Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુત્રી જીવાએ ધોનીને શીખવ્યો ડાન્સ !

પુત્રી જીવાએ ધોનીને શીખવ્યો ડાન્સ !

14 February, 2019 12:19 PM IST |

પુત્રી જીવાએ ધોનીને શીખવ્યો ડાન્સ !

ધોનીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની પોસ્ટ

ધોનીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની પોસ્ટ


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી બ્રેક પર છે. ત્યારે પોતાના આ સમયનો ઉપયોગ ધોની પરિવાર માટે કરી રહ્યા છે. મેદાનથી દૂર પરિવાર સાથે ધોની મોજમસ્તી કરી રહ્યા છે.

ડાન્સ કરતા પિતા-પુત્રીની જોડી લાગી રહી છે ક્યૂટ



                                       ડાન્સ કરતા પિતા-પુત્રીની જોડી લાગી રહી છે ક્યૂટ


 

તાજેતરમા જ ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની પોતાની પુત્રી જીવા પાસેથી ડાન્સના સ્ટેપ્સ શીખી રહ્યા છે.


જીવાના સ્ટેપ્સને કૉપી કરી રહ્યા છે ધોની

                                                જીવાના સ્ટેપ્સને કૉપી કરી રહ્યા છે ધોની

 

વીડિયોમાં જીવા પોતાના પપ્પા ધોનીને ડાન્સ સ્ટેપ્સ શીખવી રહી છે. જીવા જે પ્રમાણે ડાન્સ કરે છે, ધોની પણ તેની કૉપી કરી રહ્યા છે. આ વીડિયો સાક્ષી ધોનીએ રેકોર્ડ કર્યો છે.

ધોની પોતાની પુત્રી પાસેથી ડાન્સના સ્ટેપ્સ કરી રહ્યા છે. જો કે મજાની વાત એ છે કે ધોની પુત્રી જીવાની જેમ સ્મૂથલી ડાન્સના સ્ટેપ્સ નથી કરી રહ્યા. ધોનીના ફેન્સે પણ જીવાના ડાન્સના વખાણ કર્યા છે. આ વીડિયોને ધોનીના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

37 વર્ષના ધોનીને હવે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે સિરીઝમાં તક મળે તેવી શક્યતા છે. ત્યાં સુધી તો ધોની પારિવારિક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત છે. કેટલાક દિવસો પહેલા ધોનીએ રાંચીમાં આયોજિત કંટ્રી ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો.

આ પહેલા ધોની મુંબઈમાં પ્રો કબડ્ડી લીગમાં મેદાન પર ઉતર્યા હતા. ફેન્સે તેમને કબડ્ડી રમતા પહેલીવાર જોયા છે. ઉલ્લેખનીય છે કે ધોની એક પ્રમોશન વીડિયો શૂટ માટે કબડ્ડી રમવા ઉતર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 12:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK