Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Video:જ્યારે ફ્લિન્ટોફનો ગુસ્સો બ્રોડ પર નીકળ્યો,યાદ કરો યુવીની 6 સિક્સ

Video:જ્યારે ફ્લિન્ટોફનો ગુસ્સો બ્રોડ પર નીકળ્યો,યાદ કરો યુવીની 6 સિક્સ

10 June, 2019 03:46 PM IST | મુંબઈ

Video:જ્યારે ફ્લિન્ટોફનો ગુસ્સો બ્રોડ પર નીકળ્યો,યાદ કરો યુવીની 6 સિક્સ

Video:જ્યારે ફ્લિન્ટોફનો ગુસ્સો બ્રોડ પર નીકળ્યો,યાદ કરો યુવીની 6 સિક્સ


ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ત્યારે હવે ફેન્સ યુવરાજસિંહની આક્રમક બેટિંગ ફરી ક્યારેય જોવા નહીં મળે. યુવરાજસિંહે ઈંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સર્સ ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો.

ભારતીય ટીમમાં હંમેશા મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજસિંહે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ રમી છે. 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં પણ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની મહત્વની ભૂમિકા હતી. આ ટુર્નામેન્ટમાં તો યુવરાજસિંહ પ્લેયર ઓફ ધી સિરિઝ પણ બન્યા હતા. જો કે યુવરાજ સિંહની સંખ્યાબંધ મેચ વિનિંગ ઈનિંગ કરતા પણ દર્શકોને અને ફેન્સને તેમની 6 સિક્સર્સ જ વધુ યાદ છે. 2007ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં પહેલો T20 વર્લ્ડ કપ રમવા ઈંગ્લેન્ડ પહોંચી હતી.



અને ઈંગ્લેન્ડ સામે જ બેટિંગ કરકતા યુવરાજસિંહે 6 બોલમાં 6 સિક્સર્સ ફટકારી દીધી. પહેલા ટી20 વર્લ્ડ કપની આ ક્ષણો બધાને જ યાદ હશે. આ વીડિયો જોઈને ફરી યાદ કરી લો કે એવું શું બન્યું હતું કે યુવરાજ સિંહે આવી ખતરનાક અંદાજમાં બેટિંગ કરી.


ઘટના કંઈક એવી હતી કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની મેચમાં 18 ઓવરમાં 177 રન પર 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહ ક્રીઝ પર હતા. ફ્લિન્ટોપે પોતાની ઓવર પૂરી કરી અને અચાનક ફ્લિન્ટોફ તેમજ યુવરાજસિંહ વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બાદમાં સ્ટુઅર્ટ બ્રોડના હાથમાં બોલ આવ્યો અને યુવરાજસિંહની સ્ટ્રાઈક. ફ્લિન્ટોફ પરનો બધો જ ગુસ્સો યુવરાજસિંહના બેટથી સ્ટુઅર્ટ બ્રોડ પર નીકળ્યો.


આ પણ વાંચોઃ યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો યુવરાજસિંહનો રેકોર્ડ હજી સુધી કોઈ તોડી નથી શક્યું. યુવરાજસિંહની આ સિક્સર્સ જોઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. કોઈએ વિચાર્યું નહોતું કે યુવરાજ સિંહ આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2019 03:46 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK