Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી નિર્ણય લેવામાં ગાંગુલી જેવો છે : ઝહીર ખાન

કોહલી નિર્ણય લેવામાં ગાંગુલી જેવો છે : ઝહીર ખાન

29 September, 2019 09:23 AM IST | નવી દિલ્હી

કોહલી નિર્ણય લેવામાં ગાંગુલી જેવો છે : ઝહીર ખાન

ઝાહીર ખાન

ઝાહીર ખાન


ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને વિરાટ કોહલીની સરખામણી સૌરવ ગાંગુલી સાથે કરી છે. ગાંગુલી અને કોહલી બન્ને સાથે રમી ચૂકેલા ઝહીર ખાનના મતે કોહલીમાં સૌરવ જેવી ઘણી સમાન વાત છે. બન્ને પ્લેયરોની સરખામણી કરતાં ઝહીરે કહ્યું કે ‘સૌરવે અમારામાં એક આત્મવિશ્વાસ જગાવ્યો કે અમે વિદેશી ધરતી પર જીતી શકીયે છીએ. સૌરવ ઘણો અગ્રેસિવ હતો અને બોલ્ડ નિર્ણય લેતો હતો. કોહલી પણ એવો જ છે. તે પોતાની ટીમને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. આ બન્નેની સામે ધોની ઘણો શાંત સ્વભાવનો કૅપ્ટન છે. ધોની શાંત છે પણ તેની ગેમમાં અગ્રેશન છે.’

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..



ફાસ્ટ બોલરોના સંદર્ભમાં વાત કરતાં ઝહીરે કહ્યું કે ‘આજની તારીખમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા જેવા ફાસ્ટ બૉલરો માટે ઘણી સારી તકો છે. મારા ખ્યાલથી આવનારા દિવસોમાં ફાસ્ટ બોલરો માટે ટીમ ઇન્ડિયાને કોઈ ચિંતા કરવાની રહેશે નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 09:23 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK