છે એટલે નહીં પરંતુ અનિલ કુંબલેના પગ મોટા છે, એવુ તેમના ટીમમેટ્સનું માનવું છે. ફોટોઃ અનિલ કુંબલેનું કુટુંબ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના સાથે.

    13/26
  • ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ સાથે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલરની સાથે અનિલ કુંબલે વિશ્વના માત્ર બીજા એવા બોલર છે જેમણે એક ઈનિંગમાં દસે દસ વિકેટ લીધી હોય. વર્ષ 1999માં પાકિસ્તાન સામે કુંબલેએ 10 વિકેટ લીધી તે આજે પણ કોઈ ભુલી શક્યુ નથી. ફોટોઃ અનિલ કુંબલે અને તેમનું કુટુંબ રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે. 

    ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ સાથે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલરની સાથે અનિલ કુંબલે વિશ્વના માત્ર બીજા એવા બોલર છે જેમણે એક ઈનિંગમાં દસે દસ વિકેટ લીધી હોય. વર્ષ 1999માં પાકિસ્તાન સામે કુંબલેએ 10 વિકેટ લીધી તે આજે પણ કોઈ ભુલી શક્યુ નથી. ફોટોઃ અનિલ કુંબલે અને તેમનું કુટુંબ રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે. 

    14/26
  • વર્ષ 1995માં અનિલ કુંબલેને અર્જુન એવોર્ડ મળ્યો હતો. ફોટામાં કુંબલે તેમની દિકરી અરૂણી સાથે વિદેશમાં છે.

    વર્ષ 1995માં અનિલ કુંબલેને અર્જુન એવોર્ડ મળ્યો હતો. ફોટામાં કુંબલે તેમની દિકરી અરૂણી સાથે વિદેશમાં છે.

    15/26
  • અનિલ કુંબલેને વર્ષ 2005માં પદ્મશ્રી પણ મળ્યું છે. ફોટોઃ કુંબલે અને તેમના પુત્ર મયાસ.

    અનિલ કુંબલેને વર્ષ 2005માં પદ્મશ્રી પણ મળ્યું છે. ફોટોઃ કુંબલે અને તેમના પુત્ર મયાસ.

    16/26
  • બેંગલુરૂના એમ.જી.રોડમાં એક ઈન્ટરસેક્શન અનિલ કુંબલેના નામે છે.

    બેંગલુરૂના એમ.જી.રોડમાં એક ઈન્ટરસેક્શન અનિલ કુંબલેના નામે છે.

    17/26
  • ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 2009ની સીઝનમાં એક મેચમાં કુંબલેએ પાંચ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

    ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 2009ની સીઝનમાં એક મેચમાં કુંબલેએ પાંચ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

    18/26
  • અનિલ કુંબલેનો આ જુનો ફોટો છે, જેમાં તે માતા-પિતા સાથે દેખાય છે. આ ફોટો શૅર કરતા તેમણે કૅપ્શન આપી હતી, મારા વાલી..મારું પ્રોત્સાહન...મારુ જીવન!હું ખૂબ મીસ કરું છું!

    અનિલ કુંબલેનો આ જુનો ફોટો છે, જેમાં તે માતા-પિતા સાથે દેખાય છે. આ ફોટો શૅર કરતા તેમણે કૅપ્શન આપી હતી, મારા વાલી..મારું પ્રોત્સાહન...મારુ જીવન!હું ખૂબ મીસ કરું છું!

    19/26
  • અનિલ કુંબલેએ 8 નવેમ્બર, 2008ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 

    અનિલ કુંબલેએ 8 નવેમ્બર, 2008ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 

    20/26
  • આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં વર્ષ 2015માં અનિલ કુંબલેનો સમાવેશ થયો હતો. ફોટોઃ અનિલ કુંબલે અને તેમના પરિવારે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.

    આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં વર્ષ 2015માં અનિલ કુંબલેનો સમાવેશ થયો હતો. ફોટોઃ અનિલ કુંબલે અને તેમના પરિવારે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.

    21/26
  • વર્ષ 2019 વર્લ્ડ કપ વખતે અનિલ કુંબલેએ તેમના કુટુંબ સાથેની આ સેલ્ફી શૅર કરતા કૅપ્શન આપી હતી, આઈસીસી વર્લ્ડકપ 2019ની ઓપનિંગ પાર્ટીમાં રબી લેજન્ડ @sfitzpatrick92 સાથે.

    વર્ષ 2019 વર્લ્ડ કપ વખતે અનિલ કુંબલેએ તેમના કુટુંબ સાથેની આ સેલ્ફી શૅર કરતા કૅપ્શન આપી હતી, આઈસીસી વર્લ્ડકપ 2019ની ઓપનિંગ પાર્ટીમાં રબી લેજન્ડ @sfitzpatrick92 સાથે.

    22/26
  • અનિલ કુંબલે તેમના પરિવાર સાથે હંમેશા વેકેશનની મજા માણે જ છે અને તેમનો અનુભવ સોશ્યલ મીડિયામાં પણ વ્યક્ત કરે છે.

    અનિલ કુંબલે તેમના પરિવાર સાથે હંમેશા વેકેશનની મજા માણે જ છે અને તેમનો અનુભવ સોશ્યલ મીડિયામાં પણ વ્યક્ત કરે છે.

    23/26
  • દિવાળી વખતે ફૅન્સને શુભેચ્છા આપતા અનિલ કુંબલેએ તેમના કુટુંબ સાથેનો ફોટો શૅર કર્યો હતો. 

    દિવાળી વખતે ફૅન્સને શુભેચ્છા આપતા અનિલ કુંબલેએ તેમના કુટુંબ સાથેનો ફોટો શૅર કર્યો હતો. 

    24/26
  • જૂના દિવસો યાદ કરતા અનિલ કુંબલેએ આ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, આ પહેલુ બેટ જે હું જીત્યો અને શિવચરણ લાલ ટ્રોફી મળી. આ યાદો હંમેશા મારી સાથે રહેશે. મારા જીવનના પ્રવાસમાં આ તસવીરે હંમેશા મને પ્રોત્સાહન આપ્યુ છે.

    જૂના દિવસો યાદ કરતા અનિલ કુંબલેએ આ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, આ પહેલુ બેટ જે હું જીત્યો અને શિવચરણ લાલ ટ્રોફી મળી. આ યાદો હંમેશા મારી સાથે રહેશે. મારા જીવનના પ્રવાસમાં આ તસવીરે હંમેશા મને પ્રોત્સાહન આપ્યુ છે.

    25/26
  • સોશ્યલ મીડિયામાં તેમણે બાળપણનો આ ફોટો શૅર કર્યો હતો. કુંબલેએ ભારતીય ક્રિકેટને ઘણી સિદ્ધિઓ અપાવી છે પરંતુ પાકિસ્તાન સામેની એક ઈનિંગમાં લીધેલી 10 વિકેટ કોઈ ભારતીય ભૂલી શકશે નહીં. હૅપ્પી બર્થ ડે જમ્બો!

    સોશ્યલ મીડિયામાં તેમણે બાળપણનો આ ફોટો શૅર કર્યો હતો. કુંબલેએ ભારતીય ક્રિકેટને ઘણી સિદ્ધિઓ અપાવી છે પરંતુ પાકિસ્તાન સામેની એક ઈનિંગમાં લીધેલી 10 વિકેટ કોઈ ભારતીય ભૂલી શકશે નહીં. હૅપ્પી બર્થ ડે જમ્બો!

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી કમિટીના ચેરમેન અનિલ કુંબલેનો આજે 50મો જન્મદિવસ છે. અનિલ કુંબલેની પહેલી પ્રાથમિકતા તેમનું કુટુંબ છે, જે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાબિત કરે છે. આજના તેમના ખાસ દિવસે જોઈએ તેમના કુટુંબ સાથેની તસવીરો. (તસવીર સૌજન્યઃ અનિલ કુંબલેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK