Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Corona Virus: લે આણે દૂર રહેવાને બદલે ચહલનાં ગાલ ખેંચ્યા

Corona Virus: લે આણે દૂર રહેવાને બદલે ચહલનાં ગાલ ખેંચ્યા

20 March, 2020 07:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Corona Virus: લે આણે દૂર રહેવાને બદલે ચહલનાં ગાલ ખેંચ્યા

તસવીરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ તો નથી જ વર્તાતું.

તસવીરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ તો નથી જ વર્તાતું.


કોરનાવાઇસના રોગચાળાને લીધી ખેલ વિશ્વ તો સાવ થંભી ગયું છે કારણકે મોટા ભાગની મેચિઝ અને ટુર્નામેન્ટ્સ તમામ ઇવેન્ટ્સ પોસ્ટપોન્ડ થઇ છે કાં તો કેન્સલ કરવામાં આવી છે. ભારત વર્સિસ સાઉથ આફ્રિકા સિરીઝ પણ મુદત જણાવ્યા વિના પોસ્ટપોન્ડ કરાઇ છે તથા શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ પણ હમણાં નથી ખેલાવાની.
ક્રિકેટર્સ હાલમાં ઘરે રહી રહ્યા છે અથવા તો સેલ્ફ ક્વોરેન્ટિનમાં આઇસોલેશનમાં રહી સોશ્યલ ડિસ્ટન્સિંગ કરી રહ્યા છે. ઘણાં ક્રિકેટર્સ તેમનાં ફેન્સને ઘરે રહેવાની તથા સરખી રીતે હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે ત્યારે યુઝવેન્દ્ર ચહલે પોતાના ચાહકોને મનોરંજન પિરસવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.
ઇન્ડિયન સ્પિનર ચહલે સોશયલ મીડિયા સાઇટ ટિકટોક પર એક વીડિયો મુક્યો છે જે ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થયો છે. આ વીડિયોમાં યુઝવેન્દ્ર સ્લોમોશનમાં એક છોકરી સાથે રમતિયાળ અંદાજમાં દેખાય છે. તે યુવતી તેની આસપાસ ફરી રહી છે અને જતા પહેલા તેનાં ગાલ ખેંચે છે. જુઓ યુઝરે શેર કર્યો આ ટ્વિટર વીડિયો.




ચહલે અત્યાર સુધીમાં 40 ઓડીઆઇ તથા 37 T20 મેચિઝમાં દેખાવ કર્યો છે. તે ભૂતકાળમાં મુંબઇ ઇન્ડિયન્સમ માટે પણ રમ્યો છે તથા હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને ભાગ છે.
આઇપીએલ ક્યારે રમાશે તે અંગે અત્યારે તો કોઇ ચોખવટ નથી થઇ પણ બીસીસીઆઇનાં સોર્સિઝનાં મતે જુલાઇ સપ્ટેમ્બરમાં આઇપીએલ રમાય તેવું બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK