બાયોપિકમાં કોણ ભજવશે 'યુવરાજ સિંહ'નું પાત્ર, યુવીએ પોતે જણાવ્યું...

Published: Mar 27, 2020, 20:03 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

યુવીએ પોતે જ તે અભિનેતાનું નામ જણાવ્યું છે જે બાયોપિકમાં તેનું પાત્ર ભજવી શકે છે.

કોણ ભજવશે યુવરાજ સિંહનું પાત્ર જણાવ્યું યુવીએ પોતે
કોણ ભજવશે યુવરાજ સિંહનું પાત્ર જણાવ્યું યુવીએ પોતે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઑલરાઉંડર યુવરાજ સિંહનું જીવન કોઇ બોલીવુડ ફિલ્મ કરતાં ક્યાંય ઓછું નથી. તેણે કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી ક્રિકેટના મેદાન પર જે રીતે કમબૅક કરી તે રિયલ લાઇફ હિરો છે. યુવીએ પોતે જ તે અભિનેતાનું નામ જણાવ્યું છે જે બાયોપિકમાં તેનું પાત્ર ભજવી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહે પોતાના જીવનપર બનનારી બાયોપિકમાં કામ કરનારા અભિનેતાનું નામ જણાવ્યું છે. યુવી માને છે કે જો તેના જીવન પર બાયોપિક બને તો અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી તેના પાત્રને પડદા પર ઉતારવા માટે સૌથી યોગ્ય વિકલ્પ હશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતાં યુવરાજે પોતાની બાયોપિકમાં કામ કરનારા અભિનેતા સિદ્ધાર્થનું નામ લીધું. આમ તો યુવરાજ સિંહ કહ્યું કે જો મારા જીવન પર કોઇ ફિલ્મ બનવા જઇ રહી છે તો પછી કદાચ હું જ તેમાં કામ કરીશ. જો કે, આ વાત તેણે મજાકમાં કરી હતી.

યુવીએ સવાલનો જવાબ આપતાં કહ્યું કે, "આમ તો ફિલ્મમાં કોઇ મુખ્ય ભૂમિકા ભજવશે એ નક્કી કરવું ડાયરેક્ટરનું કામ હોય છે. તે જ નક્કી કરે છે ફિલ્મમાં તેને કોને કાસ્ટ કરવા છે. જો મારા પર કોઇ બોલીવુડ ફિલ્મ બને છે તો મારા હિસાબે સિદ્ધાંત ચતુર્વેદી આ માટે સૌથી બહેતર વિકલ્પ હશે. મને પૂછવામાં આવે તો હું મારી બાયોપિકમાં તેને જોવા માગીશ."

વર્ષ 2011 આઇસીસી વિશ્વ કપમાં યુવરાજ સિંહને તેના બહેતરીન પ્રદર્શન માટે ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ચયન કરવામાં આવ્યો હતો. તો વર્ષ 2007માં ટી20 વિશ્વ કપમાં તેણે ઇન્ગ્લેન્ડ વિરુદ્ધ 6 બૉલમાં સતત 6 છગ્ગા લગાવ્યા હતા. આ એવો વિશ્વકપ રેકૉર્ડ છે જે આજ સુધી કોઇ પણ બેટ્સમેન તોડી શક્યો નથી.

યૂવીએ ગયા વર્ષે જ 10 જૂનના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેના પછી તેણે વિદેશી ટી10 અને ટી20 લીગમાં રમવા માટે બીસીસીઆઇ પાસેથી પરવાનગી માગી હતી જેમાં બોર્ડે હામી ભરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK