ચહલની મંગેતરનો સોશિયલ મીડિયા સ્વૅગ, વાયરલ થઈ રહ્યો છે ડાન્સ વીડિયો

Published: Aug 13, 2020, 20:10 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માની વાત કરીએ તો તે ડેન્ટિસ્ટ, કોરિયોગ્રાફર અને યુટ્યૂબર પણ છે.

ધનશ્રી વર્મા
ધનશ્રી વર્મા

ટીમ ઇન્ડિયા(Team India_ના લેગ સ્પિનર(Leg Spinner) યુઝવેન્દ્ર ચહલે(Yuzvendra Chahal) તાજેતરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ ધનશ્રી વર્મા(Dhanashree Verma) સાથે સગાઇ કરી છે. ધનશ્રી કોરિયોગ્રાફર છે. ધનશ્રી વર્મા પોતાના જુદાં જુદાં ડાન્સ વીડિયોઝ દ્વારા સોશિયલ મીડિયા પર સતત ધમાલ મચાવી રહી છે. યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રોફાર ધનશ્રી વર્મા સાથે સગાઇ કરી છે. યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માની વાત કરીએ તો તે ડેન્ટિસ્ટ, કોરિયોગ્રાફર અને યુટ્યૂબર પણ છે.

ધનશ્રી મુબંઇની રહેવાસી છે. ચહલ અને ધનશ્રી છેલ્લા ઘણાં સમયથી એકબીજાને ડેટ કરતાં હતાં. આ વીડિયોમાં ચહલની મંગેતર ધનશ્રી વર્મા એરપૉર્ટ પર PPE કિટમાં ડાન્સ કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ચાહકો સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આ ડાન્સ વીડિયોમાં ધનશ્રીએ લહેંગો પહેર્યો છે અને તે ડાન્સ કરતી દેખાય છે. ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ધનશ્રીના આ ડાન્સ વીડિયોને અનેક લાઇક્સ મળ્યા છે. ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ચહલ અને ધનશ્રી છેલ્લા ઘણાં સમયથી એકબીજાને ડેટ કરતાં હતાં. ધનશ્રી વર્મા એક યુટ્યૂબર પણ છે અને ડાન્સ સાથે રિલેટેડ તેમની એક યુટ્યૂબ ચેનલ પણ છે, આ ચેનલ પર 15 લાખથી વધારે સબ્સ્ક્રાઇબર્સ છે.

ધનશ્રી બોલીવુડના ગીતો રિક્રિએટ કરે છે. આ સિવાય તે હિપહૉપની ટ્રેનિંગ પણ આપે છે. આ યુટ્યૂબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયોઝ પણ અપલોડ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK