Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નિવૃતિ લઇ ચુકેેલો યુવરાજ ફરી પહોંચ્યો BCCI પાસે, માંગી આ વાતની પરવાનગી

નિવૃતિ લઇ ચુકેેલો યુવરાજ ફરી પહોંચ્યો BCCI પાસે, માંગી આ વાતની પરવાનગી

19 June, 2019 01:06 PM IST |

નિવૃતિ લઇ ચુકેેલો યુવરાજ ફરી પહોંચ્યો BCCI પાસે, માંગી આ વાતની પરવાનગી

યુવરાજ ફરી પહોંચ્યો BCCI ઓફિસ

યુવરાજ ફરી પહોંચ્યો BCCI ઓફિસ


હાલમાં જ ક્રિકેટથી સન્યાસ લેનારા ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ફરી એકવાર BCCI તરફ નજર કરી છે. જો કે આ વખતે વાત કઈક બીજી છે. યુવરાજ સિંહે અન્ય દેશોમાં રમાતી T 20 લીગમાં રમવા માટે BCCI પાસેથી પરવાનગી માગી છે.

BCCIના સૂત્રો અનુસાર, યુવરાજ સિંહે બોર્ડને પત્ર લખ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલથી સન્યાસ પછી મને નથી લાગતું કે, બોર્ડને આ વિશે પરવાનગી આપવામાં કોઈ પરેશાની રહેશે. જણાવી દઈએ કે, બીસીસીઆઈએ સક્રીય પ્લેયર્સને વિદેશી T-20 લીગમાં ભાગ લેવા માટે પરવાનગી આપતી નથી અને આજ કારણ છે યુવરાજે વિશ્વાં રમાતી T-20 લીગમાં ભાગ લેવા માટે સન્યાસની જાહેરાત કરી હતી. આ પહેલા સન્યાસ લીધા પછી વિરેન્દ્ર સહેવાહ અને ઝાહીર ખાન યૂએઈમાં થયેલી T-10 લીગ રમી ચૂક્યા છે.



યુવરાજ વિદેશમાં રમાતી ટી20 લીગ રમવા ઇચ્છે છે


યુવરાજ સિંહ ગયા અઠવાડિયે સન્યાસની જાહેરાત કરી હતી. આ જાહેરાત દરમિયાન યુવરાજે કહ્યું હતું કે, તે વિદેશી T-20 લીગમાં રમવા ઈચ્છે છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, તે T-20 રમવા ઈચ્છે છે. આ ઉમરમાં મનોરંજન માટે ક્રિકેટ રમવા ઈચ્છે છે અને પોતાની લાઈફને બિન્દાસ જીવવા માગે છે જે ક્રિકેટ વગર શક્ય નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ વિશે વિચારવુ ઘણું મારી માટે ઘણું મુશ્કેલ હતું.'

આ પણ વાંચો: આજે ન્યુ ઝીલૅન્ડ વિરુદ્ધની મૅચ પહેલાં આફ્રિકાને રાહત : એન્ગિડી ફિટ જાહેર


યુવરાજે હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે 2007નો ટી 20 વર્લ્ડ કપ અને 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાની સાથે આખરે 19 વર્ષના યુવી એરાનો અંત આવ્યો છે. પોતાની લાંબી કરિયરમાંથી નિવૃત્તિ જાહેર કરતા યુવરાજસિંહ ભાવુક થઈ ગયા હતા અને ફેન્સનો આભાર માન્યો હતો

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 01:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK