Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિજય હજારે ટ્રોફીમાં મુંબઇના યશસ્વીએ બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ

વિજય હજારે ટ્રોફીમાં મુંબઇના યશસ્વીએ બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ

16 October, 2019 08:10 PM IST | Mumbai

વિજય હજારે ટ્રોફીમાં મુંબઇના યશસ્વીએ બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ

યશસ્વી

યશસ્વી


Mumbai : ક્રિકેટ જગતમાં હાલ ચાલી રહેલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. મુંબઇના યુવા બેટ્સમેન યશસ્વીએ શાનદાર બેટીંગ પ્રદર્શન કરતાં ઝારખંડ સામે 203 રનની ઇનીંગ રમી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. મહત્વનું છે કે યશસ્વીએ માત્ર 17 વર્ષની ઉમરમાં જ આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પહેલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બની ગયો છે. તેણે 154 બોલની ઇનીંગમાં 17 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી આક્રમક 203 રનની ઇનીંગ રમી હતી. આમ યશસ્વી વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા કેરળના સંજૂ સૈમસન અને ઉત્તરાખંડના કર્ણ કૌશલ આવું કરી ચૂક્યા છે.


સંજુ સેમસને ગોવા સામે 212 રનની ઇનીંગ રમી હતી
સૈમસને આ વર્ષે ગોવા સામે 212 રનની ઈનીંગ રમી હતી. તેઓ ટૂર્નામેન્ટમાં હાઈએસ્ટ સ્કોર બનાવનારા બેટ્સમેન છે. બીજી બાજુ કૌશલે ગત સિઝનમાં સિક્કમ વિરુદ્ધ 202 રન બનાવ્યા હતા.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

સચિન, સહેવાગ અને રોહિતના ક્લબમાં યશસ્વી સામેલ
યશસ્વી લિસ્ટ-એમાં બમણી સદી ફટકારનારા સાતમાં ભારતીય છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, શિખર ધવન, કર્ણ કૌશલ અને સૈમસન આવું કરી ચુક્યા છે. રોહિતે સૌથી વધુ ત્રણ બેવડી સદી ફટકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 08:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK