ઑસ્ટ્રેલિયામાં T20 ક્રિકેટ રમવા માગે છે યુવરાજ,ટૂંક સમયમાં કરશે જાહેરાત

Published: Sep 08, 2020, 17:01 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બીસીસીઆઇના નિયમો પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો. જો કે, તેને હવે ઑસ્ટ્રેલિયામાં ટી20 ક્રિકેટ રમવાની તક મળી શકે છે, જેની માટે ક્રિકેટ બૉર્ડ શોધ કરી રહ્યા છે.

યુવરાજ સિંહ
યુવરાજ સિંહ

ભારતીય (Indian Cricketer Yuvaraj singh) ક્રિકેટર યુવરાજ સિંહે ગયા વર્ષે ઇન્ટરનેશનલ (International Cricket) ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યાર બાદ તે વિદેશી ટી-20 અને ટી-10 લીગ્સમાં રમતો હતો. એવામાં તેને બીસીસીઆઇ(BCCI)ના નિયમો પ્રમાણે ઇન્ડિયન (Indian Preimere league) પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ (IPL) માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો. જો કે, તેને હવે ઑસ્ટ્રેલિયા (Australia)માં ટી20 ક્રિકેટ (T20 Cricket) રમવાની તક મળી શકે છે, જેની માટે ક્રિકેટ બૉર્ડ શોધ કરી રહ્યા છે.

હકીકતે, સિક્સર કિંગ યુવરાજ સિંહે બિગ બૅશ લીગમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહીં સુધી કે પોતે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (CA) યુવરાજ માટે એક ટીમ શોધે છે. જણાવવાનું કે (BBL)માં ભારતનો કોઇપણ ખેલાડી રમી શક્યો નથી, કારણકે બીસીસીઆઇ પોતાના એક્ટિવ પ્લેયર્સને વિદેશી ટી20 લીગમાં રમવા જવાની પરવાનગી આપતી નથી. જો કે, યુવરાજ સિંહનો કેસ અલગ છે કારણકે તેણે બીસીસીઆઇના દરેક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

38 વર્ષીય યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે-સાથે ભારતીય ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું અને વિદેશી લીગ્સમાં રમવા માંડ્યો હતો. હવે સિડની મૉર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, યુવરાજ સિંહના મેનેજર જેસન વૉર્ને પુષ્ઠિ કરી છે કે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બૉર્ડ બીબીએલની એક એવી ફ્રેન્ચાઇઝીની શોધ કરી રહી છે, જે ભારતીય ઑલરાઉન્ડરમાં રસ દર્શાવે. વૉર્ને કહ્યું કે, "અમે સીએ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને એક ટીમ શોધી રહ્યા છીએ."

બિગ બૅશ લીગ 2020-2 સીઝનની શરૂઆત 3 ડિસેમ્બરથી થઈ રહી છે. બીબીએલની આ સીઝન 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. એવામાં યુવરાજ સિંહ આ લીગમાં રમી શકે છે, કારણકે આ દરમિયાન તે ફ્રી છે, કારણકે આઇપીએલમાં તે રમી શકવાનો નથી. જો બિગ બૅશ લીગની કોઇ ફ્રેન્ચાઇઝી યુવરાજ સિંહને પોતાની ટીમમાં સામેલ કરે તો યુવી ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે.

બીજી તરફ ચેન્નઇ સુપર કિંગ્સ માટે આઇપીએલ રમનારા પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી શેન વૉટ્સન જે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોશિએશનના અધ્યક્ષ છે, તેમણે કહ્યું કે બીબીએલમાં ભારતીય ખેલાડીઓના આવવાથી બિગ બૅશ લીગ અદ્ભુત થઈ જશે. તેમણે કહ્યું કે, "ભારતમાં કેટલાય વિશ્વ સ્તરીય ખેલાડીઓ છે, જે દેશ માટે નથી રમતા, પણ તે બિગ બૅશ લીગ અને અન્ય ટૂર્નામેન્ટમાં રમવાની ક્ષમતા ધરાવે છે. આથી તે ટૂર્નામેન્ટને પણ ફાયદો થશે."

વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ રહી ચૂકેલા યુવરાજ સિંહ ભારત માટે પોતાની છેલ્લી મેચ 2017માં રમ્યો હતો. ત્યાર પછી તેણે કમબૅક કર્યું નથી અને 2019માં વર્લ્ડ કપ દરમિયાન તેણે સંન્યાસની જાહેરાત કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK