World Cup માં યુજવેન્દ્ર ચહલના નામે બન્યો શર્મનાક રેકોર્ડ

London | Jun 30, 2019, 20:39 IST

ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતના સ્પીનર યુજવેન્દ્ર ચહલે એક શર્મનાક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચહલની ઇગ્લેન્ડના બેટ્સમેનોએ ખુબ ધોલાઈ કરી અને તે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી એક મેચમાં સૌથી વધુ રન આપનારો પહેલો બોલર બની ગયો છે.

World Cup માં યુજવેન્દ્ર ચહલના નામે બન્યો શર્મનાક રેકોર્ડ
યુજવેન્દ્ર ચહલ (PC : HotStar)

London : ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019 એ બે કારણોથી યાદ રખાશે. એક વરસાદના કારણે અને બીજું રેકોર્ડના કારણે યાદ રખાશે. ત્યારે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતના સ્પીનર યુજવેન્દ્ર ચહલે એક શર્મનાક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચહલની ઇગ્લેન્ડના બેટ્સમેનોએ ખુબ ધોલાઈ કરી અને તે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી એક મેચમાં સૌથી વધુ રન આપનારો પહેલો બોલર બની ગયો છે. આ સાથે તેના વનડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે.

ચહલ વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ રન આપનાર બોલર બન્યો
ભારતીય યુવા સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે વર્લ્ડ કપ 2019ની લીગ મેચમાં ઈંગ્લેન્ડ સામે ખૂબ મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાના સ્પેલની 10 ઓવરમાં કુલ 88 રન આપ્યા અને તેને એક પણ સફળતા ન મળી. આ મેચમાં તેની ઇકોનોમી 8.80ની રહી હતી. ચહલ હવે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ રન આપનારો બોલર બની ગયો છે. ચહલ પહેલા આ રેકોર્ડ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથના નામે હતો. તેણે 2003ના વિશ્વ કપની એક મેચમાં કુલ 87 રન આપ્યા હતા. હવે આ ખરાબ રેકોર્ડ ચહલના નામે થઈ ગયો છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

વિશ્વ કપની એક મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર

ચહલ : 88 vs Eng (2019)*

શ્રીનાથ : 87 vs Aus (2003)

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ચહલના વનડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન
રન પ્રમાણે યુજવેન્દ્ર ચહલના વનડે કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. આ પહેલા ચહલે કોઈપણ વનડેમાં આટલા રન આપ્યા નથી. તેણે વનડેમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયા દરમિયાન મોહાલીમાં 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. આ મેચમાં તેને એક સફળતા મળી હતી. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ 88 રન આપીને તેણે પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ચહલે અત્યાર સુધી 47 વનડે મેચોમાં કુલ 82 વિકેટ ઝડપી છે. વનડેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 42 રન આપીને 6 વિકેટ રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK