Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રેસલિંગ રૅન્કિંગ્સ દીપક પુનિયા નંબર-વન : બજરંગે ટૉપ રૅન્ક ગુમાવ્યો

રેસલિંગ રૅન્કિંગ્સ દીપક પુનિયા નંબર-વન : બજરંગે ટૉપ રૅન્ક ગુમાવ્યો

28 September, 2019 04:59 PM IST | મુંબઈ

રેસલિંગ રૅન્કિંગ્સ દીપક પુનિયા નંબર-વન : બજરંગે ટૉપ રૅન્ક ગુમાવ્યો

દીપક અને બજરંગ પુનિયા

દીપક અને બજરંગ પુનિયા


નવી દિલ્હી : (પી.ટી.આઇ.) યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યુડબ્લ્યુ) દ્વારા જાહેર કરવામાં આવેલા રૅન્કિંગ્સ મુજબ ૮૬ કિલોગ્રામ કૅટેગરીમાં દીપક પુનિયાએ નંબર-વનનું સ્થાન મેળવી લીધું છે, જ્યારે ૬૫ કિલોગ્રામ કૅટેગરીમાં બજરંગ પુનિયાએ ટૉપ પોઝિશન ગુમાવી દીધી છે. ઈરાની પહેલવાન હસન યજદાની સામેની ફાઇનલ મૅચ પહેલાં દીપકને ઇન્જરીનો દુખાવો વધતાં તેણે બૅકઆઉટ કરવું પડ્યું હતું, જેને લીધે તેના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો. સિલ્વર મેડલ જીતવા છતાં રૅન્કિંગ્સમાં દીપક ૮૨ પૉઇન્ટ્સ સાથે નંબર-વન પર છે. યઝદાની તેનાથી ચાર પૉઇન્ટ્સ પાછળ છે. સામા પક્ષે વર્લ્ડ રેસલિંગ ઇવેન્ટમાં બ્રૉન્ઝ જીતનાર બજરંગને બે પૉઇન્ટ્સ ગુમાવવાનો વારો આવ્યો હતો. બજરંગના નામે ૬૩ પૉઇન્ટ્સ જમા છે. ૫૭ કિલોગ્રામની કૅટેગરીમાં રવિ દહિયાએ પણ સારું પર્ફોર્મ કરી ટૉપ-ફાઇવના બ્રૅકેટમાં સ્થાન મેળવી લીધું છે. રાહુલ અવારેએ બીજો ક્રમ મેળવ્યો છે. 

સામા પક્ષે મહિલા રેસલરોમાં વિનેશ ફોગાટે પણ ૫૩ કિલોગ્રામની કૅટેગરીમાં બ્રૉન્ઝ જીતી ચાર પૉઇન્ટની જમ્પ મારી છે. વળી ૫૦ કિલોગ્રામની કૅટેગરીમાં સીમા બિસલાએ ત્રણ પૉઇન્ટ્સ ગુમાવવાનો વારો આવ્યો છે. ૫૯ કિલોગ્રામની કૅટેગરીમાં પૂજા ધંદાએ ત્રીજા ક્રમે સ્થાન મેળવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 04:59 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK