Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હજી ઘણું કરવાનું બાકી છે : રોહિત

હજી ઘણું કરવાનું બાકી છે : રોહિત

15 November, 2014 04:13 AM IST |

હજી ઘણું કરવાનું બાકી છે : રોહિત

હજી ઘણું કરવાનું બાકી છે : રોહિત


rohit sharma


વન-ડેમાં બે વખત ડબલ સેન્ચુરી તથા સૌથી વધુ ૨૬૪ રન બનાવનારા રોહિત શર્માએ કહ્યું હતું કે તેણે હજી ઘણું કરવાનું બાકી છે. હવે તેની પાસેથી આશાઓ વધી જવાની અને તેની જવાબદારી પણ વધવાની. જ્યારે હું નાનો હતો ત્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માગતો હતો. ત્યારે એવું ક્યારેય વિચાર્યું નહોતું કે આવું પણ થશે. રેકૉર્ડ્સ કરીઅરની સાથે બનતા રહે છે. મારે હજી મહેનત કરવાની જરૂર છે.

ઑગસ્ટ મહિનામાં ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમ્યાન આંગળી પર થયેલી ઈજાને કારણે મેદાનથી ઘણા સમય દૂર રહેનારા રોહિત શર્માએ વલ્ર્ડ રેકૉર્ડ ઇનિંગ્સ સાથે શાનદાર કમબૅક કર્યું. તેણે કહ્યું કે ભૂતકાળની નિષ્ફળતા મારી પ્રગતિને રોકી ન શકે. તમારે સફળતા તથા નિષ્ફળતાનો સ્વીકાર કરીને આગળ વધવું પડશે, જે મેં કર્યું.

રોહિતે સ્વીકાર્યું કે ગુરુવારે તે શરૂઆતમાં ઘણું ધીમું રમ્યો. બે મહિના બાદ રમવા આવ્યો હોવાથી થોડું અજુગતું લાગતું હતું. હું પિચ પર ટકી રહેવા માગતો હતો. શરૂઆતની ૧૦-૧૫ ઓવર સારી નહોતી. હું વારંવાર જાતને કહેતો હતો કે કંઈ પણ થઈ જાય મારે ટકવું છે. અજિંક્ય રહાણેએ આક્રમક બૅટિંગ કરતાં મને ક્રિસ પર ટકી રહેવાનો મોકો મળ્યો.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2014 04:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK