ડેવિસ કપમાં યુકી ભાંબરી જીત્યો, વિષ્ણુ વર્ધન આજે વિજય મેળવવાની તૈયારીમાં

Published: 15th September, 2012 10:01 IST

ચંડીગઢ: ડેવિસ કપમાં ભારતે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે સારી શરૂઆત કરી હતી. યુકી ભાંબરી નામના પ્લેયરે કિવીપ્લેયર ડેનિયલ કિંગ ટર્નરને જોરદાર લડત આપીને પ્રથમ મૅચ ૩-૬, ૦-૬, ૬-૨, ૬-૪, ૬-૨થી જીતી લીધી હતી.


બીજી મૅચમાં વિશ્વનો ૨૬૨મા નંબરનો વિષ્ણુ વર્ધન કિવીઓના નંબર વન પ્લેયર જૉસ સ્ટાથમ સામેની મૅચ બૅડલાઇટને કારણે અટકાવવામાં આવી ત્યારે ૬-૨, ૫-૭, ૬-૪ના સ્કોર સાથે આગળ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK