હાલમાં જ પુરી થયેલ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનીસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ઇતિહાસ રચતા ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ મંગળવારે ડબલ્યુટીએ રેન્કિંગ(WTA Ranking) જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં છટ્ઠા સ્થાનથી છલાંબ સાથે બીજું સ્થાન હાસિલ કરી લીધું છે. વુમન્સ ટેનિસ એસોસિએશને સોમવારે તાજા રેન્કિંગ જારી કર્યું છે. એશ્લે બાર્ટી હવે નંબર-1 પર રહેલી જાપાનની નાઓમી ઓસાકાથી માત્ર 136 પોઈન્ટ પાછળ છે.
એશ્લેનું આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે
ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ગત શનિવારે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. એશ્લેનું આ પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હતું. તેણે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ચેક ગણરાજ્યની માકેર્તા વોનડ્રોઉસોવાને સીધા સેટોમાં 6-1, 6-3થી પરાજય આપીને ટ્રોફી પર કબજો કર્યો અને ત્યારે તેનું બીજા સ્થાને આવવું નક્કી થઈ ગયું હતું. તાજા રેન્કિંગમાં સૌથી વધુ નુકસાન પૂર્વ નંબર-1 રોમાનિયાની સિમોના હાલેપને થયું છે. તે પાંચ સ્થાને પહોંચી ગઈ છે. ચેક ગણરાજ્યની કૈરોલિના પ્લિસ્કોવાને બાર્ટીએ ત્રીજા સ્થાન પર પહોંચાડી દીધી છે.
જર્મનીની પુર્વ વર્લ્ડ ચેમ્પિયમ એન્જેલિક કેર્બર છટ્ઠા ક્રમે પહોંચી
ચેક ગણરાજ્યની પેત્રા ક્વિતોવા એક સ્થાન આગળ વધીને પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. પૂર્વ વર્લ્ડ નંબર-1 જર્મનીની એન્જેલિક કેર્બર એક સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. યૂક્રેનની એલિના સ્વિતોલિના બે સ્થાન આગળ વધીને સાતમાં સ્થાને પહોંચી ગઈ છે. અમેરિકાની સ્લોના સ્ટીફંસ સાતમાંથી નવમાં ક્રમે આવી ગઈ છે. બેલારૂસની અર્યના સાબાલેંકા એક સ્થાન આગળ વધીને 10માં સ્થાન પર આવી ગઈ છે. સેરેના વિલિયમ્સ 11માં સ્થાને પહોંચી ગઈ છે.
પુરૂષોના એટીપી રેન્કિંગમાં સર્બિયાનો નોવાક જોકોવિચ ફ્રેન્ચ ઓપનમાં સેમીફાઇનલ હાર્યા છતાં પ્રથમ નંબર યથાવત છે. બીજી તરફ સ્પેનનો રાફેલ નડાલ ટૂર્નામેન્ટ જીતીને બીજા સ્થાને છે. નડાલે રવિવારે ડોમિનિક થિએમને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. નડાલે રવિવારે ડોમિનિક થિએમને હરાવીને આ ટાઇટલ કબજે કર્યું હતું. નડાલે 12મી વખત ફ્રેન્ચ ઓપન જીત્યું છે. તે એક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ 12 વખત જીતનારો પ્રથમ ખેલાડી છે.