મગજને સ્થિર બનાવી રાખવાની ભૂખને કારણે ધોની ટીમમાં ટકી રહ્યો છે : યુવરાજ

નવી દિલ્હી | Jun 03, 2019, 11:13 IST

પોતાના મગજને સ્થિર બનાવી રાખવાની ભૂખ ભારતીય ક્રિકેટ-ટીમમાં વિકેટકીપર-બૅટ્સમૅન એમ. એસ. ધોનીને લાંબા સમય સુધી ક્રિકેટ કરીઅરમાં ટકી રહેવામાં મદદ કરી છે.

મગજને સ્થિર બનાવી રાખવાની ભૂખને કારણે ધોની ટીમમાં ટકી રહ્યો છે : યુવરાજ
યુવરાજ

૨૦૧૧ના વર્લ્ડ કપના પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ વિજેતા ખેલાડી યુવરાજ સિંહનું માનવું છે કે પોતાના કૌશલને ચમકાવવા અને રમત દરમ્યાન પોતાના મગજને સ્થિર બનાવી રાખવાની ભૂખ ભારતીય ક્રિકેટ-ટીમમાં વિકેટકીપર-બૅટ્સમૅન એમ. એસ. ધોનીને લાંબા સમય સુધી ક્રિકેટ કરીઅરમાં ટકી રહેવામાં મદદ કરી છે. એક ઇન્ટરવ્યુમાં યુવરાજ સિંહે કહ્યું કે ‘જ્યારે તમે તમારી ટીમ માટે કેટલાંય વર્ષો સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી ચૂક્યા હો છો ત્યારે તમે તમારા કરીઅરના અંતમાં એટલી જ શાનદાર બૅટિંગ નથી કરી શકતા, પરંતુ ધોની હજી પણ શાનદાર બૅટિંગ કરી રહ્યો છે.’

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનની થશે અગ્નિપરીક્ષા

યુવરાજે કહ્યું, ‘ધોનીની સૌથી સારી વાત એ છે કે તેનું મગજ ખૂબ જ તેજ છે અને તેને ખબર છે કે ક્યારે સિંગલ લેવાનો છે અને ક્યારે મોટો શૉટ રમવાનો છે.’

યુવીએ વધુમાં જણાવ્યું, ‘તે હંમેશાંથી જ ખૂબ મહેનતી રહ્યો છે. મને યાદ છે કે ૨૦૧૧ વર્લ્ડ કપમાં સાત દિવસમાં અમારી પાસે બે રજાના દિવસ હતા. ધોનીએ એ તમામ સાત દિવસોમાં પણ બૅટિંગ કરી હતી અને અમે કેટલીયે વાર અનુભવીએ છીએ છે કે તે થોડી વધુ જ બૅટિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે તે આટલા લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયામાં ટકી રહ્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK