લૉકડાઉન પાર્ટનર તરીકે હું જાડેજા અને બ્રાવોને પસંદ કરીશ: સુરેશ રૈના

Published: May 31, 2020, 15:04 IST | Agencies | New Delhi

ચેન્નઈ સુપર કિંગ્સમાંથી સુરેશ રૈનાએ પોતાના ઇન્ડિયન અને ઓવરસીસ પાર્ટનર તરીકે અનુક્રમે રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર પસંદગી ઉતારી છે.

સુરેશ રૈના
સુરેશ રૈના

ચેન્નઈ સુપર કિંગ્સમાંથી સુરેશ રૈનાએ પોતાના ઇન્ડિયન અને ઓવરસીસ પાર્ટનર તરીકે અનુક્રમે રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર પસંદગી ઉતારી છે. રૈના, જાડેજા અને બ્રાવો આઇપીએલની ૧૩મી સીઝનમાં સીએસકે માટે રમી રહ્યા છે. આ વિશે રૈનાએ કહ્યું કે ‘હું રવીન્દ્ર જાડેજાને પસંદ કરીશ. તેની કંપની મને ગમે છે. તે ઘણો મસ્તીખોર છે. તેના ફાર્મહાઉસમાં રહેવાનું, તેનો ઘોડો દોડાવવાનું આ લૉકડાઉનમાં મને ગમશે. હું તેને કહીશ કે મને ઘોડો દોડાવતાં શીખવાડે. ત્યાં કદાચ અમને સૌથી બેસ્ટ ભોજન પણ મળે. તે પોતાના ઇન્ટરનૅશનલ કરીઅરમાં જે કરે છે એ જોઈને સારું લાગે છે. તે ઘણો મહેનતુ છે. આશા રાખું કે તે દેશ માટે આ પ્રમાણે જ રમતો રહેશે. ઇન્ટરનૅશનલ લૉકડાઉન પાર્ટનરની વાત કરું તો હું ડ્વેન બ્રાવોને પસંદ કરીશ. આ લૉકડાઉનમાં તેના ઘરમાં મારે ડાન્સ કરવો છે. તમને ખુશ કરવા તે કંઈ પણ કરશે. તમારા માટે તે નવું ગીત પણ બનાવી આપશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK