યૂસુફ પઠાણે દર્શકને ડ્રેસિંગ રૂમમાં બોલાવી બે લાફા ઝીંકી દીધા

Published: 24th December, 2014 08:53 IST

ટીમ ઈન્ડિયા વતી રમી ચુકેલા ઝંઝાવાતી બેટ્સમેન યૂસુફ પઠાણે મેચ દરમિયાન દર્શકની અભદ્ર ટિપ્પણીથી રોષે ભરાઈ તેને ડ્રેસિંગ રૂમમાં બોલાવીને બે થપ્પડ ઝીંકી દેવા વિવાદ સર્જાયો હતો. પઠાણ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આ દર્શક તેના વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી રહ્યો હતો.


Yusuf Pathan


વડોદરા : તા, 24 ડિસેમ્બર

રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં વડોદરા અને જમ્મૂ-કાશ્મીર વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમિયાન આ ઘટના ઘટી હતી.

બરોડા ક્રિકેટ સંઘના સચિવ સ્નેહલ પારીખના જણાવ્યા અનુસાર દર્શક મેચ દરમિયાન યુસુફ પઠાણ અને અન્ય ખેલાડીઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. યુવક સ્ટેડિયમમાં જોર જોરથી બૂમો પાડતો હતો. યૂસુફ પઠાણ અને અંબાતી રાયડુ સહિતના અન્ય ખેલાડીઓ બેટિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેમના પર દર્શક અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. પઠાણ યુવકના વર્તનને સાંખી લેવાના મૂડમાં ન હોય તેમ આઉટ થયા બાદ યૂવકને ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યો હતો. અને તેને બે તમાચા ઝીંકી દીધા હતાં. આ ઘટનાને લઈને વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે. 

પારીખના જણાવ્યા અનુસાર, યુસૂફ પઠાણના નાના ભાઈ ઈરફાનને જ્યારે ઘટનાની જાણ થઈ તો તે સ્થિતિને કાબૂમાં રાખવા ડ્રેસિંગ રૂમમાં દોડી આવ્યો હતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK