કોરોના સામે લડવા બજરંગ પુનિયાએ 6 મહિનાનો પગાર કર્યો ડોનેટ

Published: Mar 25, 2020, 15:53 IST | Agencies | New Delhi

કોરોના વાઇરસ સામે લડવા માટે અનેક બિઝનેસમેન, સેલિબ્રિટીઝ ધીમે-ધીમે આગળ આવી રહ્યા છે, જેમાં હવે બજરંગ પુનિયાનું નામ પણ ઉમેરાયું છે.

બજરંગ પુનિયા
બજરંગ પુનિયા

કોરોના વાઇરસ સામે લડવા માટે અનેક બિઝનેસમેન, સેલિબ્રિટીઝ ધીમે-ધીમે આગળ આવી રહ્યા છે, જેમાં હવે બજરંગ પુનિયાનું નામ પણ ઉમેરાયું છે. કોરોના સામે લડવા માટે બજરંગ પુયાનિએ પોતાનો ૬ મહિનાનો પગાર ડોનેટ કર્યો છે. આ વિશે બજરંગે કહ્યું કે ‘કોરોનાના દરદીઓના ઇલાજ માટે હું મારો ૬ મહિનાનો પગાર હરિયાણા ચીફ મિનિસ્ટર એમ. એલ. ખટ્ટરે શરૂ કરેલા રિલીફ ફન્ડમાં ડોનેટ કરું છું.’

રેસલર બજરંગ પુનિયા રેલવેમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટીના પદે કામ કરે છે. ૨૦૧૯ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. બજરંગ પહેલાં ગૌતમ ગંભીરે પણ દિલ્હીની સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓના ઇલાજ માટે ૫૦ લાખ રૂપિયા દાન કરવાની વાત કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK