Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવુ

ICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવુ

19 July, 2019 03:46 PM IST | મુંબઈ

ICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવુ

ICCના નિર્ણયથી દુઃખી ક્રિકેટરે કહ્યું,'મારે આ રીતે ક્રિકેટ નહોતું છોડવુ


આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું છે. વિશ્વભરમાં ક્રિકેટના પ્રચાર પ્રસાર માટે કામ કરતી આ સંસ્થાના આ નિર્ણયથી ઝિમ્બાબ્વેના ઘણા ખેલાડીઓ નિરાશ થઈ ગયા છે. ઝિમ્બાબ્વેના ખેલાડી સિકંદર રઝાએ ટ્વિટ કરીને આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી છે. સિકંદર રઝાએ લખ્યું,'મારે આ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા નહોતું કહેવું.'

વાંચો સિકંદર રઝાનું ટ્વિટ




સિકંદર રઝાએ ટ્વિટમાં કહ્યું,'કેવી રીતે એક નિર્ણયે ટીમના તમામ સભ્યોને અજાણ્યા કરી દીધા. કેવી રીતે એક નિર્ણયે ઘણા લોકોને બેરોજગાર કરી દીધા. કેવી રીતે એક નિર્ણયે ઘણા પરિવારને અસર કરી. કેવી રીતે એક નિર્ણયથી સંખ્યાબંધ કરિયર પૂરા થઈ ગયા. હું આ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા નહોતો ઈચ્છતો.'


ઝિમ્બાબ્વે માટે વિકેટ કિપીંગ કરતા બ્રેન્ડન ટેલરે પણ આઈસીસીના આ નિર્ણયને લઈ દુઃખ દર્શાવ્યું છે. તેમણે લખ્યું,'ICCનો ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય દર્દનાક છે. સેંકડો પ્રામાણિક લોકો, ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફના લોકો બેરોજગાર થઈ ગયા છે.'

brandon taylor

ઉલ્લેખનીય છે કે ICCએ ગુરુવારે આ નિર્ણય કર્યો હતો. જેમાં ઝિમ્બાબ્વે ક્રિકેટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું. ICCએ આ માટે કારમ આપતા કહ્યું કે આ દેશમાં સરકાર ક્રિકેટમાં હસ્તક્ષેપ કરી રહી છે. ICCના ચેરમેન શશાંક મનોહરનું કહેવું છે કે ઝિમ્બાબ્વેમાં ICCના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.

ICCએ પોતાના નિર્ણય અંગે કહ્યું કે અમે કોઈ દેશને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઉતાવળે નથી કરતા, પરંતુ અમારી જવાબદારી છે કે રમતને રાજકીય હસ્તક્ષેપથી દૂર રાખીએ. ઝિમ્બાબ્વેમાં જે થઈ રહ્યું છે તે ICCના નિયમોનું ઉલ્લંઘન છે, અને અમે આ ન થવા દઈ શકીએ. ICC ઈચ્છે છે કે ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ જીવતું રહે, પરંતુ કોઈ પણ રાજીકય હસ્તક્ષેપ વિના.

આ પણ વાંચોઃ કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

ઉલ્લેખનીય છે કે સોમવારે ICCની વાર્ષિક બેઠક થઈ હતી, જેમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ પર વહીટના સિદ્ધાંતોનું પાલન ન કરવાને લઈ આકરો દંડ ફટકારવાના ક્યાસ લગાવાઈ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 03:46 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK