યશસ્વિની દેસવાલ ઑનલાઇન શૂટિંગમાં જીતી ગોલ્ડ

Published: 6th October, 2020 17:23 IST | PTI | New Delhi

ઓલિમ્પિક ક્વોટા જીતનારી ઑસ્ટ્રિયાની સિલ્વિયા સ્ટેઇનર ચોથા ક્રમાંકે રહી હતી.

 યશસ્વિની સિંહ દેસવાલ
યશસ્વિની સિંહ દેસવાલ

ઑલિમ્પિક ક્વોટા મેળવી ચૂકેલી ભારતીય શૂટર યશસ્વિની સિંહ દેસવાલ રવિવારે પાંચમી આંતરરાષ્ટ્રીય ઑનલાઇન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ગયા વર્ષે રિયો ડી જાનેરોમાં આઇએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી યશસ્વિનીએ ક્વૉલિફિકેશનમાં ૫૭૭નો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. ઇજિપ્તની અહમદ નબીલ બીજી અને તેના જ દેશની યેહયા શમ્સ ત્રીજા ક્રમાંકે રહી હતી. ઓલિમ્પિક ક્વોટા જીતનારી ઑસ્ટ્રિયાની સિલ્વિયા સ્ટેઇનર ચોથા ક્રમાંકે રહી હતી. જીત બાદ યશસ્વિની કહ્યું હતું કે કોરોનાકાળમાં ઑનલાઇન શૂટિંગ સ્પર્ધાનું એક સારું માધ્યમ છે. બે દિવસની આ સ્પર્ધામાં કુલ ૧૫ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK