ટેસ્ટ માટે સેન્ટર આપવાં સારી વાત છે, પરંતુ પાંચ ઓછાં છે : ઝહીર ખાન

Published: Nov 18, 2019, 12:14 IST | Mumbai

ઝહીરે કહ્યું હતું કે ‘સ્ટ્રૉન્ગ ટેસ્ટ સેન્ટર બનાવવાથી ઘણી સરળતા રહેશે. થિયરીમાં વાત કરવામાં એ ખૂબ જ સારું લાગી રહ્યું છે, પરંતુ કેટલાં સેન્ટર આપવા એ ચર્ચાનો વિષય છે. ઇન્ડિયાની સાઇઝને જોઈને મને લાગે છે કે પાંચ સેન્ટર ખૂબ જ ઓછાં કહેવાય.’

ઝહીર ખાન
ઝહીર ખાન

ઝહીર ખાનનું કહેવું છે કે ટેસ્ટ મૅચ માટે ચોક્કસ સેન્ટર આપવા એ સારી વાત છે, પરંતુ એની સંખ્યા વધુ રાખવી જોઈએ. ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટેસ્ટ મૅચના જાદુને જીવંત રાખવા માટે ઇન્ડિયામાં પાંચ સ્પેશ્યલ સેન્ટર આપવા જરૂરી છે. આ મુદ્દે ઘણી ચર્ચા ચાલી છે. સૌરવ ગાંગુલીએ પણ કોહલીને સપોર્ટ કર્યો હતો. આ વિશે પૂછવામાં આવતાં ઝહીરે કહ્યું હતું કે ‘સ્ટ્રૉન્ગ ટેસ્ટ સેન્ટર બનાવવાથી ઘણી સરળતા રહેશે. થિયરીમાં વાત કરવામાં એ ખૂબ જ સારું લાગી રહ્યું છે, પરંતુ કેટલાં સેન્ટર આપવા એ ચર્ચાનો વિષય છે. ઇન્ડિયાની સાઇઝને જોઈને મને લાગે છે કે પાંચ સેન્ટર ખૂબ જ ઓછાં કહેવાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK